દિવાળી પહેલા ઘરની સાફ-સફાઈ કરતી માં-દીકરી સાથે થયું એવું કે અંતે ભગવાને પણ સાથ ન આપ્યો, મહિલાઓ ખાસ વાંચી લેજો..!

દિવાળીનો સમય નજીક આવતા જ દરેક ઘરમાં એકાએક ખુશીનો માહોલ છવાઈ જાય છે. કારણ કે દિવાળીના વેકેશનમાં પરિવારના નાના થી નાના ભૂલકાથી માંડીને ઘરના વડીલ સુધી સૌ કોઈ લોકોના મનમાં અંદરથી ખુશીના ઉમળકાઓ આવતા હોય છે. દિવાળીનો સમય જેમ જેમ નજીક આવે છે..

તેમ તેમ ઘરની મહિલાઓ ઘરની સાફ-સફાઈ કરવામાં લાગી પડતી હોય છે. કેટલી વખત પુરુષોને પણ મહિલાઓની મદદ કરવી પડે છે. ઘરની સાફ-સફાઈ કરતી વેળાએ કેટલીક બાબતોનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. તો ઘણી બધી વાર ખૂબ જ મોટા બનાવો પણ સામે આવતા હોય છે.

હાલ ઉત્તર પ્રદેશના ચંદોલીમાંથી અણ બનાવવાની ઘટના સામે આવી ગઈ છે. જે દરેક મહિલાઓએ ખાસ વાંચી લેવી જોઈએ. ચંદોલીના ચકિયા વિસ્તાર પાસે એક સોસાયટીમાં ત્રણ માળના મકાનમાં એક પરિવાર વર્ષોથી રહે છે. પરિવારની 16 વર્ષની દીકરી વૈષ્ણવી તેના માતાને ઘરની સાફ-સફાઈ કરવામાં મદદરૂપ બની હતી..

વૈષ્ણવીને ગઈકાલે જ શાળાએથી વેકેશન પડી ગયું હતું. અને આજે તે તેની માતાને ઘરની સાફ-સફાઈ કરવામાં મદદરૂપ બનતી હતી. વૈષ્ણવીની માતા નીચેના માળે રસોડું સાફ કરતી હતી. જ્યારે વૈષ્ણવી ઉપર ના માળે છત ઉપર રહેલી રૂમમાં સાફ-સફાઈ કરતી હતી. સાફ-સફાઈ કરતી વેળાએ છત ઉપરથી અચાનક જ તેનો પગ લપસ્યો હતો..

અને ઉપરથી તે નીચે આવી પડી હતી. તેણે રસ્તામાં હાથ પહોળા કરીને જે વસ્તુ હાથમાં આવે તે પકડીને તેનો જીવ બચાવવાની કોશિશ કરી હતી. પરંતુ બાલકની માં રહેલી ગ્રીલ પણ તેના હાથમાં આવી નહીં અને પરિણામે તે નીચે પડવા લાગી અને નીચેથી પસાર થતી 11000 વોલ્ટની હાઈ ટેન્શન વાયર ઉપર પડી હતી..

આ વાયરમાંથી પસાર થતા વીજ પ્રવાહને કારણે વૈષ્ણવીને જોરદાર કરંટ લાગ્યો હતો અને ઘટના સ્થળે જ તે નું શરીર કાળુ પડી ગયું અને તેનું મૃત્યુ થયું હતું. નીચેના માળે રસોડામાં કામકાજ કરતી માતાને જ્યારે જાણ થઈ કે તેમની દીકરી વૈષ્ણવી નીચે પડી ગઈ છે. ત્યારે તે તાબડતોબ દાદરા ઉતરીને નીચે પહોંચી..

પરંતુ તેની દીકરીનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. તેને માત્ર તેની દીકરીની અંતિમ ચિખો સાંભળી કે મમ્મી… મને બચાવો.. બસ માત્ર એટલી જ ચીખો વૈષ્ણવની અંતિમ ચિખો સાબિત થઈ ગઈ છે. જ્યારે આ બનાવ બન્યો ત્યારે સોસાયટીમાં હાજર અન્ય રહીશો પણ ત્યાં આવી પહોંચ્યા હતા..

અને તેને હોસ્પિટલે લઈ જવાની કામગીરી શરૂ કરવા લાગ્યા પરંતુ વૈષ્ણવીએ ઘટના સ્થળે જીવ ગુમાવી દીધો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલે લઈ જવી પણ બિલકુલ વ્યર્થ હતું. સમગ્ર સોસાયટીમાં આ ઘટનાને લઈને ભારે ચકચાર મચી ગયો હતો. જોત જોતામાં તો પરિવારજનો અને સ્થાનિક લોકોમાં પણ રોશ ફાટી નીકળ્યો..

અને તેઓ વીજળી વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની વાતચીત કરવા લાગ્યા હતા. પરંતુ ઘરની સાફ-સફાઈ કરતી વેળાએ સહેજ અમથી ચૂક થઈ જતા આજે 16 વર્ષની આ દીકરીને જીવ ગુમાવો પડ્યો છે. તો તેમના પરિવારજનો માટે દિવાળીની ખુશી મોતના માતમમાં ફેરવાઈ ગઈ છે..

આ દીકરી ભણી ગણીને ખૂબ જ મોટી અધિકારી બનવા માંગતી હતી. 16 વર્ષની ઉંમરમાં આ દીકરી આટલી બધી સમજણ ધરાવતી હતી કે તેના માતા પિતાને તે કોઈને કોઈ રીતે જરૂરી મદદરૂપ બનતી હતી. પરંતુ આજે તેનું મૃત્યુ થઈ જતા તેની લાડકી વાતો હાલ દરેકના કાનોમાં ગુંજી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment