Breaking News

સારવાર લેતી બેભાન દાદીના ગળામાં સોનાના દાગીના જોઈને બાજુના બેડવાળાની દાનત બગડી, મોકો મળતા જ કરી નાખ્યું એવું કે ડોક્ટર પણ મોઢું ફાડી ગયા..!

રોજબરોજ ઘણા બધા લોકો પોતાના જીવનની કીમતી ક્ષણો માનવતાના કામો પાછળ આપે છે. પરતું કેટલાક લોકો માનવતાને નેવે મૂકીને લાજ શરમ વગરના કામો પણ મનફાવે એવી રીતે કરવા લાગ્યા છે. આવા લોકોને ક્યારેય કોઈ વ્યક્તિની અહેમિયત હોતી નથી. દરેક લોકો પોતાનું ઘર સંસાર ચલાવવા માટે દરરોજ તનતોડ મેહનત કરતો હોય છે..

પરતું એમાં જ ઘણીવાર અનેક નાની-મોટી સમસ્યાનો પણ સામનો કરવો પડતો હોય છે. અત્યારે માનવતાને લજવે એવી એક ગંભીર ઘટના બની છે. આ ઘટના હોસ્પિટલના ICU વોર્ડમાંથી સામે આવી છે. ઘટના વિષે જાણીને તમે પણ હક્કા-બક્કા રહી જશો. આ બનાવ કાનપુરના સુપ્રીમો નગર વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં બની જવા પામી છે.

અહીના મેઘજીપુરા વિસ્તારમાં રહેતા 62 વર્ષના દામોદરભાઈની માતા કડવીબહેનને શ્વાસની તકલિફ હોવાથી અચાનક બેભાન થઈ ગયા હતા. 87 વર્ષીય કડવીને વૃદ્ધાને શ્વાસની તકલીફ થતા તેમના દીકરા દામોદરભાઈ તેમને તાત્કાલિક ગોમતી ચાર રસ્તા પર આવેલી નચિકેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા.

સવારના સમયે દામોદરભાઈ જ્યારે તેમની માતાને મળવા માટે આઈસીયુ વોર્ડમાં ગયા ત્યારે તેમની માતાને જોઈને જ તેમના હોશ ઉડી ગયા હતા. કારણ કે તેમની માતાના ગળામાંથી અંદાજે પાંચ તોલા સોનું તેમજ સોનાની બે બંગડીઓ ગાયબ હતી. આ દ્રશ્ય જોઈને તેમના હોશ ઉડી ગયા કે હોસ્પિટલમાં સારવાર લેતી તેમની માતા સાથે આ હરકત કોણે કરી હશે..?

તેઓએ તરત જ ડોક્ટર એમજ અન્ય સ્ટાફના લોકોને પણ આ બાબતની જાણ કરી હતી. હોસ્પિટલના સ્ટાફને આ અંગેની પુછપરછ કરતા કોઈપણ વ્યક્તિને આ બાબતે કશી ખબર નથી તેવું જણાવ્યું હતું, ડોકટરે તરત જ CCTV કેમેરાની તપાસ ચલાવી હતી. જેમાં ખબર પડી કે આ દાદીના બાજુના બેડ પર સારવાર લઈને સ્વસ્થ થઈ ગયેલા ફારુખભાઈ નામના વ્યક્તિ બેડ ઉપરથી ઉભા થઈને…

આ મહિલાના ગળા અને હાથના દાગીના ચોરી કરતા નજરે ચડે છે. આ વ્યક્તિ હોસ્પિટલમાં ચોરી કરીને ફરાર થઈ ગયા છે. તેઓ છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં ચીકનગુનિયાની સારવાર લેતા હતા પણ હવે તબિયત બરાબર થઈ જતા તેઓએ આ નવો ધંધો આદરી કાઢ્યો છે જેનાથી સામાન્ય વ્યક્તિ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.

આ અંગે દામોદર ભાઈએ હોસ્પિટલના એચ.આર ડિપાર્ટમેન્ટને પણ અવાર નવાર જાણ કરી હતી. જો કે અંતે પોલીસને જાણ કરતા પોલીસએ હાલમાં ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.ઘટના જાણીને સૌ કોઈ લોકો બોલી ઉઠયા છે કે આવું પણ બની શકે છે જેની જાણ આજે થઈ છે..

જયારે જયારે આ પ્રકારના કિસ્સાઓ આપણી સામે આવતા હોય એવા સમયે આપણે પણ એક સમય તો વિચારોમાં પડી જઈએ છીએ કે આખરે આવનારા સમયમાં ગુનાખોરીનું પ્રમાણ ક્યા જઈન ઉભું રહેશે. કારણ કે દિન પ્રતિ દિન આવી ચોંકાવનારી ઘટનાઓ ખુબ જ વધારે માત્રામાં સામે આવવા લાગી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *