હાલના યુવક-યુવતીઓમાં પારિવારિક લગ્નને બદલે પ્રેમ લગ્નનું ચલણ વધારે ચાલી રહ્યું છે. આજકાલની પેઢીઓ પ્રેમ લગ્નમાં વધારે ભરોસો દાખવે છે. હજુ ભણવાની ઉંમર હોય એ સમયમાં થયેલા પ્રેમસંબંધને કારણે પરિવારને ઘણા બધા માઠા અનુભવો સહન કરવાનો વારો પણ આવતો હોય છે..
હાલ ઉપલેટા તાલુકામાં એવો જ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ તાલુકાના અરણી ગામમાં રીના સોમાજી સિંગરખીયા નામની યુવતી રહે છે. જેની ઉંમર 18 વર્ષની છે. તેણે ખીરસરા ગામે રહેતા મહિડા અનિલભાઈ મનસુખભાઈ નામના યુવક સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા..
અનિલની ઉંમર માત્ર 22 વર્ષની હતી. ત્યારે નાની ઉંમર 18 વર્ષની હતી. આટલી નાની ઉંમરમાં તેઓએ પ્રેમ લગ્ન કરી લેતાં તેમનો પરિવાર ખુબ જ ખુશ થઇ ગયો હતો. જેમાં રીનાના પરિવારજનો આટલા બધા ના ખુશ હતા કે તેઓને પોતાની દીકરી પ્રત્યે નફરત પેદા થવા લાગી હતી..
રીનાના લગ્નને લઈને રીનાના પિતા સોમજી તેમજ તેનો ભાઈ સુનિલ બંને ખૂબ જ રોશ દાખવતા હતા. એક દિવસ તેઓએ આવેશમાં આવીને તેમના જ ઘરની દીકરીના તેમજ તેના લગ્નસાથી અનિલને મોતને ઘાટ ઉતારી દેવાની યોજના ઘડી નાખી હતી. એક દિવસ રીનાને દાંતમાં દુખાવો થતાં અનિલ તેને સારવાર માટે લઈ જતો હતો..
બન્ને ચાલતા ચાલતા કુંભારવાડા નાકા પાસે આવેલા મંદિરે પહોંચ્યા ત્યારે રીના ના પિતા સોમજીભાઈ તેમજ તેનો ભાઈ સુનિલ બંને આવી પહોંચ્યા હતા અને છરીના આડેધડ ઘા ઝીંકી અને બંનેને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટના સાંભળ્યા બાદ તમે પણ વિચારમાં મુકાઇ જશો કે આખરે કોઈપણ પરિવાર પોતાના જ ઘરની દીકરી અને જમાઈને કેવી રીતે મોતને ઘાટ ઉતારી શકે..?
આવી સોચ તેઓને ક્યાંથી આવી હશે. પરંતુ આ ઘટનાએ સૌ કોઈ લોકોને ચોંકાવી દીધા છે. આ બાબતને લઈને ઉપલેટા પોલીસમાં અનિલના પિતા મનસુખભાઈ મહિડાએ ફરિયાદ નોંધાવી દીધી છે. મનસુખભાઈને પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે. જેમાં મોટો દીકરો અનિલ છ મહિના પહેલા રીના સાથે લગ્ન કરી ચુક્યો હતો..
પરંતુ આ લગ્નથી રીનાના પિતા નાખુશ હતા. અનિલ જ્યારે ભાયાવદર કોલેજમાં ભણવા માટે જતો હતો. એ સમય દરમિયાન તેની રીના સાથે આંખ મળી ગઈ હતી. અને બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. એટલા માટે બંને પ્રેમ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. અનિલના પિતા મનસુખભાઈ મહિલાએ પોલીસને વધુમાં જણાવ્યું હતું કે આ અગાઉ પણ તેમના દીકરા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી..
જેના કારણે અનિલ છ મહિના સુધી જેલમાં પણ રહ્યો હતો. પરંતુ જેલમાંથી છૂટીને આવ્યા બાદ રીના અનિલ સાથે રહેવા લાગી હતી. આ બાબત રીનાના પિતાને બિલકુલ ગમતી ન હોવાથી તેણે અને રીનાની હત્યા કરી નાંખી છે. આ ઉપરાંત તેઓ હંમેશા કહેતા હતા કે જ્યાં સુધી અમે રીના અને તેના પતિને મોતને ઘાટ ઉતારી ત્યાં સુધી અમને શાંતિ નહીં થાય.
પ્રેમ સંબંધને કારણે આખરે બે પરિવારો ઉજડી ચૂક્યા છે. આડેધડ ઘા મારીને કરેલી હત્યાને કારણે રીનાના પિતા સોમજીભાઈ તેમજ રીનાનો ભાઈ સુનિલ બંનેને પોલીસ કડકમાં કડક સજા કરશે તેવી ખાતરી આપવામાં આવી છે. ખરેખર આ બનાવ બાદ આસપાસના પંથકમાં અરેરાટી મચી ગઈ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]