Breaking News

ઝેરી સાપને ગળામાં લટકાવીને ગુજરાતી ગીત પર વિડીયો બનાવ્યો, અને પછી જે થયું તે જોઈને ચોંકી ઉઠશો..!

લોકો નામના અને પૈસા મેળવવા માટે અનેક રીતે પ્રચાર કરતા હોય છે. જેમાં અત્યારે સોશિયલ મીડિયા પર થતો પ્રચાર સૌથી અવલ છે. અત્યારના સમયમાં બીજા બધા લોકો કરતાં કંઈક અજુગતું કરીને લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચવું એક ટ્રેન્ડ બની ગયો છે. લાઈક, કોમેન્ટ અને ફેન-ફોલોઈંગ વધારવા માટે લોકો માનવતાની અનેક હદો પાર કરી રહ્યા છે.

અત્યારે જ એક કિસ્સો સામે આવ્યો છે તે જોઈને તમે પણ હેરાન થઈ જશો કે નામના મેળવવા માટે આવું બધું પણ કરવું પડે? ટીકટોક જેવા ટૂંકા વિડીયો ઉતારવા માટે વન્ય જીવોનો સહારો લેવો અને જીવમાં જોખમમાં મુકવું એ યોગ્ય નથી.  અત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

જેમાં એક વ્યક્તિ કોબ્રા સાપને પોતાના ગળે વિટાળીને એક ગુજરાતી ગીત ગાઈ રહ્યો છે અને ડાન્સના અમુક અમુક સ્ટેપ્સ પણ બતાવી રહ્યો છે. વીડિયોમાં અર્જુન ઠાકોર ‘ગોગો લખે છે મારો મારો ચોપડો રે… હિસાબ માગે બાપ રોકડો રે…’ ગીત  ગળામાં સાપ લટકાવીને લલકારી રહ્યો છે.

બનાસકાંઠાના ડીસા તાલુકામાં ઝાબડીયા ગામમાં અરજુન ઠાકોર કરીને ગુજરાતી સિંગર રહે છે. આ સિંગરે કોબ્રા સાપ સાથે વિડીયો બનાવ્યો છે. જેમાં અરજુન ઠાકોર એ કોબ્રા સાપને પકડેલો છે તેવું દેખાઈ રહ્યું છે. તેઓએ બંને હાથથી સાપને પકડ્યો છે. એટલું જ નહીં પરંતુ સાપને ગળે પણ વિટાળ્યો છે. આ જોઈને જીવ દયા પ્રેમીઓ ખૂબ જ રોષે ભરાયા છે.

કોઈ પણ પ્રાણી કે પશુ સાથે આ પ્રકારની હરકત કરી તે યોગ્ય નથી. આ વિડીયો ગુજરાતના વન વિભાગે જોયો જ્યારે તેઓ પણ ચોંકી ગયા છે. કારણ કે ગુજરાત સરકારના વનવિભાગ ના અધિનિયમ જીવસૃષ્ટિના કાયદા મુજબ સાપએ એક રક્ષિત જીવ ગણાય છે. તેથી આ રીતે તેને ગળામાં લપેટવો તે પ્રકારનો ગુનો છે.

અર્જુન ઠાકોરની સાથે વીડિયોમાં જે સાપ દેખાઇ રહ્યો છે તે સાપ ન્યૂરો ટોક્સિક નામ ઝેર વાળો સાપ છે. જે માનવીને ડંખ મારે તો તેની સીધી અસર માનવીના ચેતાતંતુ પર થઈ શકે છે. તેથી આ સાપ સાથે કોઈ પણ પ્રકારની મશ્કરી કરવી તે જીવને જોખમમાં મુકવા બરાબર છે. છતાં પણ અરજુન ઠાકોર આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે.

વનવિભાગે તપાસ કરીએ તો તેઓને જાણ મળી કે આ વિડીયો જાબડીયા ગામ માં કોઈ એક યુવક દ્વારા ઉતારવામાં આવ્યો છે. અને વીડિયોમાં અરજુન ઠાકોર નામનો યુવક છે. જીવદયા પ્રેમીઓ આ પ્રકારનો વિડીયો જોઈને ખૂબ જ રોષે ભરાયા છે. તેથી તેઓએ ગુજરાતી કલાકાર અરજુન ઠાકોર સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *