Breaking News

સગા 2 ભાઈના લગ્નની વિધિ માટે જતા ત્રણેય જીજાજીની કારને રસ્તામાં ટ્રેલરે ટક્કર મારતા સર્જ્યો કાળમુખો અકસ્માત, એકસાથે 3 બહેનો વિધવા થતા..!!!

અત્યારના સમયમાં ઘરેથી બહાર નીકળતા જ લોકો સાથે ભયંકર બનાવો બની રહ્યા છે. અમુક પરિવારોમાં દીકરા દીકરીઓના લગ્નને કારણે ખુશીનો માહોલ જોવા મળે છે. દરેક લોકો ખૂબ જ ખુશ હોય છે અને એકસાથે પરિવારના લોકો દીકરા-દીકરીઓના લગ્ન માટે જઈ રહ્યા હોય છે પરંતુ ક્યારે તેમની સાથે શું બની જાય તે કહી શકાતું નથી.

અવારનવાર આવા કિસ્સાઓ ખુબ જ સામે આવી રહ્યા છે પરંતુ હાલમાં એવો એક કિસ્સો સામે આવ્યો હતો. જે જોઈને દરેક લોકોના હૃદય ધ્રુજી ગયા હતા. આ ઘટના ચુરૂમાં આવેલા સરદાર સરહદ જિલ્લાના રતનગઢ રોડ પર રાડાસર ગામ પાસે બની હતી. રાણાસર ગામ પાસે રાતના સમયે ખૂબ જ અંધારું હતું.

અને આ રસ્તા પરથી એક બોલેરો કાર લઈને એક જ પરિવારના લોકો પસાર થયા હતા. તેઓ મુસાફરી કરી રહ્યા હતા. બોલેરો કારમાં બે ભાઈઓના લગ્ન હોવાને કારણે બંને ભાઈઓને લગ્ન પછીની વિધિ કરવા માટે પરિવારના લોકો જઈ રહ્યા હતા. સગા બે ભાઈના લગ્ન હોવાને કારણે પરિવારના લોકો ખૂબ જ ખુશ હતા.

પરિવારમાં બે ભાઈ અને ત્રણ બહેનો છે પરંતુ ત્રણે બહેનોના લગ્ન થઈ ગયા હતા અને બંને ભાઈના લગ્ન હાલમાં હોવાને કારણે પરિવારના લોકો લગ્નની રસમ કરવા માટે પોતાની કાર લઈને જઈ રહ્યા હતા. આ કારમાં વરાજાના કાકાનો દીકરો ગિરીધારીલાલ જાટ અને તેમના ત્રણ જીજાજી બેઠા હતા. ગીરીધારીલાલની ઉંમર 29 વર્ષની હતી.

અને લગ્ન થઈ રહેલા બંને ભાઈઓના નામ લાલચંદ અને હરિરામ છે. વરાજાના ત્રણ જીજાજી એક જ કારમાં બેઠા હતા. જેમાં બે સગા ભાઈઓ હતા. એક જીજાજીનું નામ તારાચંદ ભોમારામ હતું. તેમની ઉંમર 36 વર્ષની હતી. બીજાનું નામ રઘુરામ હેમરાજ હતું. તેમની ઉંમર 30 વર્ષની હતી અને ત્રીજા જીજાજીનું નામ સીતારામ હેમરાજ હતું.

તેમની ઉંમર 32 વર્ષની હતી. સીતારામ અને રઘુરામ બંને સગા ભાઈઓ હતા અને બંને સગી બહેનોના લગ્ન બંને સગા ભાઈઓ સાથે કરાવ્યા હતા. જેના કારણે એક સાથે કારમાં બે સગા ભાઈઓ તેમજ તેમના બનેવી અને એક સાળો મુસાફરી કરી રહ્યા હતા. જેમાં રઘુરામને કોઈ સંતાન નથી. જ્યારે સીતારામને બે દીકરા અને એક દીકરી છે.

વરાજાના કાકાનો દીકરો ગીરીધારીલાલ રાણસર બીકણ ગામમાં રહેતો હતો પરંતુ દાદાના દીકરાના લગ્ન હોવાને કારણે તે લગ્ન કરવા માટે આવ્યો હતો. અને આદમમાલસરમાં રહેતા તારાચંદને બે દીકરા અને એક દીકરી સંતાનમાં છે. ત્રણેય બહેનોના પતિ એક સાથે મુસાફરી કરી રહ્યા હતા અને ત્રણે બહેનનો પોતાના દીકરા દીકરીઓ સાથે ખૂબ જ ખુશ હતી.

લગ્નના માહોલ હોવાને કારણે તેઓ લગ્ન પછીની વિધિ કરવા માટે જઈ રહ્યા હતા પરંતુ રાણાસર ગામ પાસે પહોંચતા અચાનક સામેની તરફથી એક ટ્રેલર આવી રહ્યું હતું. ટ્રેલર ચાલક પોતાનું ટ્રેલર ખૂબ જ ઝડપી સ્પીડમાં ચલાવી રહ્યો હતો. જેના કારણે સામેથી આવી રહેલા બોલેરોને તેમણે જોયું નહીં અને અચાનક ટક્કર મારી દીધી હતી.

ટ્રેલર એ ટક્કર મારતાની સાથે જ બોલેરો ફંગોળાઈ ગયું અને ત્રણ વાર પલટી મારી ગયું હતું. જેના કારણે બોલેરો કારમાં બેઠેલા ચારે સાળો બનેવી બોલેરોમાં ખૂબ જ ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત સર્જાતા તરત જ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા અને બોલેરો માંથી દરેક લોકોને બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા હતા.

પરંતુ બોલેરોનો કચ્ચાઘાણ નીકળી ગયો જેના કારણે બોલેરોમાં બેઠેલા વ્યક્તિઓને બચાવવા ખૂબ જ મુશ્કેલ હતા. આ અકસ્માત સર્જાતા ગામના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જેના કારણે ખૂબ જ બૂમાબૂમ અને હાહાકાર મચી ગયો હતો. દરેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાને કારણે તેમને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

પરંતુ હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ ત્રણ વ્યક્તિઓએ એક સાથે પોતાનો જીવ ગુમાવી દીધો હતો અને વરાજાના ભાઈની હાલત ખૂબ જ ગંભીર હતી. એક સાથે મુસાફરી કરી રહેલા બંને ભાઈઓ સીતારામ અને રઘુરામનું મૃત્યુ થઈ ગયું હતું. સાથે સાથે તારાચંદનું પણ મૃત્યુ થઈ ગયું હતું જ્યારે ગીરીધારીલાલની હાલત નાજુક હતી.

તેમનું પણ સારવાર દરમિયાન થોડી જ વારમાં મૃત્યુ થઈ ગયું હતું આ અકસ્માત સર્જાતા પરિવારના લોકોને પોલીસે જાણ કરી હતી. પરિવારના લોકોને તેમની દીકરીઓના એકસાથે સુહાગના મૃત્યુ થઈ જતા પરિવારમાં હાહાકાર મચી ગયો હતો. અને ઘરમાં પણ ખુશીનો માહોલ દુઃખમાં ફેરવાઈ ગયો હતો.

ત્રણેય દીકરીઓએ પોતાના સુહાગને ગુમાવ્યા હતા. એક સાથે ત્રણે બહેનો વિધવા થઈ હતી. જેમાં એક જ પરિવારના બે સગા ભાઈનું કરણ મૃત્યુ થઈ ગયું હતું. જેના કારણે આ પરિવાર નિરાધાર થઈ ગયું હતું. બાળકો પણ પોતાના પિતા વગર નિરાધાર થઈ ગયા હતા. આ અકસ્માત સર્જાતા દરેક લોકો ખૂબ જ રડી રહ્યા હતા. પરિવાર પર દુઃખનો વરસાદ વરસી ગયો હોય તેવું લાગી રહ્યું હતું..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *