ભારત દેશમાં અનેક વિસ્તારોમાં યુવાન દીકરીઓ તેમજ મહિલાઓ પર છેડતીની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક છેડતી ની ઘટના પંજાબના મોહાલી જિલ્લાના જીરકપુર વિસ્તારમાં જોવા મળી છે. પંજાબના મોહાલી જિલ્લામાં જીરકપુર વિસ્તારમાં પિતા અને પુત્રીના સંબંધને કલંક લગાવે તેવી એક ઘટના સામે આવી છે.
થોડાક દિવસો પહેલા જીરકપુર વિસ્તારમાં રહેતી એક સગીરાએ પોતાના પિતા વિરુદ્ધ છેડતી નો આરોપ લગાવ્યો હતો. તે સગીરા એ જણાવ્યું કે તેના પિતા વારંવાર તેના પર બંદી નજર નાખતા હતા. આ ઉપરાંત જ્યારે તે ઘરમાં એકલી હોય તેમજ રાત્રે સુતી હોય ત્યારે તેના પર જોર જબરદસ્તી કરતા હતા.
તેના પિતાની આ ખરાબ હરકતોના કારણે કંટાળીને તેણે ઘર છોડવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે તે ઘર છોડીને ભાગી ગઈ ત્યારે તેના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તે સગીરાની શોધી કાઢી હતી. સગીરાએ એકવાર ઘર છોડ્યા બાદ પણ તેના પિતાએ તેને હેરાન કરવાનું છોડ્યું ન હતું.
થોડા દિવસો પછી ફરીવાર તેના પિતાએ તેની સાથે છેડછાડ કરવાનો શરૂ કર્યું હતું. પરંતુ શરમજનક વાત તો એ છે કે જ્યારે પોતાની માતાને આ વાતની જાણ કરી ત્યારે માતાએ તેનો સાથ આપવાને બદલે તેને માર માર્યો હતો. તેમજ આ વાતની જાણ બહાર કોઈને પણ ન કરવા માટે જણાવ્યું હતું.
તેમજ તેના પિતા તેને પોતાના મૂળ ગામ બિહાર લઈ ગયા હતા. ત્યાં જઈ ને જ્યારે તે સગીરાએ તેના પિતાની આ હરકતો પર અવાજ ઉઠાવ્યો. ત્યારે તેના પિતાએ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બાબતને લઈને તે ખૂબ જ મૂંઝવણમાં આવી ગઈ હતી. ત્યારબાદ તેણે હેલ્પલાઇનમાથી મદદ માંગી હતી.
તે સગીરાની ફરિયાદ મળ્યા બાદ ચાઈલ્ડ હેલ્પલાઇન કમિટીના સભ્યો અનિલ કુમાર ગુપ્તા, કુલવીંદર કૌર, નીતિ મોહન તથા સુખવિન્દ્ર સિંહે આ કેસની પૂરેપૂરી માહિતી જીરકપુર પોલીસ સ્ટેશનને આપી હતી. જેથી જીરકપુર પોલીસ સ્ટેશન પોલીસ કર્મી તરત જ સગીરાના માતા-પિતા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તેમજ સગીરા ના માતા પિતા ની પૂછપરછ શરૂ કરી છે. થોડા સમયમાં જ તેમની ધરપકડ કરવામાં આવશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]