Breaking News

સમૂહ લગ્નમાં મહેમાન બનીને કન્યાદાન કરવા ગયેલો પરિવાર ઘરે આવતા જ ચીસો નાખી ગયો, પડોશીઓ પણ થરથર ધ્રુજી ગયા..!

દિન પ્રતિ દિન ભેજા બાજ લોકો સામાન્ય વ્યક્તિનું જીવન મુશ્કેલ મય બનાવી દીધું છે. દરેક વ્યક્તિને તેના પરિવારની સાથે સાથે ઘરવખરી તેમજ નોકરી ધંધાનું પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. ડગલેને પગલે જો સહેજ અમથી પણ ચૂક થઈ જાય તો તેમને નુકસાનીનો માર સહન કરવાનો વારો આવી જતો હોય છે.

અત્યારે એક પરિવારની કમર ભાંગી નાખે તેવી એક ઘટના સામે આવી છે. આ બનાવો ઈશ્વરપુરા વિસ્તાર પાસે આવેલી લક્ષ્મણ નગર કોલોનીનો છે. આ કોલોનીમાં માધવસિંહભાઈ તેમના પરિવાર સાથે રહે છે. માધવસિંહભાઈ ખૂબ જ મોટો વેપાર અને ધંધો ધરાવે છે. તેઓ તેમની સોસાયટીના સૌથી વધુ દાનેશ્વર વ્યક્તિ કહેવામાં આવે છે..

તેઓ દરેક જગ્યાએ સૌથી વધારે દાન આપે છે. તેમની કોલોનીની પાછળની સોસાયટીમાં એક સમૂહ લગ્નનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અંદાજે 25 થી 30 જેટલા વ્યક્તિના લગ્ન કરાવવામાં આવી રહ્યા હતા. આ સમૂહ લગ્નમાં દરેક દીકરીઓને તેઓએ કન્યાદાન આપવાનું વિચાર્યું હતું અને આ સમૂહ લગ્નની અંદર મહેમાન બનીને તેઓ કન્યાદાન કરવા માટે પણ પરિવાર સાથે પહોંચી ગયા હતા..

પરંતુ જ્યારે તેઓ આ સમૂહ લગ્નની અંદર હાજરી આપીને ઘરે પરત આવ્યા હતા ત્યારે એવી ઘટના બની ગઈ છે કે તેમની પત્ની ચીસો નાખવા લાગી હતી. તેમજ આ ઘટનાને જોઈને તેમના પાડોશમાં રહેતા લોકો પણ ધ્રુજી ગયા છે. જ્યારે રાત્રિના સમયે તેઓ પરત આવ્યા ત્યારે તેમણે જોયું કે..

તેમના ઘરનું તાળું તૂટેલું હતું અને અંદર પ્રવેશ કરતાની સાથે જ ઘરના ઉપરના માળે આવેલી રૂમમાં મુકેલા કબાટને તોડીને તેની અંદરથી સોનાના દાગીના ચોરી કરી લેવામાં આવ્યા હતા. જ્યારે નીચેની રૂમમાં રહેલા તિજોરીમાંથી રોકડ રૂપિયા પણ ગાયબ હતા. આ ઘરની અંદર અંદાજે આઠથી દસ લાખ રૂપિયાની ચોરી થઈ ગઈ હતી..

અને ઘરનો તમામ સામાન વેર વિખેર કરી નાખવામાં આવ્યો હતો. ઘરમાં રહેલી ટીવી અને ફ્રીજ જેવી વસ્તુઓમાં પણ તોડફોડ મચાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત ફર્નિચર તેમજ કાચની ચીજ વસ્તુઓને પણ તોડીને ભુક્કો બોલાવી દીધો હતો. આ ઘરને જોતા જ માધવસિંહભાઈ ની પત્ની ગીતાંજલિ બેન જોર જોરથી ચીસો નાખવા લાગી કે..

તેમના ઘરમાં એવું તો શું થઈ ગયું છે કે આખું ઘર વિખાઈ ગયું છે. ઘરનો તમામ સામાન પણ વેર વિખેર થયો છે તેમજ ખૂબ જ મોટી નુકસાની આવી પડી છે. સાંભળીને તેમના પડોશમાં રહેતા લોકો પણ અહીં આવી પહોંચ્યા હતા, તેઓ પણ થરથર ધ્રુજી ગયા કે, આખરે માધવસિંહભાઈ ખૂબ જ નામચીન વ્યક્તિ છે…

તેમજ તેમની ધાક સમગ્ર વિસ્તારમાં છે. છતાં પણ કોઈ વ્યક્તિ તેમના ઘરે ઘુસીને ચોરી કરીને જતો રહ્યો છે અને કોઈ વ્યક્તિને ખબર પડી નથી. તો અન્ય સામાન્ય વ્યક્તિઓ માટે તો આવનારા સમયમાં શું થશે તેનું કશું કહી શકાય નહીં. માધવસિંહભાઈ તરત જ પોલીસ સ્ટેશન હાજર થયા હતા અને ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે..

તેઓ જ્યારે સમૂહ લગ્નમાં મહેમાન બનીને દીકરીઓને કન્યાદાન કરવા માટે ગયા ત્યારે તેમના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ ગઈ છે. તેવો ઘરે પરત આવ્યા ત્યારે તેમને ખબર પડી કે, ચોરીની આ ઘટના બની ચૂકી હતી. તેઓએ ત્રણથી ચાર શંકાસ્પદ વ્યક્તિઓના નામ રજૂ કર્યા છે. આ ત્રણથી ચાર વ્યક્તિ સાથે માધવસિંહભાઈ નો થોડા સમય પહેલા ઝઘડો થયો હતો.

કદાચ આ ચાર વ્યક્તિઓએ તેમના ઘરે ચોરી કરાવી હશે અથવા તો તેમને જ ચોરી કરી હશે. તેવું જણાવ્યું છે. પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓના આધારે લોકોને નિવેદન નોંધવાનું શરૂ કરી દીધું છે અને સીસીટીવી કેમેરા તપાસ કરી આ જો લૂંટારાનો અતો પતો મેળવાય રહ્યો છે. કારણ કે તેઓ ખૂબ જ મોટી રકમ ચોરી કરીને ભાગી ગયા છે. જેને પકડવા ખુબ જ જરૂરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *