Breaking News

રૂપાળી મહિલાને જોઈને પાણી પાણી ન થતા, આ મહિલા પોતાના પતિથી દુર રહીને અન્ય કેટલાય લોકોને ફસાવી ચુકી છે….

અત્યારના સમયમાં પૈસા કમાવવા કરતા શિ સલામત સાચવી રાખવા ખુબ જ જરૂરી છે. કારણકે ડીજીટલ જમાનો થતા લોકો ગાળિયામાં પોરવતા સારી રીતે શીખી ગયા છે અને જેનો ભોગ ડીજીટલ ક્ષેત્રમાં સમજ ન ધરવતા લોકો બની રહ્યા છે. તે સરાસર ખોટું થઈ રહ્યું છે. જોકે આપડી સાયબર સિક્યુરીટી બ્રાંચ ખુબ જ સજ્જ હોવાથી આવા ગાઠીયાઓ ને તરત જ પકડી પાડે છે.

આજકાલ હનીટ્રેપની ઘટનાઓ ખુબ વધી ગઈ છે. લોકોને ફસાવીને રૂપિયા પડાવવા માટે લોકો એક પ્રકારની જાળ બનાવે છે જેમાં તમને સારી રીતે ફીટ કરીને અગણિત પૈસા પડાવી લે છે. આજકાલ આવી અનેક ગેંગ સક્રિય થઈ રહી છે. જેમાં મહિલા અને પુરૂષ બંને સામેલ હોય છે.

મહિલાઓની ગેંગ પુરુષોને ટાર્ગેટ કરે છે તો પુરુષોની ગેંગ અન્ય મહિલાઓને ટાર્ગેટ કરે છે અને તેઓની પાસેથી કેટલાય રૂપિયા ઠગી લે છે. થોડા દિવસ પહેલા જ આ મહિલાએ સતલાસણા તાલુકાના વાવ ગામના વૃદ્ધ જીવરામભાઇ ગણેશભાઇ ચૌધરીને હનીટ્રેપમાં ફસાવ્યા હતા.

ત્યાર બાદ વડીલ અપહરણ કરીને માર-મારીને ખંડણી માંગતા મામલો પોલીસ સુધી પહોચ્યો હતો અને પોલીસે સોનલ પંચાલ ઉર્ફે અલ્કા દીલીપસિંહ ઠાકોરને પોલીસે ઝડપી લઇ રિમાન્ડ પર લીધી છે. અદાલતે રિમાન્ડને રજુ કરતા અદાલતે તા.25મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

જીવરામભાઇ ચૌધરીને ફસાવનાર સોનલ પંચાલ ઉર્ફે અલ્કા દીલીપસિંહ ઠાકોરની ઉંમર ૨૬ વર્ષ છે, તે થરાના વજેગઢ ખાતે રહે છે. રાત્રે દાતા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જતા પકડાઇ ગઇ હતી અને દાતા પોલીસે તેનો કબજો અમને સોંપ્યો હતો. સોનલ ઉર્ફે અલ્કા તેના પતિથી અલગ રહે છે.

પોલીસે તેને 10 દિવસના રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજુ કરી હતી. અદાલતે તા.25 સુધી એટલે કે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વૃદ્ધને શિકાર બનાવનાર ગેંગને ટીપ્સ વાવના જ એક શખસે આપ્યાનું ખુલતા પોલીસે તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસે પકડાયેલા શખસોએ તેની ગેંગે અગાઉ કેટલા શિકાર કર્યા છે અને કોને-કોને ફસાવ્યા છે તેની વિગતો ઓકાવવા કવાયત આદરી છે. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે હનીટ્રેપ કરતી ગેંગે અગાઉ સાતેક લોકોને શિકાર બનાવ્યાની વાતો ફરિયાદી સાથે કરી હતી. જો કે પકડાયેલા આરોપીઓએ હજુસુધી આ બાબતે કોઇ સમર્થન આપ્યુ નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *