Breaking News

રૂપાળી મહિલાને જોઈને પાણી પાણી ન થતા, આંખો ખોલી નાખે તેવો કિસ્સો આવ્યો સામે.. વાંચો લો નહીતો..

અત્યારના સમયમાં પૈસા કમાવવા કરતા શિ સલામત સાચવી રાખવા ખુબ જ જરૂરી છે. કારણકે ડીજીટલ જમાનો થતા લોકો ગાળિયામાં પોરવતા સારી રીતે શીખી ગયા છે અને જેનો ભોગ ડીજીટલ ક્ષેત્રમાં સમજ ન ધરવતા લોકો બની રહ્યા છે. તે સરાસર ખોટું થઈ રહ્યું છે. જોકે આપડી સાયબર સિક્યુરીટી બ્રાંચ ખુબ જ સજ્જ હોવાથી આવા ગાઠીયાઓ ને તરત જ પકડી પાડે છે.

આજકાલ હનીટ્રેપની ઘટનાઓ ખુબ વધી ગઈ છે. લોકોને ફસાવીને રૂપિયા પડાવવા માટે લોકો એક પ્રકારની જાળ બનાવે છે જેમાં તમને સારી રીતે ફીટ કરીને અગણિત પૈસા પડાવી લે છે. આજકાલ આવી અનેક ગેંગ સક્રિય થઈ રહી છે. જેમાં મહિલા અને પુરૂષ બંને સામેલ હોય છે.

મહિલાઓની ગેંગ પુરુષોને ટાર્ગેટ કરે છે તો પુરુષોની ગેંગ અન્ય મહિલાઓને ટાર્ગેટ કરે છે અને તેઓની પાસેથી કેટલાય રૂપિયા ઠગી લે છે. અમદાવાદ પોલીસે આવી ગેંગના બે સભ્યોની ધરપકડ કરી છે. શોર્ટકટ રીતે પૈસા કમાવાનો રસ્તો બરબાદી તરફ લઈ જતો હોય છે. અને જેલના સળિયા સુધી લઈ જતો હોય છે.

જાળમાં ફસાવીને પૈસા પડાવી લેવાની વધુ એક ઘટના અમદાવાદમાં સોનીની ચાલ વિસ્તારમાં ઘટી છે. અ વિસ્તારમાં લેડીઝ ડ્રેસ મટીરીયલનો ધંધો કરતા વેપારીને ત્યાં એક મહિલા ડ્રેસ જોવા આવી અને પોતે સુરતથી આવે છે તેવું જણાવ્યું હતું. ડ્રેસનો ધંધો કરવા માટે ડ્રેસ લેવા છે તેમ કહ્યું હતું.

આ મહિલાનું નામ શ્રુતિ છે તેવું જણાવેલ છે. તેણે ધંધા માટે વેપારીનો મોબાઈલ નંબર પણ લીધો અને બાદમાં આવીશ તેમ કહીને આરોપી મહિલા વેપારીની દુકાનમાંથી જતી રહી હતી. મહિલા તો ત્યાંથી ચાલી ગઈ પરંતુ તે પોતાની જાળ બિછાવીને ગઈ હતી.

થોડા દિવસ બાદ આરોપી મહિલાએ વેપારીને ફોન કરીને ડ્રેસના મટીરીયલના પોસ્ટર ફોટા લઈને ઘરે બોલાવ્યો હતો. તો વેપારી ધંધા અર્થે બઢો જ સમાન લઈને મહિલાને બતાવવા માટે ગયો હતો તો બાદમાં મહિલાએ પોતાની ગેંગના માણસો સાથે મળીને તે વેપારીને ફસાવી દીધો હતો.

તેમજ વેપારી પાસેથી 10 લાખ રૂપિયાની માંગણી કરી અને ન આપે તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધી બે આરોપી નરેશ ગોહિલ અને અરવિંદ ગોહિલની  ધરપકડ કરી છે.

એક મહિલા સહિત કુલ 6 લોકો વિરુદ્ધ હનીટ્રેપની ધમકી આપી રૂપિયા પડાવવાનો ગુનો નોંધાયો છે. જેમાં પોલીસે હાલ બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે ચાર અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

કૃષ્ણનગર પોલીસ મથકે વેપારીએ નોંધાવેલી ફરિયાદમાં પણ આવું જ કંઈક બન્યું હતુ. શ્રુતિ નામની મહિલાએ વેપારીને એક ફ્લેટમાં બોલાવ્યો હતો. થોડીવાર પછી ફ્લેટમાં અજાણ્યા લોકો ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી વેપારીને ધમકાવ્યો અને માર માર્યો હતો.

વેપારીને માર મારીને રૂપિયા 10 લાખની માંગણી ક્રાઇમ બ્રાંચના નામે કરવામાં આવે છે અને બાદમાં આખોય મામલો રૂપિયા ચાર લાખમાં સેટલમેન્ટ કરવાની વાત વેપારી અને આરોપીઓ વચ્ચે થઈ હતી. જોકે ફરિયાદી રૂપિયા લેવાના બહાને આરોપીને ચકમો આપીને ફરાર થઈ ગયો અને મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.

કૃષ્ણનગર પોલીસે હનીટ્રેપના ગુનામા એક તોડબાજ પત્રકાર સહિત બેની ધરપકડ કરી છે. જોકે અન્ય બે મહિલા સહિત 4 આરોપી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. જોકે પોલીસ પૂછપરછમાં અન્ય ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. ત્યારે પોલીસ તપાસમા શું નવા ખુલાસા થાય છે તે જોવુ મહત્વનું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *