Breaking News

અગાસી પર સુતેલા પરિવારને બંદુકની અણીએ રાખીને લુંટારાઓએ સફાયો બોલાવી દીધો, અડધી રાત્રે લોકોમાં ફફળાટ સર્જાયો.. જાણો..!

બિચારો પરિવાર સુખ શાંતિની ઊંઘથી સુઈ રહ્યો હતો અને અચાનક જ દોડધામ મચી જવા પામી હતી, એકાએક જાગીને બિચારો પરિવાર જોવે તો તેનો નાનકડો દીકરો લુંટારાઓએ જપ્ત કરી લીધો હતો અને આ દીકરાના માથા ઉપર પિસ્તોલ મૂકી દેવામાં આવી હતી. આ દ્રશ્ય જો કોઈ માતા-પિતાએ પોતાના બાળકો સાથે થતું જોયું હોય તો કદાચ..

તેમના પણ કાળજા ફાટી જાય અને અત્યારે પણ સમગ્ર પરિવારના કાળજા ફાટી ચુક્યા હતા, એવી એક ઘટના શિવપુરી માંથી સામે આવી છે. મધ્યપ્રદેશના શિવપુરી પાસે આવેલા નરોડા ગામની અંદર પેટ્રોલ પંપની સામે રહેતા ઓમકારભાઈ રાવતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તે એક દિવસ અગાઉ તેના જીજાજી ના ઘરે રામગઢ ગામ ગયા હતા..

તેઓ તેમના પિતા, તેમની પત્ની તેમજ તેમના દોઢ વર્ષના દીકરાની સાથે તેમના જીજાજીના ઘરે ગયા હતા અને ત્યાં રાતના સમયે તેઓએ સાથે ભોજન લીધા બાદ ઘરની નીચેના ભાગે ઓમકાર ભાઈના પિતા પલંગ ઉપર સુઈ ગયા હતા. જ્યારે ઓમકાર ભાઈ, ઓમકાર ભાઈની પત્ની, ઓમકાર ભાઈનો દોઢ વર્ષનો દીકરો તેમજ ઓમકાર ભાઈની બહેન અને તેમની બે ભાણકીઓ મકાનની અગાસી ઉપર સૂઈ રહ્યા હતા..

લગભગ અડધી રાત્રે પાંચ થી છ જેટલા ચોર લૂંટારાઓ મોઢે માસ્ક પહેરીને તેમના ઘરની અંદર ઘૂસી ગયા હતા. નીચેના ભાગે સુતેલા ઓમકાર ભાઈના પિતાને મોઢા ઉપર કપડું દબાવી દઈ તેને કાનપટ્ટી ઉપર પિસ્તોલ લગાવી દીધી હતી અને ત્યારબાદ તેઓ પર ચાલ્યા ગયા ત્યાં ઓમકાર ભાઈના દોઢ વર્ષના દીકરાને તેઓએ પાસે લઈને લૂંટફાટ ચલાવવાનું શરૂ કરી દીધું હતું..

નીચેના માળે રહેલા ઘરમાંથી આઠથી નવ તોલા જેટલું સોનું અડધો કિલો ચાંદી તેમજ એક લાખ રૂપિયા રોકડા લૂંટીને અને તમામ લુટારા હોય ત્યાંથી ભાગી ગયા હતા, આ ઘટનાને લઈને ઓમકાર ભાઈ એ તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી હતી કે, તેમના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ ગઈ છે..

સદનસીબે આ ચોર લૂંટારાઓ એ કોઈપણ વ્યક્તિને નુકસાન પહોંચાડ્યું નથી, પરંતુ તેમના ઘરમાં રહેલી તમામ સંપત્તિઓ લૂંટાઈ જવાને કારણે અત્યારે તેઓ ખૂબ જ મોટી મુશ્કેલીઓમાં ફસાઈ ગયા છે. આ લુંટ ચલાવ્યા બાદ તેઓ પાછળના દરવાજાથી ભાગી નીકળ્યા હતા. આ ઘટનામાં કોઈ નજીકના જ વ્યક્તિ હોય તેવું લાગી રહ્યું છે..

કારણ કે કબાટના કયા લોકરની અંદર પૈસા તેમજ ઘરેણા મુકેલા છે, તેની તમામ જાણકારી આ લુટારાઓની પાસે હતી, તેમજ આ ઘટના પાછળ મોટી પ્લાનિંગ કરવામાં આવેલી હોઈ તેવું જણાતું હતું, આ ઘટનાને લઇને ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો કારણ કે આ એક મોટી ચોરી સાબિત થઇ ગઈ હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *