Breaking News

સંપતિ નામે ન કરી દેતા દીકરા અને વહુએ ઘરડા માં-બાપને ઢોર માર મારીને કાઢી મુક્યા, લાચાર માં-બાપ આપઘાત કરવા કેનાલે પહોચ્યા અને પછી તો જે થયું… વાંચો..!

હાલના સમયમાં લોકો પોતાના મા-બાપ સાથે સારું વર્તન કરવું એ ભૂલી ગયા છે. લોકો માતા-પિતા સાથે ખરાબ વર્તન કરીને સમાજમાં પોતાનું નામ બદનામ કરી રહ્યા છે. ઘણા બધા લોકો પોતાના માતા પિતા સાથે ખરાબ વર્તન કરીને તેની સાથે મારામારી કરી રહ્યા હોય છે. દીકરા અથવા દીકરીઓને માતા-પિતા પેટે પાટા બાંધીને મોટા કરે છે.

અનેક મુશ્કેલીઓ સહન કરીને જન્મ આપી તેને ભણાવી ગણાવીને તેની જિંદગીને સુધારી રહ્યા હોય છે પરંતુ આ જ દીકરો દીકરી પોતાના માતા પિતા સાથે ખરાબ વર્તન કરીને તેની સાથે મારામારી કરી રહ્યા હોય છે. દીકરાના લગ્ન થતા તેની વહુ પણ પોતાના સાસુ સસરાઓ સાથે ખરાબ વર્તન કરી રહી હોય છે.

આજકાલ સમાજમાં દીકરો અને દીકરી પોતાના માતા પિતા સાથે પ્રોપર્ટીને કારણે અનેક ખરાબ ઘટનાઓ કરી રહ્યા હોય છે. ક્યારેક તો મારામારી કરીને તેની હ.ત્યા પણ કરી રહ્યા હોય છે. આવી જ એક પ્રોપર્ટીને કારણે ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના ગાંધીનગર જિલ્લામાં બની હતી. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના એક સમૃદ્ધ ગામમાં આ ઘટના બની હતી.

સમૃદ્ધ ગામમાં રહેતા પરિવારના વૃદ્ધ માતા-પિતા સાથે આ પ્રોપર્ટીને કારણે ગંભીર ઘટના બની હતી. ગામમાં વૃદ્ધ માતા પિતા પોતાના દીકરો અને તેની દિકરાની વહુ સાથે રહેતા હતા.

પરિવારમાં રહેતા વૃદ્ધ પિતાની ઉંમર 60 વર્ષની હતી. તેની પત્નીની ઉંમર 58 વર્ષની હતી. તેના દીકરાની ઉંમર 35  વર્ષની હતી. આ વૃધ્ધ માતા પિતા પાસે કરોડો રૂપિયાની પ્રોપર્ટી હતી. વૃદ્ધ પિતાએ જાત મહેનત કરીને આ પ્રોપર્ટી બનાવી હતી કે, જેથી તેના દીકરાની જિંદગી સુધારી શકે પરંતુ દીકરાએ તેના માતા પિતા સાથે ખરાબ હતું.

તેને કારણે વૃદ્ધ પિતાએ દીકરાના નામે પ્રોપર્ટી કરી ન હતી. દીકરો અને તેની વહુ પ્રોપર્ટી પોતાના નામે વૃધ્ધ માતા પિતા પાસેથી કરાવવા માગતા હતા. પ્રોપર્ટી પોતાના નામે કરવા માટે અવારનવાર તેના પર દબાણો કરતા હતા.  ધમકીઓ આપતા હતા પરંતુ માતા-પિતા જાણી ગયા હતા કે દીકરો અને તેની વહુની દાનત ખૂબ જ ખોટી છે.

તેઓ પ્રોપર્ટી નામે કરી દેશે તો તેમને રાખશે નહીં. તે માટે માતા પિતાએ પ્રોપર્ટી દીકરાના નામે કરી ન હતી. દીકરો કામ ધંધા વગર સાવ જ બેસી રહેતો હતો. તેને કારણે પિતા પોતાના દીકરાના નામે પ્રોપર્ટી કરવા માંગતા ન હતા. પરિણામે દીકરો અને વહુએ એક દિવસ વૃદ્ધ માતા પિતાને દબાણ કર્યું કે, ‘તેઓ પોતાના નામે પ્રોપર્ટી કરી દે’.

પરંતુ માતા પિતાએ પ્રોપર્ટીના કાગળ ઉપર સહી કરીને નહીં તેથી તેની સાથે ખૂબ જ મારા મારી કરી હતી. દીકરાએ પોતાના પિતા ઉપર ઢોર માર્યો હતો અને વહુએ પોતાની સાસુ ઉપર ઢોરમાર મારીને તે બંનેને ઘરેથી કાઢી મૂક્યા હતા. અને ધમકી આપી હતી કે, ‘પાછા ઘરે આવશો તો જાનથી મારી નાખીશું’ આવી ધમકીઓ આપતા વૃદ્ધ માતા પિતાને ખૂબ જ ખોટું લાગ્યું હતું.

તેઓએ પોતાના દીકરાને વહાલથી મોટો કર્યો હતો પરંતુ તેની સાથે બદલામાં આવું મળશે. તેને જાણ્યું ન હતું. તે માટે માતા પિતા શેરી પાસે આવેલી નર્મદા કેનાલમાં કૂદીને પોતાનો જીવને ટૂંકાવી લેવાનું વિચાર્યું હતું. તે સમયે તેઓ નર્મદા નદીની કેનાલની પાળી ઉપર ઉભા હતા. તે સમયે રસ્તા પરથી પસાર થતાં વ્યક્તિઓએ વૃદ્ધ માતા પિતાને અટકાવ્યા હતા.

પરંતુ વૃદ્ધ માતા પિતાએ એની વાત ન માનતા મહિલા અભ્યમની ટીમને ફોન કરીને આ ઘટના જણાવી હતી. મહિલા અભિમન્યુ ટીમ વૃદ્ધ માતા પિતા પોતાનું જીવન ટૂંકાવી આવે તે પહેલા પહોંચી ગઈ હતી. અને બંને વૃધ્ધ માતા-પિતાને બચાવી લેવામાં આવ્યા હતા. માતા-પિતાને વૃદ્ધા અવસ્થામાં પણ ઘણું સહન કરવું પડે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પડોશી મહિલાને કપડા સુકવતી જોઈને નરાધમ યુવકે યોગા કરવાના બહાને કપડા કાઢીને કરી એવી હરકતો કે જાણીને ભલભલાને પરસેવો છૂટી ગયો.. વાંચો..!

અત્યારે ખૂબ જ વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જે દરેક વ્યક્તિઓએ જાણી લેવો જોઈએ અને …

Leave a Reply

Your email address will not be published.