Breaking News

સગા બાપે પોતાની 12 માસની દીકરીને કુવામાં ફેંકી દીધી – આ પાછળનું કારણ જાણીને તમે પણ માથું પકડી લેશો..!

ઘોર કળિયુગ ના સમયમાં ઘરમાં ને ઘરમાં જ ડખાઓની સંખ્યા વધી રહી છે. ક્યારેક સાસુ વહુના ઝગડા તો ક્યારેક પતિ પત્ની ના ઝગડા. ગુજરાતના પાલનપુરના ધાણધા ગામે પતિ અને પત્ની વચ્ચે આવો જ કંઈક વિવાદ સર્જાયો હતો જેની સજા એક વર્ષની માસૂમ બાળકીએ ભોગવી હતી.

પતિ અને પત્ની ના ઝગડા વિશે સાંભળીને તમને પણ બે ઘડી એમ થઈ જશે કે આ ક્રૂર પતિને સજા જરૂર આપવી જોઈએ. પાલનપુર ના ધાણધા ગામે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થતાં અમીરગઢના થળા ગામ ની પત્ની રિસાઈને પોતાની 12 માસની પુત્રીને લઇને બહેનના ઘરે ચાલી ગઇ હતી અને થોડાક દિવસ સુધી ત્યાંથી ઘરે પાછી આવી નહોતી.

પરિણીતાનો પતિ સાળી ના ઘરે પહોંચ્યો હતો અને મને મારી દીકરી આપી દે એમ કહીને પુત્રીને ઝડપી લીધી હતી ત્યારબાદ તે ત્યાંથી નીકળી ગયો હતો. પુત્રીને લઈને જતો હતો ત્યાં નજીક રસ્તા પર જ એક કૂવો હતો. પોતાની જ 12 માસની બાળકીને એક કૂવામાં ફેંકી દેતાં ચકચાર મચી ગયો હતો કે સામાન્ય ઝઘડામાં કોઈ પોતાની પુત્રીને કેવી રીતે સજા આપી શકે.

આ પુત્રીને ત્યાંના લોકોની મદદથી બચાવી લેવામાં આવી હતી ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ બાળકીની માતા તથા તેની બહેન અને બનેવીને થઈ હતી. તેઓએ પાલનપુરના પોલીસ મથકે તેના પતિ રમેશ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી હતી.

પોલીસે ફરિયાદ ને સ્વીકારી ને તરત જ કામગીરી હાથ ધરી છે. આ ઘોરકાળી કરતૂતો કરતા પતિને સજા જરૂર આપશે. હવે પતી અને પત્નીના ઝગડામાં આ બિચારી 1 વર્ષની દીકરીનો શું વાંક?

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *