Breaking News

સાંજે પત્નીએ બનાવેલી મેગીને ભરપેટ ખાધા બાદ યુવક ચક્કર ખાઈને ઢળી પડ્યો, બની ગયું એવું કે બિચારાનો જીવ ગયો..!

રોજબરોજ સમાચાર વાંચતા હોઈએ ત્યારે એવા ઘણા બધા સમાચારની હેડલાઈન આપણે વાંચીએ છીએ, જેમાં મોટાભાગના વ્યક્તિઓ અમુક રહસ્યમય અને વિચિત્ર કારણોસર મૃત્યુ પામતા હોય છે. અમુક ઘટના તો કેટલાક લોકોને ખૂબ જ ચમકાવી દે તેવી પણ સાબિત થઈ જતી હોય છે..

અત્યારે મધ્યપ્રદેશના ઇન્દોરમાં એમઆઈજી વિસ્તારમાં રહેતા વિજય નામના યુવક સાથે ખૂબ જ ચોકાવનારી ઘટના બની છે, 32 વર્ષનો વિજય એમઆઈજી વિસ્તારની અંદર તેના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેની એક દીકરી તેમજ તેની પત્ની ચેતનાની સાથે તેના એક નાનો ભાઈ અને તેના માતા પિતાનો પણ સમાવેશ થતો હતો..

વિજય મૂળ તો રતલામનો નિવાસી હતો, પરંતુ તે છેલ્લા કેટલાક વિસ્તારથી અમેજી વિસ્તારમાં પોતાના પરિવારજનોની સાથે રહેવા લાગ્યો હતો અને તે ત્યાં એની એક ખાનગી કંપનીમાં એકાઉન્ટ તરીકેની નોકરી પણ કરતો હતો. સાંજના સમયે તે પોતાના ઘરે પરત આવ્યો ત્યારબાદ તેણે પત્નીએ તેના માટે ભોજનમાં મેગી બનાવી હતી..

વિજયને મેગી ખૂબ જ ભાવતી હોવાને કારણે તે જ્યારે પીથમપુરથી પોતાના ઘરે નોકરી કરીને પરત આવ્યો ત્યારે તેની પત્નીએ તેને ખાવા માટે મેગી આપી હતી, વિજય ફટાફટ આ મેગીને ખાવા લાગ્યો હતો ભોજન લીધા બાદ તે જ્યારે ઉભો થયો ત્યારે અચાનક જ તેને ચક્કર આવવા લાગ્યા અને તે નીચે ઢળી પડ્યો હતો..

વિજય તેમજ તેના પરિવારના અન્ય સભ્યો પણ વિજયને ઉભો કરવાની કોશિશ કરતા હતા, પરંતુ વિજય આંખો મીંચી દીધી અને તેનું શરીર પણ ઠંડુ પડવા લાગ્યું હતું. વિજયની પત્ની ચેતના તરત જ પડોશમાં રહેતા લક્ષ્મણભાઈને પોતાના ઘરે બોલાવી લાવયા અને કહ્યું કે તમારી કારની અંદર વિજયને હોસ્પિટલે લઈ જવા પડશે..

લક્ષ્મણભાઈ મદદ માટે આગળ આવ્યા અને વિજયને કાર લઈને હોસ્પિટલે લઈ ગયા કાલુરામ વિસ્તાર પાસે આવેલી શિવ શક્તિ ની એમવાય હોસ્પિટલમાં વિજયને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં ડોક્ટરે સારવાર શરૂ કરતા પહેલા જણાવી દીધું કે, વિજયનું મૃત્યુ થઈ ગયું છે..

પરિવારના તો હોશ ઉડી ગયા હતા કે, માત્ર પાંચ મિનિટ પહેલા તેમની સામે મેગી ખાઈ રહેલો આ યુવકને એવું તો શું થયું કે, તેનું કરુણ મૃત્યુ પણ થઈ ગયું છે. વિજયની પત્ની ચેતના વિજયનો નાનો દીકરો અને તેની દીકરી સહિત તેના માતા-પિતા તેની બહેન અને તેનો નાનો ભાઈ પણ આ ઘટનાને લઇ ખૂબ જ દુઃખી હતા..

ડોક્ટર વધુ તપાસ માટે વિજયની લાશને સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી, તેનું મૃત્યુ કયા કારણોસર થયું છે. તેની જાણકારી મેળવી રહી છે. વિજયની પત્ની ચેતનાનું કહેવું છે કે, તેને જ્યારે મેગી ખાઈને તેઓ ઉભા થયા હતા. ત્યારબાદ તેઓએ જણાવ્યું કે, તેને અચાનક ધબરાહટ થવા લાગે છે..

અને બેચેનીનો અનુભવ થઈ રહ્યો છે, ધીમે ધીમે તેની તબિયત બગડી અને ચક્કર ખાઈને તેવો ઢળી પડ્યા હતા. વિજયનું મૃત્યુ થઈ જતા પરિવારનો તમામ આધાર વેરવિખેર થઈ ગયો હતો. વિજય ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જ્યારે તેના માતા પિતા નિવૃત્ત હતા, વિજયના મૃત્યુ બાદ વિજયની પત્નીને પણ કામકાજ કરવાની ફરજ આવી પડશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *