ગુજરાતના દરેક પરિવાર સમય જતાંની સાથે જ દીકરીને પરણાવી દેવામાં આવતી હોય છે. તેમજ પુત્રવધુના કુમકુમ પગલા ઘરની અંદર પડતા હોય છે. દરેક પરણિતાઓ તેના સાસુ-સસરા પોતાની દીકરી માનીને સાચવતા હોય છે. તેમજ દરેક પરણિતા પણ પોતાના સાસુ-સસરાને પોતાના સગા માતા-પિતાની જેમ જ સાચવે છે..
પરંતુ ક્યાંક ને ક્યાંક અમુક પરિવારોમાં એકબીજા પ્રત્યેના અણગમાને કારણે તેમજ વિચાર વાણીને લીધે ઝઘડા ઉત્પન્ન થાય છે. કેટલાક બનાવો માત્ર ઘડી બે ઘડી માટે જ હોય છે. જ્યારે અમુક જગડાઓનો અંત ન આવતા તે ઝઘડાને કારણે ઘરના કોઇ સભ્ય કંટાળીને આપઘાત જેવું મોટું પગલું ભરી લેતા હોય છે.
અત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રાંદેસણ વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં રહેતી એક પરણિતાએ પોતાના ઘરની રૂમમાં પંખા સાથે લટકી ને મોતને વહાલું કરી દીધું છે. અને જીવનની તમામ માયાજાળને સંકેલી લીધી છે. દહેગામ વાસણાના રાઠોડ ગામમાં રાજેન્દ્રસિંહ બિહોલા રહે છે. તેમની બંને દીકરીના લગ્ન રાંદેસણ ગામના કરણસિંહ વાઘેલાના બંને દીકરાઓ સાથે કરવામાં આવ્યા હતા..
રાજેન્દ્રસિંહ બંને દીકરીઓના લગ્ન કરણસિંહ વાઘેલાના બંને દીકરા સાથે એક જ માંડવે થતા બંને દીકરીઓ રાજીખુશી પોતાના સાસરે ગઈ હતી. કરણસિંહ મોટા દીકરાનું નામ મયુરસિંહ હતું. જેના લગ્ન મોટી દીકરી કામિની બા સાથે થયા હતા. જ્યારે નાના દીકરા હાર્દિક સિંહના લગ્ન જાનકીબા સાથે થયા હતા.
બંને સગા ભાઈઓ બન્ને સગી બહેનોને પરણતા ઘરમાં ખુશીનો માહોલ થયો હતો. પરંતુ જેમ-જેમ લગ્નનો સમય વીતતો ગયો તેમ તેમ મોટી દીકરી કામિનીબા તેમજ મોટો દીકરો મયુર સિંહ વચ્ચે બોલાચાલી થઇ ગઇ હતી. મયુરસિંહ કુડાસણ પાસે બુલેટ મોડીફીકેશનનો વ્યવસાય કરી રહ્યો હતો..
તેના નવા નવા લગ્ન થયા હતા એ છતાં પણ મયુરસિંહ સાંજના સમયે ખુબ મોડી રાતે ઘરે પરત આવતો હતો. કામિની બા અવારનવાર તેના પતિ મયુરસિંહ જણાવતી હતી કે તમે રોજ રાત્રે વહેલા ઘરે આવવાનું રાખજો. કારણ કે મને તમે મોડા આવો એ સહેજ પણ પસંદ નથી. આ બાબતને લઈને પતિ-પત્ની વચ્ચે નાની-મોટી બોલાચાલી રોજ થતી હતી.
જે દિવસે મયુરસિંહ સાંજે મોડો આવે એ દિવસે તે પોતાનું લેપટોપ લઈને બીજી રૂમમાં સુવા માટે જતો રહેતો હતો. જ્યારે કામિનીબા પોતાની રૂમમાં એકલા જ સુતા હતા. આ તમામ બાબતો તેને મનમાં ખૂબ જ ગુંજતી હતી. એટલા માટે વારંવાર બંને વચ્ચે ઝગડા થતા હતા. એક દિવસ સવારે કામિનીબા ની નાની બહેન જાનકીબા ચા નાસ્તો બનાવીને કામિનીબાને જગાડવા માટે ગઈ..
ત્યારે તેણે જોયું કે તેની મોટી બહેન પંખા સાથે લટકી રહી છે. આ જોતાની સાથે જ જાનકીબા ચીસા ચીસ કરી લીધી હતી. આ ચીસો સાંભળતા જ પરિવારના અન્ય સભ્યો પણ ત્યાં દોડી આવ્યા હતા. અને જોયું તો પરિવારની મોટી વહુ પંખા સાથે લટકી રહી હતી. કામિની બા અને મયુર સિંહના ઝઘડાઓ થતા હતા..
એ વખતે કામિનીબા મયુરસિંહને ચીમકી આપતાં જણાવ્યું હતું કે, આ તમામ બાબતે થી કંટાળી જઈને એક દિવસ તે આપઘાતનું પગલું ભરી લેશે ત્યારે પરિવારના તમામ સભ્યો જોતા જ રહી જશે અને હકીકતમાં કામિનીબા એ આ પગલું ભરી લેતા પરિવારના સૌ કોઈ સભ્યો હક્કા-બક્કા રહી ગયા હતા.
આપઘાત પાછળનું કારણ જણાવતાં પોલીસને જણાવ્યું છે કે, કામિની બા ખૂબ જ જિદ્દી સ્વભાવના હતા. અને તેનો પતિ રાત્રે મોડો આવતો હતો. એ બાબત તેને બિલકુલ પસંદ કરતી નહીં. આ બાબતને લઈને અવારનવાર ઝઘડાઓ પણ થતા હતા. છતાં પણ આ બાબત આમાં કોઈ સુધારો ન આવતાં તેઓએ આપઘાત કરી લીધું હતું…
હકીકતમાં આ બાબત સામે આવ્યા બાદ તમે પણ વિચારમાં મુકાઇ જશો કે કામિનીબા એ આ પગલું ભરવું જોઈએ નહીં. કારણ કે સાવ નાનકડી અમથી વાતને લઈને પોતાનું જીવન ટૂંકાવી દેવો એ સારી બાબત નો કહેવાય. બીજી બાજુ જ્યારે કામિનીબા તેમજ જાનકી બાપા ના પિતા રાજેન્દ્ર સિંહ આ બાબતની જાણ થશે ત્યારે તેઓના માથે આફતના વાદળો ફાટી નીકળશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]