આજકાલ લોકો પોતાની મોજ શોખની જિંદગીને ખૂબ જ વધારે પસંદ કરી રહ્યા છે. પરિવારમાં રહેતા લોકોની દરેક ઈચ્છાઓ પૂરી કરવા માટે વ્યક્તિને ખૂબ જ વધારે પૈસાની જરૂર પડે છે પરંતુ વ્યક્તિઓ પાસે પૈસા ન રહેતા પરિવાર તરફથી આપવામાં આવતા ત્રાસને કારણે બનતી ઘટનાઓ જોવા મળે છે.
આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના જેસીંગપુરા ગામમાં રહેતા પરિવારના યુવક સાથે બની હતી. યુવક તેમના પરિવાર સાથે રહેતો હતો. યુવકનું નામ શિવ હતું. શિવની ઉંમર 25 વર્ષની હતી. યુવક અખરોટની મજૂરી કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. શિવને પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે.
જેમાં એક દીકરી 10 વર્ષની અને બીજી દીકરી 2 વર્ષની છે. શિવની પત્ની થોડા દિવસથી તેમની બહેનના ઘરે રહેવા માટે ગઈ હતી. પત્નીની બહેન મુંબઈમાં રહેતી હતી. જેના કારણે પત્ની તેમની બહેનના ઘરે બંને દીકરીઓને લઈને રહેવા ગઈ હતી. શિવ પોતાના ઘરે એકલો હતો. શિવને અવારનવાર મજૂરી કામમાંથી થોડા જ પૈસા મળતા હતા.
જેમાંથી તેનું ઘર પણ બરાબર રીતે ચાલતું ન હતું. જેના કારણે તે ખૂબ જ આર્થિક રીતે મુશ્કેલીમાં રહેતો હતો. શિવને પોતાની બંને દીકરીઓ અને તેમની પત્નીના ખર્ચા પૂરા થાય એટલા પણ પૈસા મળતા ન હોવાને કારણે તે ખૂબ જ ત્રાસમાં રહેતો હતો. જેના કારણે પત્ની અને તેમની દીકરીઓ ઘરે ન હતી. તે સમયે પોતાના ઘરે મજૂરીનું કામ મૂકીને ગયો હતો.
ત્યારબાદ તેણે પોતાના ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. શિવનો ભત્રીજો નીત તેના જ વિસ્તારમાં રહેતો હતો. જેના કારણે નીત એક દિવસ બપોરના સમયે તેમના કાકા શિવને મળવા માટે ઘરે પહોંચ્યો હતો. તે સમયે તેણે કાકાના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ તેના શિવકાકાએ દરવાજો ખોલ્યો નહીં.
જેના કારણે તેણે બારી ખોલીને અંદર જોયું તો, તે જોઈને તે બૂમાબૂમ કરવા લાગ્યો હતો. જેના કારણે આસપાસના લોકો ભેગા થઈ ગયા અને નીતે તરત જ દોડીને તેમના પરિવારના લોકોને આ ઘટનાની જાણ કરી હતી. નીતે પરિવારના લોકોને જણાવ્યું કે, તેમના શિવકાકાએ લટકીને આઘાત કરી લીધો છે અને તેઓ લટકી રહ્યા છે.
પરિવારના લોકોને પાડોશીના લોકોએ મળીને ઘરનો દરવાજો તોડી નાખ્યો હતો અને ત્યારબાદ શિવના મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો અને પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને શિવના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ શિવની પત્નીને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
શિવની પત્નીને આ ઘટનાની જાણ થતા તે આઘાતમાં આવી ગઈ હતી. બંને દીકરીઓએ તેમના પિતાને ગુમાવ્યા હતા. પત્ની તરત જ તેમની દીકરીઓને લઈને પોતાના ઘરે પહોંચી હતી. ત્યારબાદ શિવના મોટાભાઈએ પોલીસને શિવની તમામ જાણકારી આપી હતી. જેના કારણે પોલીસે આગળની તપાસ ચાલુ કરી હતી. વારંવાર આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]