Breaking News

સાંજે મજુરી કામ કરીને ઘરે પરત આવતા 4 યુવકોને બોલેરોએ ટક્કર મારતા, એકસાથે 3 ના કરુણ મોતથી સર્જ્યો કાળમુખો અકસ્માત..!!

દિવસેને દિવસે ઘણા બધા અકસ્માતો બનતા સામે આવે છે. આવા અકસ્માતોમાં એકસાથે ઘણા બધા વ્યક્તિઓના મૃત્યુ પણ થઈ રહ્યા છે. મોટાભાગે હાઇવે ઉપર બનતા અકસ્માતોના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. અમુક અકસ્માતો વાહનચાલકોની બેદરકારીને કારણે સર્જાઈ જાય છે, તો અમુક અકસ્માતો સામેવાળાની ભૂલને કારણે સર્જાઇ રહ્યા છે.

પરંતુ આવા અકસ્માતોમાં લોકો પોતાના નિર્દોષ જીવ ગુમાવી રહ્યા હોય છે. જેના કારણે તેઓ પોતાના પરિવારથી દૂર થઈ રહ્યા છે. આવી જ એક ભયાનક અકસ્માતની ઘટના હાલમાં સામે આવી છે. આ અકસ્માત દૌસા જિલ્લામાં આવેલા લાલસોટના ડીડવાના ગામમાં પીલી કા ખાના પાસે બન્યો હતો. અકસ્માત ચાર યુવકો સાથે સર્જાયો હતો.

આ ચારેય યુવકો મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ચારેય યુવકોમાં બે યુવકો સગા ભાઈઓ હતા. તેઓ ડીડવાના ગામમાં આવેલા રિકો વિસ્તારમાં મજૂરી કામ કરતા અને તેમાં બે સગા ભાઈઓ હતા. તેમનું નામ રામકેશ ગુર્જર અને રમેશ ગુર્જર હતું. રામકેશની ઉંમર 25 વર્ષની હતી અને રમેશની ઉંમર 27 વર્ષની હતી.

આ બંને યુવકો ધાકડિયા ગામના રહેવાસી હતા. બંને ભાઈઓ પોતાના પરિવાર સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા અને તેઓ સાથે મજૂરી કામ કરવા માટે ઘરેથી નીકળતા હતા. અને એક જ બાઈક પર તેઓ પરત ઘરે આવતા હતા. તેમની સાથે કામ કરતા બીજા બે યુવકો જેમાં એકનું નામ દિલરાજ બેરવા હતું. તેમની ઉંમર 26 વર્ષની હતી.

તેઓ નિમોદના રહેવાસી હતા. અને ચોથો યુવક ગઢમોરા ગામનો રહેવાસી હતો. તેમનું નામ લખન ગુર્જર હતું. તેમની ઉંમર પણ 25 વર્ષની હતી. ચારેય યુવકો બે બાઈક લઈને પોતાના ઘરે સાંજનો સમય થઈ જતા પરત આવી રહ્યા હતા. મજૂરી કામ કરીને તેઓ પોતાની બાઇક લઈને ડીડવાના ગામ પાસેથી પસાર થઈને ઘરે પરત ફરી રહ્યા હતા.

તે સમયે ચારેય યુવકોએ પોતાની બે બાઈકો સાથે ચલાવી રહ્યા હતા. જેમાં બે સગા ભાઈઓ રામકેશ અને રમેશ તેઓ એક બાઈક પર હતા અને બીજી બાઇક પર દિલરાજ અને લખન મુસાફરી કરી રહ્યા હતા. સાંજનો સમય થઈ ગયો હતો જેના કારણે લાલસોટ પાસે આવેલા ડીડવાના ગામ પાસેથી તેઓ પોતાની બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા.

તે સમયે એક બોલેરો કાર ખૂબ જ ઝડપી સ્પીડમાં સામે તરફથી તેમની પાસે આવી રહી હતી. આ બોલેરો ખૂબ જ ખરાબ રીતે પોતાની બોલેરો કાર ચલાવી રહ્યો હતો. બોલેરો કારલાલસોટથી દૌસા તરફ જઈ રહી હતી અને તે ડીડવાના ગામના પીલી કા ખાના પાસે બેકાબુ બની ગઈ હતી.

બોલેરો કારચાલક બેકાબુ બનતા સામેની તરફથી આવી રહેલા બંને બાઈક ચાલકોને ટક્કર મારી હતી. બોલેરો કાર બેકાબુ બનીને બાઇકને ટક્કર મારીને નજીકમાં આવેલી એગ્રીકલ્ચર સુપરવાઇઝરની ઓફિસ પાસે ખાડામાં પડી ગઈ હતી. આ અકસ્માત સર્જાતા તરત જ આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

અને જોત જોતામાં લોકોને ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ખૂબ જ ભયંકર અથડામણને કારણે યુવકો ખૂબ જ ઇજાગ્રસ્ત થયા હતા. જેના કારણે તેમને તરત જ એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં પહોંચતા ત્રણ યુવકોનું મૃત્યુ થઈ ગયું હતું. જેના કારણે ડોક્ટરે તેઓનું મૃત્યુ થઈ ગયાનું જણાવ્યું હતું.

અને એક યુવક ખૂબ જ ઇજાગ્રસ્ત હતા. જેના કારણે તેમને જયપુરની હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવી હતી. લાલસોટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને અકસ્માતમાં નુકસાન પામેલા બંને વાહનોને રસ્તા પરથી એક બાજુ પર કરવામાં આવ્યા હતા.

બોલેરો કાર ચાલક આ અકસ્માત સર્જાતા જ પોતાની બોલેરો કાલે ઘટના સ્થળે છોડીને ભાગી ગયો હતો. અકસ્માત ખૂબ જ ભયંકર બન્યો હોવાને કારણે એક સાથે ત્રણ યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. પોલીસે ત્રણેય યુવકોની ઓળખ કરીને તેમના પરિવારજનોને આ અકસ્માતની જાણ કરવામાં આવી હતી.

પરિવારને ત્રણેય યુવકોના મૃત્યુની જાણ થતાં જ આઘાતમાં આવી ગયો હતો. મજૂરી કામે ગયેલા યુવકો પોતાના પરિવારને મળ્યા વગર જ મૃત્યુ પામ્યા હતા અને તેમના પરિવારના લોકો તેમના ઘરે આવવાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ કાયમ માટે યુવકોએ પોતાને જિંદગી ગુમાવી દીધી હતી. પોલીસે બોલેરો કારને જપ્ત કરી લીધી હતી અને ચાલકની તપાસ ચાલી રહી હતી. અવારનવાર આવા કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. જેમાં એક સાથે લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *