આપઘાતના બનાવો એ હવે માજા મૂકી છે રોજ રોજ સરકારી ચોપડે કોઈ એક વિસ્તારને લઈને ઘણા બધા કિસ્સાઓ સામે આવી ગયા છે. અને રોજબરોજ આંકડો ખૂબ જ વધી રહ્યો છે. હાલ અમરેલી જિલ્લાના ચિતલ ગામમાંથી રુંવાટા બેઠા કરી દે તેઓ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. હકીકતમાં લોકો પોતાની રોજીંદી જિંદગીથી કંટાળી જઈને અંતે આપઘાત નો પગલું ભરી લેતા હોય છે..
અને પોતાની તમામ માયાજાળને સંકેલી લેતા હોય છે. અમરેલી જિલ્લાના ચિતલ ગામમાં કાજલબેન તુષારભાઈ સાવલિયા નામની મહિલા પોતાના પરિવારજનો સાથે રહે છે. આ મહિલાની ઉંમર 28 વર્ષની છે. અને તેઓ નેમી ચારણીય ગૌશાળા નદીના કાંઠે આવેલા મકાનોમાં રહે છે. આ મહિલા અને તેનો સાત વર્ષનો દીકરો બંને ઝેરી દવા પીવાને કારણે મૃત્યુ પામ્યા છે.
આ મહિલાના પતિનું નામ તુષાર ભરતભાઈ સાવલિયા છે. તેઓ પણ ચિતલ ગામમાં જ રહે છે. પરણિત મહિલાના પિતા વિનોદભાઈ મનજીભાઈ ટીમ્બડીયા કે જેઓ ખેતીનો વ્યવસાય કરે છે. અને તેમની ઉંમર 53 વર્ષની છે. પરણિત મહિલાના પિતા વિનોદભાઈએ તાલુકા પોલીસમાં તેમની દીકરીના મૃત્યુને લઈને જાણ કરી હતી..
તેઓ બાબરાના ચમારડી પ્લોટ વિસ્તારમાં રહે છે. એક દિવસ સવારના 09:00 વાગ્યા આસપાસ તેણે પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી દીધી હતી. અને ત્યારબાદ પોતે પણ ઝેરી દવાના ઘૂંટડા પી લીધા હતા. અને પોતાના દીકરા સાથે જીવ ગુમાવી દીધો હતો. જ્યારે ઘરના અન્ય સભ્યોને જાણ થઈ કે ઘરની વહુ કાજલબેન અને તેના સાત વર્ષના દીકરા જયવીરે એક સાથે ઝેરી દવા લીધા છે..
ત્યારે પરિવારના અન્ય સભ્યો આ બંનેને અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા પરંતુ ત્યાં ટૂંકી સારવાર બાદ જ તેમનું મૃત્યુ થયું હતું. પોલીસમાં આ બનાવવાની જાણ થતા જ પોલીસ પ્રાથમિક તપાસ ચલાવી રહી છે. અને તેઓએ કયા કારણસર આપઘાત કર્યો છે. તેની પણ માહિતી મેળવી રહી છે.
હાલ પ્રાથમિક તપાસમાં પણ એવું કોઈ ખાસ કારણ બહાર આવ્યું નથી. પરંતુ પોલીસને શંકા છે કે, આ મામલો ઘરેલુ કંકાસ અથવા અન્ય કોઈ બાબતને લઈને આપઘાત કર્યા હોવાનો છે. કારણ કે પરણીતા એ પોતાના બાળકને પણ સાથે સાથે ઝેરી દવા પીવડાવી દીધી હતી. આ બાબતને લઈને સમગ્ર ગામમાં ચકચાર મચી ગયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]