Breaking News

ગાડીના પાર્કિંગ જેવી સામાન્ય બાબતે 2 શખ્સોએ ક્ષત્રીય યુવકની કરી હત્યા, જાહેર રસ્તા પર જ ઘાતકી ઘા મરાયા…!

નાની નાની બાબતોને લઈને માથા ફરેલા શખ્સો કોઈપણ વ્યક્તિની હત્યા કરી નાખવામાં અચકાતા નથી. કારણ કે તેઓના મનમાં કાયદા કાનૂનને કોઈપણ પ્રકારનો ડર નથી. જો આવા નરાધમઓમા કાયદા કાનુનનો ડર બેસાડી દેવામાં આવે તો તેઓ બીજીવાર કોઈપણ વ્યક્તિને હેરાનગતિ પહોંચાડતા કે હત્યા જેવી નિમ્નકક્ષાની પ્રવૃત્તિ કરતાં પહેલાં સો વખત વિચાર કરશે.

હાલ રાજકોટમાં ખુબ જ ગંભીર બનાવ બન્યો છે. માત્ર બાવીસ વર્ષના યુવાનની જાહેર રસ્તા પર ઘા.ત.કી. હ.ત્યા કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. રાજકોટ શહેરમાં આવેલા કોઠારીયા રોડ ઉપર પરાક્રમસિંહ ઘનશ્યામસિંહ પઢીયાર પોતાની ગાડીને પાર્કિંગમાં મુકવા જતા હતા..

એ સમય દરમ્યાન તેની હત્યા થઈ ગઈ છે પરાક્રમસિંહ પોતે રાજકોટના એક હીરાના કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરતા હતા. પરિવારના મોભી હોવાથીએ તમામ જવાબદારીઓ પોતાના ખભા પર હતી. પરંતુ એક દિવસ તેઓ જ્યારે કારખાનેથી ઘરે પરત ફરી રહ્યા હતા એ સમય દરમિયાન શહેરના રણુજા મંદિર પાસે એક મેડિકલ આવેલું છે..

ત્યાં તેણે તેની બાઇક પાર્કિંગમાંથી કાઢી રહ્યો હતો. પાર્કિંગમાં બાઈક ખૂબ જ નજીક નજીક હોવાથી તેમની બાઈક નું હેન્ડલ બીજી બાઈક સાથે અથડાયું હતું. એટલા માટે બે શખ્સો પરાક્રમસિંહ સાથે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી કરવા લાગ્યા હતા સામાન્ય બાબતને લઈને બંને શખ્સોએ પોતાની પાસે રહેલા તિક્ષણ હથિયારો કાઢ્યા હતા..

અને પરાક્રમ સિંહને ગંભીર ઇજા પહોંચાડી હતી. ઘટના સ્થળે જ છરીના ઘા મારીને પ્રારંભ થઈને ઇજાગ્રસ્ત કરી નાખ્યા હતા. એટલા માટે તાત્કાલિક ધોરણે તેઓને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના ડોક્ટરે જણાવ્યું હતું કે પરાક્રમસિંહને થોડી ઘણી સારવાર આપ્યા બાદ પણ તેમનું મૃત્યુ થયું છે..

આ સમાચાર પરાક્રમસિંહ પરિવારજનોને મળતાની સાથે જ તેઓ આઘાતમાં ચાલ્યા ગયા હતા. કારણ કે નાની અમથી વાતને લઈને તેમના પરિવારના એક સભ્યનેનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટનાને લઇને આજીડેમ પોલીસ ઘટના સ્થળે પહોંચીને પરાક્રમસિંહ લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી..

ત્યારબાદ હત્યાનો ગુનો નોંધીને બંને આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. થોડાકજ કલાકોમાં પોલીસે બંને આરોપીને પકડી પાડ્યા છે. હાલ તેઓને પણ પૂછતાછ કરવામાં આવી રહી છે. આ બંને આરોપીઓમાંથી એક આરોપી સાવ નાની વયનો હોવાનું જાણવા મળ્યું છે. કારણકે તે હજુ બોર્ડની પરીક્ષાઓ આપી રહ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *