Breaking News

સાડા 3 વર્ષની બાળકીને થઈ એવી બીમારી કે જેમાં સારવાર માટે 3 કરોડની જરૂર.. વાંચો માં-બાપની અરજ..

છેલ્લા છ મહિનામાં આપણે એવા બે બાળકોને જોયા કે જેઓને એવી ગંભીર બીમારીઓ હતી કે, જેના લીધે તેઓનો જીવ જોખમમાં હતો. પરંતુ તેને સારવાર માટે કરોડો રૂપિયાની જરૂર હતી. જે રૂપિયા સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી માણસો ના લીધે એકઠા કરવામાં આવ્યા હતા.

અને ત્યારબાદ તેઓની સારવાર માટે બધી જ સુવિધાઓ પુરી પાડવામાં આવતી હતી. પરંતુ તેમાંથી એક બાળક ને સમયસર પૈસા અને સારવારની સુવિધા મળી રહેતા તેનો જીવ બચ્યો હતો. જ્યારે બીજા બાળકને સારવારના પૈસા ભેગા થાય એ પહેલાં જ બાળકની સ્થિતિ નાજુક થઈ ગઈ હતી.

અને અંતે ભગવાને પોતાની પાસે બોલાવી લીધો હતો. હવે ત્રીજો એ કેસ સામે આવ્યો છે જેમાં સાડા ત્રણ વર્ષની બાળકી ને SMA નામની બીમારી છે જેની સારવાર માટે તેના પરિવારને ત્રણ કરોડ રૂપિયાની જરૂર છે. ધૈર્યરાજસિંહ રાઠોડ નાના બાળકો માટે ૪૨ દિવસમાં જ 16 કરોડ રૂપિયા એકઠા થઇ ગયા હતા.

જેથી તેની સારવાર સમયસર થતાં નાનકડા બાળકને માટે લોકોએ ઉજ્વળ ભવિષ્યની તકો ઉભી કરી દીધી હતી. અને ત્યારબાદ વિવાન નામના બાળકને માટે પણ લોકોએ ઘણું દાન એકઠું કર્યું હતું. પરંતુ સંજોગો વસાત બાળકને બચાવી શકાયો નહીં.

એક મધ્યમ વર્ગીય પરિવારમાં અયના મન્સૂરી નો જન્મ થયો હતો. જેની ઉંમર સાડા ત્રણ વર્ષની છે. અને તેને SMA એટલે કે સ્પીનલ મસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી થઈ છે. આ બાળકી આ બીમારીથી પીડાઈ રહી છે. આ બીમારીની સારવાર માટે ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ થાય એમ છે.

તેથી આ મધ્યમ વર્ગીય પરિવાર આ ખર્ચને ઉઠાવી શકે તેમ નથી. તેથી અયના ના મમ્મી પપ્પા એ પોતાની દીકરીના નિદાન માટે અલગ-અલગ ફાઉન્ડેશન પાસે મદદ માંગી હતી. તેમજ જેન્યુન ફાઉન્ડેશન ગ્રુપ ને અયનાની આ બીમારીની જાણ થતાં તેઓ તરત જ મદદ માટે દોડી આવ્યા હતા.

અને તેઓએ અયનાના ઓપરેશન અને તેની દવા માટે ફંડ એકત્ર કરવા અમદાવાદ શહેરમાં રવિવારે ૧૭ કિલોમીટર લાંબી સાઈકલ રેલીનું આયોજન કર્યું છે. જેથી કરીને ૧૭ કિલોમીટરના વિસ્તારમાં આ નાનકડી બાળકી માટે ફંડ એકત્ર કરી શકાય. અને બાળકી નો જીવ બચાવી શકાય.

આ રેલીમાં જેટલું પણ ફંડ એકઠું થશે તે બધું જ ફંડ દીકરીના પિતા ને બીમારીનું નિદાન માટે આપવામાં આવશે. રવિવારે અમદાવાદ ખાતે સીદી સૈયદની જાળી થી લઈને સરખેજ સુધી ના ૧૭ કિલોમીટરના માર્ગ માં સાયકલ રેલી યોજાશે.

ખરેખર આપણે પણ માનવતાના ભાગરૂપે આ નાનકડી દીકરી માટે ફુલ નહિ તો ફુલની પાંખડી આપવી જોઈએ. જેથી કરીને અયના પણ પોતા ની આવતીકાલ જોઈ શકે. આ બાળકીના જીવન માટે સૌ કોઈ મદદની અપીલ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતી ફિલ્મોના નાયક મલ્હાર ઠાકરએ પણ અપીલ કરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *