Breaking News

સાવકા બાપે દીકરાને ગળું પકડીને પાણીની ટાંકીમાં નાખી ઢાંકણું કરી દીધું બંધ અને પછી તો…. રુંવાડા બેઠા કરતો કિસ્સો આવ્યો સામે..!

તમે સમાચારમાં એવા ઘણા બધા કિસ્સાઓ સાંભળ્યા છે કે, જેમાં છુટાછેડા બાદ મહિલા કે યુવકના બીજા લગ્ન થતાની સાથે જ સાવકા દીકરા કે દીકરી ઉપર અત્યાચાર ગુજારવામાં આવતો હોય છે. તેમજ એકબીજાના મનમાં રાખીને સાવકા દીકરા કે દીકરીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા હોય છે. હકીકતમાં તમામ બાબતો માનવતાને શરમમાં મૂકી દે તેવા છે..

આ પ્રકારના કિસ્સાઓ સર્જનારને કડકમાં કડક સજા આપવામાં આવતી હોય છે. હાલ અમદાવાદ જિલ્લાના વટવા જીઆઈડીસી વિસ્તારમાંથી આ પ્રકારનો વધુ એક કિસ્સો સામે આવતાની સાથે જ સૌ કોઈ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સોશિયલ મીડિયામાં પણ આ બાબતની ખૂબ ચર્ચા થઈ રહી છે. હકીકતમાં વટવા જીઆઈડીસીના વિનોદભાવે નગરમાં એક મહિલા તેના પતિ સાથે રહેતી હતી..

આ મહિલા ના લગ્ન એક યુવક સાથે થયા હતા. એ લગ્નજીવન દરમિયાન મહિલાને બે સંતાનો હતાં. જેમાંથી એક દીકરી અને એક દીકરો હતા પરંતુ જેમ સમય વિતતો ગયો તેમ તેમ બંને વચ્ચે ઝઘડા આવો વધતા ગયા. એટલા માટે મહિલાએ મનમેળ ન રહેતા છૂટાછેડા લઇ લીધા હતા અને પોતાના ગામમાં રહેતા અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા હતા..

મહિલા પોતાના બન્ને સંતાનોને પોતાના નવા ઘરે લઈને આવી હતી. પરંતુ પોતાનો નવો પતિ દારૂડિયો હતો અને અવારનવાર વ્યસનને બાબતોને લઈને ઘરના તમામ સભ્યો સાથે મારપીટ અને ઝઘડો કરતો હતો. મહિલાનો દીકરો ધોરણ ૯માં અભ્યાસ કરતો હતો. જ્યારે તેની દીકરી નાની હોવાને કારણે નર્સરીમાં અભ્યાસ કરતી હતી.

એક દિવસ મહિલાનો બાળક શાળાએ ગયો હતો. અને મહિલાની તબિયત સારી ન હોવાથી તે પોતાની દીકરીને સાથે લઈને હોસ્પિટલ ગઈ હતી. એવામાં તેને દારૂડિયો પતિ ઘરે આવી પહોંચ્યો હતો. અને એ જ સમયે બરાબર તેનો ધોરણ નવ માં ભણતો દીકરો રિસેસનો સમય હોવાથી ઘરે જમવા માટે આવ્યો હતો..

ત્યારે દારૂડિયા પિતાએ આ દીકરાને પૂછ્યું હતું કે, તારી મમ્મી ક્યાં છે. અને બાળકને પ્રેમથી જવાબ આપતા કહ્યું કે, આ બાબતની મને કોઈ પણ જાણ નથી. આટલુ સાંભળતાની સાથે દારૂડિયો પતિ ખૂબ જ ગુસ્સે ભરાઈ ગયો હતો. અને તેના નવ વર્ષના દીકરાને ગળું પકડીને ઉંચકી રહ્યો હતો. ત્યાર બાદ ઊંચકી ને તેને પાણીની ટાંકીમાં ફેંકી દીધો હતો અને પાણીની ટાંકીનું ઢાંકણું બંધ કરીને ત્યાંથી ભાગી ગયો હતો.

બાળકને તરતા આવડતું હતું નહીં છતાં પણ તેણે હેમખેમ કરીને પાણીની ટાંકીનું ઢાંકણું ખોલી નાખ્યું હતું. અને પોતાનો જીવ બચાવીને ટાંકીમાંથી બહાર નીકળી આવ્યો હતો. ત્યારબાદ તે દોડતો દોડતો પોતાની માસીના ઘરે ગયો અને આ તમામ બાબતોની જાણ તેની માસીને કરી દીધી હતી. બાળકની માસીએ તેની બહેનને ફોન કરીને જણાવ્યું હતું કે તારા પતિ એ તારા દીકરાને પાણીની ટાંકીમાં ડુબાડી દીધો હતો..

અને હાલ તેની હાલત ખુબ ગંભીર છે. આ બાબતને લઈને મહિલાએ તેના પતિ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાવકા બાપે તેના દીકરાને મારી નાખવાની કોશિશની ફરિયાદ નોંધાવતાની સાથે જ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. હકીકતમાં વ્યસન ભલભલા લોકોના જીવનને બરબાદ કરી નાખતા હોય છે.

જો આ બાળકે સમયસૂચકતા દાખવી ન પાણીની ટાંકી નું ઢાંકણું ખોલ્યું હોત તો આજે તેનો જીવ જતો રહ્યો હોય તેમ જ પાણીની ટાંકીમાં તેનો મૃતદેહ કોઈને જોવા પણ મળેત નહીં. ભગવાનની દયાથી આજે આ બાળકનો જીવ બચી ગયો છે. પરંતુ આમાં દારૂડિયા લોકોને કારણે કેટલાય લોકોના જીવ અવારનવાર જોખમમાં મુકાઇ જતા હોય છે.

આવા લોકોને પકડી પાડીને કડકમાં કડક સજા આપવી જોઈએ જેથી કરીને અન્ય લોકો ત્યારે આ પ્રકારનું પગલું ભરવા માટે સાહસ ન કરે. ખરેખર આ મહિલાની તેમજ જ તેના દીકરા અને દીકરીની જિંદગી આ દારૂડીયા પતિની સાથે વીતશે તો તેના જીવને હમેશા માટે જોખમ રહેલું રેહશે. આ બાબતને લઈને મહિલાએ જરૂર વિચારવું જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *