Breaking News

સબંધીના ઘરે બેસવા ગયેલો પરિવાર રાત્રે ઘરે પહોચતા જ જોઈ બેઠો એવું કે મોઢામાંથી બુમ બરાડા ફાટી ગયા, તંત્ર સફાળું બેઠું થયું..!

માણસ પોતાના સુખ દુઃખની વાતો તેમના નજીકના વ્યક્તિઓથી માંડીને સગા સંબંધીઓ શોધીને પણ કરતા હોય છે, કારણ કે જો એકબીજા સાથે વાતચીતની આપ લે થતી હોય તો તેવા વ્યક્તિ ક્યારે પણ મોટી મૂંઝવણની અંદર મુકાતા નથી, હંમેશા તેમને મુશ્કેલીઓનું સમાધાન મળી જતું હોય છે..

એવી જ રીતે શહેરમાં રહેતા લોકો તો તેમના સંબંધીઓના ઘરે ઘણી બધી વાર મળવા માટે તેમજ બેસવા માટે પણ જતા હોય છે, અત્યારે એક પરિવાર તેના સંબંધીના ઘરે બેસવા માટે ગયો હતો અને જ્યારે ત્યાંથી બેસીને તેઓ પોતાના ઘરે રાત્રે પરત આવતા હતા. એ વખતે એવી ઘટના બની હતી કે, ઘરે પહોંચતાની સાથે જ પરિવારની તમામ મહિલાઓ મોઢામાંથી બૂમ બરાડા નાખી બેઠી હતી..

આ હચમચાવી દેતી ઘટનાને લઈને તંત્ર પણ સફાળું બેઠું થઈ ગયું હતું, હકીકતમાં ઘટના પરમકૃપા ચોક પાસેથી સામે આવી છે, આ ચોક નજીક આવેલી લલિતા નગર કોલોનીમાં અમિતભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે. અમિતભાઈના પરિવારમાં તેમનો નાનો ભાઈ વિમલનો પણ સમાવેશ થતો હતો..

અમિત અને વિમલ બંનેના લગ્ન થઈ ચૂક્યા હતા, તેઓ તેમની પત્નીઓની સાથે જીવનતા હતા. વિમલભાઈ અને અમિતભાઈ તેમના ગામમાં જ રહેતા સંબંધીના દીકરાના ઘરે બેસવા માટે ગયા હતા અને ત્યાં સુખ દુઃખની વાતો કરી ત્યાંથી તેઓ રાત્રિના સમયે તેમના ઘરે પરત આવી રહ્યા હતા..

ઘરે આવ્યા બાદ વિમલભાઈની પત્ની જ્યારે ઘરનો દરવાજો ખોલી રહી હતી, એ વખતે તેઓએ એવું દ્રશ્ય જોઈ લીધું હતું કે, વિમલભાઈની પત્ની નિકિતા તેમજ અમિતભાઈની પત્ની મોનિકા બંને જોરજોરથી બૂમ બરાડા નાખી બેઠી હતી, આ બંને મહિલાઓની ચીખો સાંભળીને અમિતભાઈ તેમજ વિમલભાઈ પણ તરત જ ત્યાં પહોંચ્યા અને શું થયું છે..

તેની જાણકારી મેળવવા લાગ્યા હતા, ઘરની અંદર પ્રવેશ લેતાની સાથે અમિત અને વિમલ નામના આ બંને સગા ભાઈઓ પણ સમજી ચૂક્યા હતા કે, તેમના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ છે. અમિત અને વિમલ આ બંને જ્વેલરીનો બિઝનેસ ચલાવતા હતા, અને ઘણી બધી જ્વેલરીનો સામાન તેઓ ઘરે જ રહેલી તિજોરીની અંદર મૂકી દેતા હતા..

તેમના ઘરની તિજોરીના તાળા તોડી નાખવામાં આવ્યા હતા, તેમજ કબાટના તાળા પણ તૂટેલા હતા. તેઓએ ગઈ રાત્રે જ તેમની તિજોરીની અંદર અંદાજે 30 તોલા સોનાની જ્વેલરી બનાવીને મૂકી હતી, આ સાથે સાથે ચાર કિલો જેટલું ચાંદી તેમ જ 7 લાખ રૂપિયા રોકડા પણ મૂકવામાં આવ્યા હતા..

આ તિજોરી તેમના ઘરના પાછળના રૂમમાં મૂકવામાં આવી હતી, એ રૂમના દરવાજાને પણ તાળો મારવામાં આવ્યું હતું અને ઘરના મુખ્ય દરવાજાને પણ તાળો લગાવવામાં આવ્યું હતું. છતાં પણ જો લૂંટારાઓએ એક સાથે બે બે તાળાઓને તોડ્યા બાદ તિજોરીને ગેસ કટર વડે કાપીને અંદરથી સોના ચાંદીના ઘરેણાઓ સાત લાખ રૂપિયા રોકડા મળીને અંદાજે ખૂબ જ મોટી રકમની ચોરી કરીને જતા રહ્યા છે..

એક જ ઘરમાંથી ખૂબ જ મોટી રકમની ચોરી થતાની સાથે જ મામલો ખૂબ જ ચોંકાવનારો સાબિત થઈ ગયો હતો, આ ઘટનાના સમાચાર સોસાયટીઓમાં પણ ફેલાઈ ગયા કે રાત પડે એ પહેલા જ અમિતભાઈ અને વિમલભાઈ ના ઘરેથી ખૂબ જ મોટી ચોરી થઈ છે અને ચોર લૂંટારા તેમના ઘરેથી લાખો રૂપિયાની જ્વેલરીની સાથે સાત લાખ રૂપિયા રોકડા પણ ચોરી કરીને જતા રહ્યા છે..

અમિતભાઈએ નજીકના પોલીસ સ્ટેશનને ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ઘરે ચોરી થઈ છે અને ચોર લૂંટારા ખૂબ જ મોટી રકમ ચોરી કરીને જતા રહ્યા છે, પોલીસના કેટલાક અધિકારીઓ અમિતભાઈના ઘર સુધી પહોંચી આવ્યા હતા, જુદી-જુદી ચીજ વસ્તુઓની તલાસી લેવામાં આવી અને રિપોર્ટ નોંધ્યા બાદ સીસીટીવી કેમેરાની મદદથી તપાસ ચલાવવામાં આવી રહી છે કે..

આ ચોર લૂંટારાઓ લલીતા નગર કોલોનીમાં ક્યાંથી પ્રવેશ કરી રહ્યા છે, અને ચોરી કર્યા બાદ તેઓ કઈ તરફ આગળ વધી રહ્યા છે. આ તપાસ દરમિયાન જણાવ્યું કે, જો લુંટારા લલિતા નગર કોલોનીના પાછળના ભાગેથી પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ તેઓએ એક પછી એક તાળું તોડીને અંદર ઘૂસી ગયા સોસાયટીમાં કોઈ પણ લોકોની અવર-જવર ન હોવાને કારણે લોકોને ખબર પડી નહીં કે..

અમિતભાઈ ના ઘરે ચોરી થઈ રહી છે, પરિણામે આ ચોર લુટારાઓ ત્યાંથી ચોરી કરીને બાઈક લઈને ભાગી છુટ્યા હતા, તેઓ જે બાઈક લઈને ચોરી કરવા માટે આવ્યા હતા, એ બાઈક પણ અન્ય કોઈ વ્યક્તિની ચોરી કરેલી જ બાઈક હોવાનું પણ સામે આવ્યું છે. આ ચોર લૂંટારાને પકડવા માટે તંત્ર સફાળું બેઠું થયું હતું..

અને જુદા-જુદા અધિકારીઓને કામગીરી સોંપી પહેરો પણ જમાવી દેવામાં આવ્યો હતો, આ ચોરોને પકડી પાડી તેમની પાસે રહેલો તમામ મુદ્દા માલ મૂળ માલિકને પરત કરવામાં આવે તેવી કામગીરી પોલીસએ શરૂ કરી દીધી છે. આસપાસ વિસ્તારમાં રેહતા પાડોશીઓ પણ ચોરીની આ ઘટનાથી ખુબ દુખી થયા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *