સંઘ કાઢીને માતાજીના દર્શને જતા 17 પદયાત્રીઓ સાથે બન્યું એવું કે 7 લોકોના કાળજા ચીરતા મોત થયા, લાશોના ઢગલા થયા..! ઓમ શાંતિ..

કોણ જાણે ક્યારે કઈ ઘટના બની જાય અને ક્યારે મૃત્યુ ઉડતું આપણી માથે આવીને બેસે તેનું કશું નક્કી કહી શકાતું નથી, આપણે જે પરિસ્થિતિની અંદર હોય ત્યાં મોજ મજાથી જીવન જીવી લેવું જોઈએ, કારણ કે આવનારી મિનિટની અંદર જ આપણું મૃત્યુ લખ્યું હોય તો આપણે કશું કરી શકતા નથી..

અત્યારે કુલ 17 જેટલા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે સંઘ કાઢીને જઈ રહ્યા હતા, માતાજીનું નામ અને માતાજીની આસ્થા મનમાં આટલી બધી ભરાયેલી હતી કે, સૌ કોઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ તેમજ એક સાથે 7 શ્રદ્ધાળુઓ સાથે એવી ઘટના બની ચૂકી કે, બિચારાઓનું કમ કમાટી ભર્યું મૃત્યુ થઈ ગયું હતું..

આ ઘટના રાજસ્થાનના કરોલી માંથી સામે આવી છે. અહીં મધ્યપ્રદેશથી કુલ 17 જેટલા પદયાત્રીઓ સંઘ કાઢીને ચાલતા ચાલતા કૈલા દેવી માતાજીના દર્શન કરવા માટે રાજસ્થાન તરફ આવી રહ્યા હતા. આ તમામ વ્યક્તિઓ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના ચાંદોદ જિલ્લા ગામના રહેવાસી હતા..

તેઓ ચાલતા-ચાલતા માતાજીના દર્શન માટે આવી રહ્યા હતા, એ વખતે રસ્તામાં આવેલી છોઇ ઘાટની પાસેથી પસાર થતી ચંબલ નદીમાં તેઓ નાહવા માટે ઉતર્યા હતા અને ત્યાં ખૂબ જ ઊંડા પાણીમાં ફસાઈ જવાને કારણે એક પછી એક કુલ સાત જેટલા વ્યક્તિઓ ડૂબવા લાગ્યા હતા અને તેમની બચાવો.. બચાવોની ચીખો અને અવાજ સાંભળીને આસપાસના લોકો પણ ત્યાં દોડીને આવી પહોંચ્યા હતા..

અને તેમને બચાવવા માટે મથામણ કરવા લાગ્યા હતા, પરંતુ તેમાંથી કોઈ પણ વ્યક્તિને બચાવી શકાય નહીં. આ ઘટનાની જાણકારી તરત જ રેસ્ક્યુ ઓપરેશનની ટીમ સુધી પણ પહોંચાડવામાં આવી હતી. માત્ર અડધી કલાકની અંદર જ રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું જેમાં અત્યાર સુધી કુલ બે વ્યક્તિઓની લાશને બહાર કાઢવામાં આવી છે..

જેમાં 50 વર્ષની દેવકીનંદન અને અન્ય એક યુવકનો સમાવેશ થાય છે, જ્યારે 24 વર્ષની રુકમણી, 12 વર્ષનો લવકુશ, 17 વર્ષનો વ્રજ મોહન, 45 વર્ષની અલોપા બાઈ અને 19 વર્ષનો સુનીલ હજુ પણ લાપતા છે. તેમને પાણીની અંદર શોધખોળ કરવા માટે તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી રહી છે..

એ ઘટના સ્થળે ત્રણ જેટલી મેડિકલ ટીમોને પણ બોલાવી લેવામાં આવી આ ઉપરાંત ચાર લોકોના તાત્કાલિક ઈલાજ માટે તેમને મંત્રાલની હોસ્પિટલની અંદર પણ મોકલવામાં આવ્યા છે, 17 માંથી કુલ 10 જેટલા લોકો સુરક્ષિત રીતે બચી ગયા છે અને સાત વ્યક્તિઓના મૃત્યુની આશંકાઓ દેખાઈ આવી છે..

જ્યારે કલેક્ટરને પણ આ વાતની ખબર પડી ત્યારે મોટા મોટા અધિકારીઓ પણ અહીં આવી પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ બનાવ જ્યાં બન્યો ત્યાં નદીને પાર કરવા માટે કોઈ પણ પ્રકારના પુલ કે હોડીની વ્યવસ્થા નથી એટલા માટે લોકો ચાલીને જ આ નદી પાર કરવા માટે મજબૂર બને છે..

એવામાં તેઓ ચાલતા ચાલતા નદીમાં નાહવા કૂદી અને તેમનું કમ કમાટી ભર્યું મૃત્યુ થઈ ગયું છે. તેવો મધ્યપ્રદેશના તેમના ગામથી આજથી ચાર દિવસ પહેલા રવાના થઈ ગયા હતા અને 350 કિલોમીટરનું અંતર કાપીને તેઓ અહીં આવી પહોંચ્યા હતા, પરંતુ તેઓ જ્યારે માતાજીના મંદિરથી માત્ર પાંચ કલાક દૂર હતા..

ત્યાં જ તેમની સાથે એવી ઘટના બની ગઈ કે, એક સાથે 7 વ્યક્તિના મૃત્યુનો બનાવ સામે આવી ગયો છે. હકીકતમાં આ ઘટના ખૂબ જ હચમચાવી દેતી સાબિત થઈ ગઈ છે, તરવૈયાઓએ એક પછી એક દરેક વ્યક્તિઓની લાશને બહાર કાઢવાની સાથે જ ત્યાં લાશના ઢગલા થઈ ગયા હતા..

આ તમામ પદયાત્રી હોય ત્યારે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે, તેઓ માતાજીનું નામ લઈને ચાલતા ચાલતા માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા અને એ જ વખતે તેમની સાથે ખૂબ જ મોટી આફત ટકરાઈ જવાની છે. અને જેમાં કુલ સાત વ્યક્તિના મૃત્યુ પણ થઈ જવાના છે, જ્યારે આ તમામ મૃતક વ્યક્તિના પરિવારજનો સુધી આવા પહોંચી ત્યારે તેમના માથે પણ આફતોનું આભ ફાટી નીકળ્યું હતું..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment