Breaking News

સાંજે ગણેશ મંડપમાં આરતી ઉતારીને પરિવાર ઘરે આવ્યો, દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે મોઢામાંથી ચીખો ફાટી ગઈ..!

હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે, દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓમાં બાપાના દર્શનને લઈને એક આગવી લાગણી ઉત્પન્ન થઈ જતી હોય છે. બાપાના દર્શન કરવા માટે ભક્તો લાંબી લાંબી લાઈનો પણ લગાવી દેતા હોય છે, અને ગણપતિ બાપાની આરતી ઉતારવા માટે સૌ કોઈ લોકો આતુર હોય છે..

કે તેઓને પણ આરતી ઉતારવાનો લાભ મળે મોટાભાગની સોસાયટી અને રહેણાંક વિસ્તારોમાં પણ ગણેશ પંડાલ બનાવવામાં આવે છે, અને ત્યાં ગણેશજીની મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવતી હોય છે. એવી જ રીતે અમરાવતી કોલોની માં પણ ગણેશ પંડાલ બનાવવામાં આવ્યો હતો અને ત્યાં બાપાની મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવી હતી..

આ કોલોનીની અંદર કુલ 10 જેટલા મકાન આવેલા છે, દરેક મકાનના વ્યક્તિઓ રોજબરોજ બાપાના દર્શન માટે પંડાલ પાસે આવી પહોંચતા અને તેમની આરતી સહિતની કામગીરીઓ રોજબરોજ અન્ય ભક્તોના હાથમાં સોંપી દેવામાં આવતી હતી. ગણેશ ઉત્સવ આઠથી દસ દિવસ લાંબો ચાલતો હોય છે..

આ તમામ દિવસો દરમિયાન દરેક ભક્તોને આરતી ઉતારવાનો લાભ મળે એ હેતુથી રોજબરોજ અન્ય વ્યક્તિઓ આરતી ઉતારતા હતા, જેમાં ગઈકાલે સાંજના સમયે જતીનભાઈ અને તેમનો પરિવાર ગણેશજીની આરતી ઉતારવા માટે પોતાના ઘરે તાળું લગાવી ગણેશ પંડાલ પાસે પહોંચી ગયો હતો..

અને જ્યારે ગણેશજીની આરતી પૂરી થઈ ત્યારબાદ તેઓ પોતાના ઘરે પરત ગયા ત્યારે એવું દ્રશ્ય જોઈ લીધું હતું કે, તેમના મોતિયા મરી ગયા હતા તો તેમની પત્નીના મોઢામાંથી તો ચીખો ફાટી નીકળી હતી, જતીનભાઈ એક સામાન્ય વ્યક્તિ છે. તેઓ કારખાનાની અંદર મેનેજર તરીકેનું કામકાજ કરીને જીવન ગુજારતા હતા..

જ્યારે તેમની પત્ની હીનાબેન એક શિક્ષિકા છે, જતીનભાઈ અને હીનાબેનના લગ્ન થયા તેના દસ વર્ષ વીતી ચુક્યા છે, અને દસ વર્ષના આ લગ્નજીવન દરમિયાન તેમને બે સંતાનો પણ છે. જતીનભાઈ અને તેમનો પરિવાર જ્યારે ગણેશજીની આરતી પૂર્ણ કર્યા બાદ તેમના ઘરે પરત ગયા અને ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે તેઓએ જોયું તો ઘરની અંદર રહેલો તમામ સામાન વેરવિખેર થયેલો હતો..

તેમજ નીચેના માળે મૂકેલી તિજોરી પણ તોડી નાખવામાં આવી હતી, અંદર મુકેલા કીમતી ઘરેણાંની સાથે રોકડ રૂપિયા પણ ગાયબ હતા. આ તમામ દ્રશ્ય જોઈને જતીનભાઈનુ માથું ધ્રુજી ઉઠ્યું હતું, જ્યારે તેમની પત્ની હીનાબેન તો ચીખો નાખી બેઠી હતી. આ ચીખો સાંભળીને આસપાસના પડોશીઓ પણ ત્યાં આવી પહોંચ્યા ગણેશજીની આરતીની અંદર સોસાયટીના દરેક લોકો સામેલ હતા..

એટલા માટે આ ચોરીની ઘટના વિશે કોઈ પણ વ્યક્તિને ખબર પડી નહીં જતીનભાઈ તાબડતો નજીકના પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવવા માટે પહોંચી ગયા હતા અને ત્યાં તેઓએ ફરિયાદ પણ નોંધાવી દીધી હતી કે, તેમના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ ચૂકી છે. જતીનભાઈ ફરિયાદમાં લખાવ્યું હતું કે, તેઓ તેમના કારખાનેથી હિસાબની કુલ 4:30 લાખ રૂપિયાની રકમ ઘરે લઈને આવ્યા હતા..

અને બીજા દિવસે તેઓ તેમના કારખાને પરત લઈ જવાના હતા, પરંતુ એ પહેલા જ તેમના ઘરેથી ચોરી થઈ જતા અત્યારે તેઓ ખૂબ જ મોટી મુશ્કેલી ની અંદર મુકાઈ ગયા છે. તેમના ઘરેથી 4:30 લાખ રૂપિયા રોકડા તેમજ તેમની પત્નીના 20 તોલાના ઘરેણાની સાથે સાથે જમીનના દસ્તાવેજ પણ ગાયબ થઈ ગયા છે..

આ ચોર ખૂબ જ સારો ચોર હોય તેવું લાગે છે, કારણ કે તેણે સમયનો બરાબર મોકો ગોઠવીને જતીનભાઈ ના ઘરે ચોરી કરી નાખી હતી. નક્કી આ ચોર લૂંટારો કોઈ નજીકનો જ વ્યક્તિ હોવો જોઈએ કારણકે જતીનભાઈ અને તેમનો સમગ્ર પરિવાર ઘરે તાળું મારીને ગણેશજીની આરતી કરવા માટે ગણેશ પંડાલમાં જવાનો છે..

તેની જાણકારી સોસાયટીના વ્યક્તિઓ સિવાય કોઈ પણ વ્યક્તિને ન હતી, આ ઉપરાંત તેઓ કારખાનેથી આટલી મોટી રકમ પોતાના ઘરે તિજોરીમાં મૂકી રહ્યા છે. તેની જાણકારી પણ સોસાયટીના વ્યક્તિઓ સિવાય અન્ય કોઈ વ્યક્તિને ન હોવાને કારણે તેમની શંકા નજીકના વ્યક્તિ ઉપર જ જઈ રહી છે..

શંકાના આધારે પોલીસ તપાસ ચલાવી રહી છે, તેમજ સીસીટીવી કેમેરાની પણ તપાસ કરવામાં આવી હતી, આ ઘટનાને લઈને તેઓ ખૂબ જ મોટી મુશ્કેલી ની અંદર મુકાઈ ગયા છે. તેઓએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે, તેઓ આરતી કરીને તેમના ઘરે પરત આવશે ત્યારે તેમને આ ઘટના સહન કરવાનો વારો આવી ગયો હશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘર પાછળના વાડામાં કામ કરતી દીકરાની વહુને જોઈને નરાધમ સસરાએ દાનત બગાડી કરી નાખ્યું એવું કે પરિવાર બદનામ થઈ ગયો, જાણો..!

દરેક વ્યક્તિમાં સારી સમજણ હોય તો ક્યારે પણ કોઈ વ્યક્તિ મોટી મુશ્કેલીઓનો ભોગ બનતો નથી, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *