Breaking News

સગી માતાએ તેની એકની એક દીકરીને રીંછના પાંજરામા ફેંકી દીધી, તરત જ ભગવાને કર્યો મોટો ચમત્કાર અને પછી તો….

માતા તો પોતાના બાળકોને ખુબ લાડ પ્રેમથી ઉછેર કરતી હોઈ છે. પણ અમુક કિસ્સાઓ એવા પણ સાંભળવામાં આવ્યા હશે કે જેમાં જનની જ હત્યારી બની જાય છે. આજનો આ લેખ વાંચીને તમે પણ ચક્કર ખાઈ બેસશો કે આ મહિલા તો તદન માથા ફરેલ છે કે શું..? ઉઝબેકિસ્તાનમાં માતાની મમતા લજવતો એક કિસ્સો બન્યો છે..

કહેવાય છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. એટલે કે સંતાનો માતા સાથે કંઇક ખોટું કરી શકે છે પરંતુ માતા ક્યારેય પોતાના સંતાનનું ખરાબ વિચારતી નથી કે તેની સાથે કંઈ ખોટું થવા દેતી નથી. પરંતુ ઉઝબેકિસ્તાનમાં એક માતાએ તેની ત્રણ વર્ષની પુત્રી સાથે જે કર્યું તેનાથી ચકચાર મચી ગઈ છે.

ઉઝબેકિસ્તાનના તાશ્કંતના એક પ્રાણીસંગ્રહાલયની આ ઘટના છે, જ્યાં એક ત્રણ વર્ષની બાળકી તેની માતા સાથે પ્રાણીસંગ્રહાલયમાં આવી હતી. દરમ્યાન, મહિલા તેને રીંછ બતાવવા લઇ ગઈ અને બંને રેલિંગ પાસે ઉભા રહી ગયા. ત્યારબાદ આંખના પલકારામાં તેણે બાળકને ઊંચકીને પાંજરામાં ફેંકી દીધું હતું. સમગ્ર મામલો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો છે.

બાળકી નીચે પડતા જ રીંછ દોડતું તેની નજીક આવી ગયું હતું, જોકે સદભાગ્યે તેણે બાળકને નુકસાન પહોંચાડ્યું ન હતું અને સૂંઘીને ચાલ્યું ગયું હતું. થોડી જ ક્ષણોમાં પ્રાણીસંગ્રહાલયના કર્મચારીઓએ પાંજરું ખોલીને બાળકીને બહાર કાઢી હતી. જાણવા મળ્યું હતું કે, બાળકીને માથામાં વાગ્યું હતું અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

પ્રાણી સંગ્રહાલયના પ્રવક્તાએ કહ્યું કે, મહિલાએ પોતાના બાળકને જાણી જોઈને જ રીંછના પિંજરામાં ફેંકી દીધું હતું. જેની જુબાની ત્યાં આસપાસ ઉભેલા લોકોએ પણ આપી છે તેમજ સીસીટીવી પરથી પણ સ્પષ્ટ થાય છે. જોકે, હજુ સુધી તેની આ હરકત પાછળનું કારણ જાણી શકાયું નથી.

એતો ભગવાનનો ચમત્કાર કે બાળકીને રીંછએ કશુ કર્યુ નથી. નહીતો રીંછ જેવા પ્રાણીઓ ક્યારેય માનવોને હુમલા કરવામાં બાકી મુકતા નથી. આ ઘટના બાદ પોલીસે માતાને પણ હિરાસતમાં લીધી હતી. જો તે દોષી જાહેર થશે તો તેણે ઓછામાં ઓછી 15 વર્ષની સજા થઇ શકે છે. પરંતુ મહિલા દ્વારા આ કૃત્ય કરવા પાછળનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું.    

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *