હાલ એક એવી ઘટના સામે આવી છે જે સાંભળતાની સાથે જ તમે વિચારમાં મુકાઇ જશો કે કોઈપણ દીકરી પોતાની સગી માતા ને પ્રેમ કરવાને બદલે તેની હત્યા કરવાનું વિચારી પણ કેવી રીતે શકતી હશે..? પરંતુ હાલ એક એવો બનાવો ચર્ચામાં આવ્યો છે. જેમાં એક દીકરીએ તેની સગી માતાને હત્યા કરીને પતાવી દીધી છે..
અને ત્યારબાદ તેણે એક એવું ષડયંત્ર રચ્યું હતું કે જે પોલીસની સામે આવ્યું અને પોલ ખોલતા જ સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા. આ સમાચાર દિલ્હીના નોઈડા વિસ્તારના છે. આ વિસ્તારમાં આંબેડકર નગર નામની સોસાયટી આવેલી છે. જેમાં સુધાબેન રાની રહે છે. સુધાબેનના પતિનું અવસાન થોડા વર્ષો પહેલાં થયું હતું..
સુધાબેન પોતે ભાજપના નેતા છે. સુધાબેનની ઉંમર ૫૫ વર્ષની હતી. તેમની ૨૪ વર્ષની દીકરી દેવયાનીએ સુધાબહેનને ઘાતકી હત્યા કરી નાખી છે. સુધાબહેનની દીકરી દેવયાનીના લગ્ન ચેતન સાથે કરાવી દેવામાં આવ્યા હતા. પરંતુ દેવયાની અને ચેતન વચ્ચે નાના મોટા ઝઘડાઓ થતા હતા એટલા માટે દેવયાની ચેતનથી છુટાછેડા લઇને પોતાના નવા બોયફ્રેન્ડ સિમ્બુ સાથે રહેતી હતી..
દેવયાની ચેતનને મૂકીને તેના બોયફ્રેન્ડ સાથે રહે આ બાબત સુધાબહેનને બિલકુલ પસંદ હતી નહીં. એટલા માટે તે અવારનવાર તેની દીકરીને તેના પતિ સાથે રહેવા માટે જણાવતી હતી. પરંતુ તેમની દીકરી કોઈ પણ કાળે માતાની વાત માનવા તૈયાર હતી નહીં. એટલા માટે સુધાબહેને દેવયાનીને કહ્યું હતું કે મારી પાસે જેટલી સંપત્તિ છે તેમાંથી તને એક ફૂટી કોડી પણ નહીં મળે..
આ સાથે સાથે સુધાબહેને દેવયાનીને કોઈપણ પ્રકારની રકમ આપવાની ચોખ્ખી મનાઈ કરી દીધી હતી. એટલા માટે દેવયાનીને દિવસના દિવસે પૈસાની જરૂર વધતી ગઈ અને અંતે તેને તેની માતા તરફ ખૂબ જ નફરત પેદા થવા લાગી હતી. એક દિવસ તેણે પોતાના બોયફ્રેન્ડ સિમ્બુના મિત્ર કાર્તિક ચૌહાણ નામના વ્યક્તિ સાથે મળીને સુધાબહેનની હત્યા કરવાનું પ્લાનિંગ કરી નાખ્યું હતું.
એક દિવસ તે તેની માતાના ઘરે ગઈ અને ચા બનાવતી વખતે તેની અંદર ઊંઘની ગોળી નાખીને સુધાબેન તેમજ તેનાં દૂરના કાકા સંજય બંનેને પીવડાવી દીધા બાદ બંન્નેને બેભાન કરી નાખ્યા હતા. ત્યારબાદ સુધાબેનના ઘરે દેવયાનીના બોયફ્રેન્ડનો દોસ્તાર કાર્તિક ચૌહાણ આવ્યો હતો.
ત્યારબાદ કાર્તિક અને દેવ્યાનીએ મળીને સુધાબહેનને ગળે બ્લેડ ફેરવીને ઘાતકી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ સુધાબેનના ઘરેણા તેમજ ઘરમાં રહેલા કિંમતી ચીજવસ્તુઓ અને રોકડ રૂપિયા આપીને કાર્તિક ચૌહાણને ઘટનાસ્થળેથી રવાના કરી દીધો હતો. ત્યારબાદ દેવયાની એક પોલીસને ફોન કરીને બોલાવી હતી અને જણાવ્યું કે તેઓના ઘરે કોઈ અજાણ્યા શખ્સો ઘુસી આવ્યા હતા..
તેઓએ ઘરમાં ચોરીના ઈરાદે તેમની માતાની હત્યા કરી નાખી. અને ઘરની કીમતી ચીજ વસ્તુઓ ચોરી કરીને જતા રહ્યા છે. પરંતુ પોલીસને સુધા બહેનના શરીર પર મારામારી અને લૂંટફાટના કોઈપણ નિશાન મળ્યા ન હતા. એટલા માટે દેવયાનીની કડક પૂછતાછ કરવાનું શરુ કર્યું હતું.
પૂછતા દરમ્યાન દેવયાની ભાંગી પડી હતી. અને અંતે આ સમગ્ર બાબતની જાણ પોલીસને થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ સાથે સાથે દેવયાનીએ વધુ એક ચોંકાવનારી બાબત પોલીસ સામે રજૂ કરી હતી કે તે તેના બોયફ્રેન્ડ સીબ્બુ સાથે નહીં પરંતુ તેના બોયફ્રેન્ડ સિમ્બુના મિત્ર કાર્તિક ચૌહાણ સાથે લગ્ન કરવા માગતી હતી..
આમ દેવયાની એક સાથે બબ્બે લોકોને ધોકો આપીને તેની માતાની ઘાતકી હત્યા કરી હતી. પોલીસ હાલ આ સમગ્ર ઘટનાની કાર્યવાહી કરી રહી છે. આવી બાબત કોઈ વિચારી પણ ન શકે.. કારણ કે જે વ્યક્તિએ આપણને જન્મ આપ્યો છે તેમજ ભણાવી ગણાવીને મોટા કર્યા છે તેની જ હત્યા કરવાનો વિચાર મનમાં આવવો જ ન જોઈએ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]