Breaking News

સાપુતારાના આ કાળમુખા વિચિત્ર અકસ્માતનો આ વિડીયો જોઈને તમારા પણ હોશ ઉડી જશે..!

ગુજરાતમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં ભરપૂર માત્રામાં વધારો થતો જાય છે. દરરોજ કેટલા લોકો અકસ્માતમાં પોતાના પરિવારના સભ્યોને ગુમાવી દે છે. જેનું દુઃખ પછી તેઓ આખી જિંદગી ભોગવે છે.

હમણાં જ સાપુતારાના હિલ સ્ટેશન પર એક એવો વિચિત્ર અકસ્માત બન્યો છે જે જોઈને તમે તમારા પણ હોશ ઉડી જશે.. આ અકસ્માત કોઈ સામાન્ય અકસ્માત નહીં પરંતુ આ અકસ્માતને કાળમુખો અકસ્માત કે એકદમ અલગ પ્રકારનો જ અકસ્માત કહી શકાય છે.. જેનો વિડીયો તમે નીચે જોઈ શકશો..

કારણકે સામાન્ય અકસ્માતો સામ સામી ગાડીઓ અથડાવાથી થતા હોય છે પરંતુ આ અકસ્માત કંઈક જુદી રીતે જ ઘટયો છે. અત્યારે ગુજરાતમાં મેઘરાજા વિદાય લેવાની અણી પર છે. ત્યારે સાપુતારા હિલ સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ દિવસે ને દિવસે વધતી જાય છે. સાપુતારા એ ગુજરાત નું એક માત્ર હિલ સ્ટેશન છે. જ્યાં રસ્તાઓ ખૂબ જોખમી છે.

સાપુતારાના ટેબલ પોઈન્ટ પર એક વિચિત્ર અકસ્માતમાં વીડિયો સામે આવ્યો છે. જેમાં પ્રવાસીની એક કાર ઘાટ પરનો ઢાળ ચઢી રહી હતી. એ વખતે કાર ઉપર ચડવાની જગ્યાએ અચાનક જ રિવર્સમાં જવા લાગી તે જ સમયે પાછળથી એક કાર આવતી હતી તેની સાથે ધડાકાભેર અથડાઈ.

જોકે કારમાં સવાર મહિલા અને બાળક પોતાનો જીવ બચાવવા માટે તરત જ કારમાંથી નીચે કૂદી પડયા હતા. અને એ વખતે પાછળ કોઈ પણ વાહન આવતું ન હોવાથી તેઓ જીવ સદનસીબે બચી ગયો હતો. પરંતુ કાર આગળ જવાની બદલે અચાનક જ પાછળ કઈ રીતે જવા લાગી તે એક રહસ્યમય કારણ છે.

અકસ્માત નો વિડીયો સામે બાજુથી આવતી એક કારમાંથી ઉતારવામાં આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. કહેવામાં આવે છે કે આ વિડીયો ત્રણ કે ચાર દિવસ પહેલા નો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *