કોઈપણ શુભ પ્રસંગમાં અડચણ ઉભી ન થાય અને કોઈ પણ પ્રકારના વિધ્નો આડા ન આવે એટલા માટે ઘરના વડીલો પ્રસંગ શરૂ થતાં પહેલાં જ ભગવાનને પ્રાર્થના કરીને જણાવતા હોય છે કે, હે ભગવાન આ પ્રસંગોને સારી રીતે પાર પાડી દેજે. પરંતુ આપણે એવા ઘણા બધા બનાવો સાંભળ્યા છે..
જેમાં શુભ પ્રસંગે પણ અણબનાવ બનતા જ પરિવારને ખુશી માતમમાં ફેરવાઈ જતી હોય છે. હિંમતનગરના ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામમા રેહતો નાઈ પરિવાર એક સમૂહ લગ્નમાં હાજરી આપવા માટે કલોલ જવા માટે નીકળ્યા હતા. સમગ્ર પરીવારજનોમાં ખુશીનો માહોલ દેખાઈ રહ્યો હતો..
તેઓ હિંમતનગરના વિજાપુર રોડ પરથી પસાર થતા હતા. એવામાં દરોલ ગામની સીમમાં જ્યારે તેઓની જીપ પહોંચી ત્યારે કાબુ ગુમાવતા ની સાથે જીપ રસ્તા પરથી નીચે ઉતરી ગઈ હતી. અને એક દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમા સવારના આઠ વાગ્યા આસપાસ સર્જાયો હતો..
જેમાં કુલ 13 લોકો સવાર હતા. તમામ લોકો માત્ર એક પરિવારના હોવાનું જણાયું છે. ધડાકાભેર અથડાતાની સાથે જીપમાં સવાર ૫૪ વર્ષની એક મહિલાનું મૃત્યુ થયું છે. મૃત્યુ પામનાર મહિલા તારાબહેનને શરીરમાંથી લોહી વહી ગયું હતું. જેના કારણે તેનું મૃત્યુ થયું છે. જ્યારે અન્ય ૧૨ વ્યક્તિઓને નાની-મોટી ઇજા પહોંચી છે..
હિંમતનગર બાઇપાસ રોડ ઉપર મણિ રત્ન પેટ્રોલ પંપ આવેલો છે. તેની સામેના રોડ પર આ જીપ ઉતરી ગઈ હતી. જીપ રોડ પરથી નીચે ઉતારવા લાગી હતી એ સમય દરમ્યાન મુસાફરો જોરથી બુમ કરવા લાગ્યા હતા. એટલે આજુબાજુના ખેતરના અને પેટ્રોલ પંપ પર ના લોકો ત્યાં દોડી આવ્યા હતા..
સાથે સાથે હાઇવે પરથી પસાર થતા તમામ વાહનો અટકી ગયા હતા. અને આ લોકોની મદદ તે ત્યાં આવી પહોંચ્યા હતા. જીપમાંથી ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ ગંભીર રીતે ઘાયલ થયેલા તમામ લોકોને 108 બોલાવી ને સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતને પગલે ફફડાટ મચી ગયો હતો. તેમજ આસપાસના વિસ્તારોમાં પણ ચર્ચાનો માહોલ સર્જાઈ ગયો હતો. અકસ્માતને પગલે શાંતિભાઈ કાલિદાસના નામના યુવકે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જીવ ચલાવનાર દિલીપભાઈ મણીભાઈ વાળા નામના યુવક સામે ફરિયાદ નોંધાવી છે.
અકસ્માતમાં શાંતિભાઈ, પ્રહલાદભાઈ, મંજુલાબેન, આનંદીબેન, સવિતાબેન, બાબુભાઇ, ઇશ્વરભાઇ, તારાબેન, ગીતાબેન, હીરાભાઈ, દિલીપભાઈ અને અંજના બહેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. હાલ તેઓ હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. આ અકસ્માતએ નજરે જોનાર પણ વિચારમાં મુકાઈ ગયા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]