આખો દિવસ કામ કર્યા બાદ હવે માણસ ખૂબ જ થાકી જાય છે. ત્યારે ઘરે આવ્યા બાદ અન્ય કશું જ બાબતોની પડાપૂછ કર્યા વગર તે શાંતિથી સૂઈ જતો હોય છે. જેથી કરીને આરામ મળી શકે આ કારણે તમે કોઈ પણ સ્થળ પર ફરવા જાઓ છો ત્યારે પણ હલન ચલનને કારણે ભારે થકાન અનુભવાતી હોય છે..
જેથી કરીને કોઈ પણ વ્યક્તિ સાંજે વહેલા સૂઈ જતા હોય છે. એવો જ એક થકાનનો અનુભવ રાજકોટના એક યુવકને થયો હતો અને પોતે ઘરનું બારણું બંધ કર્યા વગર સૂઈ જતા સવારે ઊઠતાની સાથે જ ખૂબ મોટી પરિસ્થિતિનો સામનો કરવાની ફરજ પડી હતી. રાજકોટના કાલાવડ રોડ ઉપર રોયલ પાર્ક સોસાયટીની પાસે આવેલા જય રેસીડેન્સી એપાર્ટમેન્ટમાં સારા સંતોષકુમાર શ્રીવાસ્તવ નામનો યુવક રહે છે.
કામ-ધંધે રજા હોવાને કારણે તે દ્વારકા દર્શન કરવા માટે ગયો હતો. પરંતુ સાંજે ઘરે આવતા હતા તેને ખૂબ જ મોડું થઈ ગયું હતું. અને શરીરમાં ખૂબ જ થાક અનુભવ્યો હતો. જેના કારણે સારાંશ ઘરે આવતાની સાથે જ સુઈ જવાના મૂડમાં હતો. થકાન એટલી બધી હતી કે તેને પોતાના ઘરનો દરવાજો ખૂલ્લો રહી ગયો છે તેનો સહેજ પણ અંદાજ હતો નહીં અને તે પોતે આરામથી સુઈ ગયો હતો..
આખી રાત દરમિયાન તેના ફ્લેટનો દરવાજો ખુલ્લો ખુલ્લો જ હતો. વહેલી સવારે આ દરવાજાને ખુલ્લો જોઈને કોઈ અજાણ્યા યુવકે તેના રૂમની અંદર પ્રવેશ કરીને કીમતી ચીજ વસ્તુઓની ચોરી કરી લીધી છે. આ બનાવ સામે આવતાની સાથે જ સોસાયટીના તમામ રહીશોમાં ચકચાર મચી ગયો છે..
સૌ કોઈ લોકો આ ચોરને પકડી પાડવા માટે કામે લાગી ગયા છે. સંતોષકુમારના ઘરેથી બે લેપટોપ તેમજ બે મોબાઇલ ની સાથે કુલ લાખ રૂપિયા આસપાસ ની કિંમતની ચોરી થઇ છે. તે જ્યારે સવારે જાગ્યો અને જોયું તો તેનો તેના મોબાઇલ અને લેપટોપ બંને ગાયબ હતા. તેણે તેના રૂમ પાર્ટનરને પૂછ્યું પરંતુ રૂમ પાર્ટનરનો મોબાઈલ પણ ગાયબ હતો.
તેમજ લેપટોપ પણ ગાયબ હતું. એટલા માટે તેઓ તાત્કાલિક ધોરણે શોધખોળ કરવા લાગ્યા હતા. અને અંતે રૂમનો દરવાજો ખુલ્લો મળતાં તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. થાકનો અનુભવ થતાની સાથે જ સાંજે તેઓ વહેલા સુઈ ગયા હતા અને સવારે જાગીને જોયું તો ખૂબ મોટી આફત આવી પડી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]