જે લોકો શહેરના સારા વિસ્તારોમાં રહે છે. જેઓને પોતાના ઘરનું મકાન છે. મોટી મોટી આલીશાન બિલ્ડિંગોમાં તેમજ મોટા બંગલાઓમાં રહે છે. તેવા લોકોને ક્યારેય પોતાના જીવનો જોખમ રહેતો નથી. જ્યારે જે લોકો ગામડાના અંતરિયાળ વિસ્તારોમાં તેમજ ખેતરોમાં રહે છે. તેઓને વન્ય જીવોનો ખૂબ જ ભય રહે છે. જેના કારણે અવારનવાર તેમના જીવ જોખમમાં મુકાઇ જતા હોય છે..
હાલ એક એવા જ પ્રકારનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં સાત વર્ષની માસૂમ બાળકીનો જીવ જોખમમાં મુકાઇ ગયો હતો. હકીકતમાં આ મામલો મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના બોર્કેડી ગામનો છે. આ ગામમાં પદમાં ગડકરી નામના વ્યક્તિના પરિવારજનોને રહે છે. પરિવારમાં તેમની સાત વર્ષની દીકરીનો પણ સમાવેશ થાય છે..
તેઓ રાત્રે જમ્યા બાદ સુઈ ગયા હતા. અચાનક જ રાત્રે 11 વાગ્યે જ્યારે પદમાં ગડકરીની આંખ ખુલી તો તેણે જોયું કે તેમની બાળકી અચાનક જ ચીસાચીસ કરવા લાગી છે. તેમની દીકરીની ચીસો સાંભળીને આસપાસના લોકો પણ જાગી ગયા હતા તેમજ તેમના પરિવારજનો પણ જાગી ગયા હતા..
તેઓએ જાણે લાઈટ કરીને જોયું તો તેમની દીકરીને ગળામાં સાપ સરખી આવ્યો હતો અને તેના ગળામાં લપેટાઈ ગયો હતો. આ પ્રકારના દૃશ્ય તેઓ સૌપ્રથમ વાર જોયું હતું. એટલા માટે તેઓ ખૂબ જ ડરી ગયા હતા. એક બાજુ તેમની દિકરીનો જીવ જોખમમાં હતો. એક બાજુ આ સાપને પોતાની દીકરીના ગળામાંથી કેવી રીતે બહાર કાઢી શકાય એ વિચારવામાં મથામણ કરી રહ્યા હતા.
હકીકતમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ સામે આ પ્રકારની પરિસ્થિતિ આવી પહોંચે છે. ત્યારે તેને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેનું ભાન રહેતું નથી. આવી પરિસ્થિતિઓમાં જે સાચો નિર્ણય લઈ શકે છે. એ માણસની મહાનતા કંઈક જુદી જ છે. અને આ પ્રકારનો એક નિર્ણય આસપાસના વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ લીધો હતો. અને તેણે સાપ પકડનાર એ વ્યક્તિને બોલાવી હતી..
સાપ પકડવા વાળા લોકો તાત્કાલિક ધોરણે ત્યાં આવી પહોંચ્યા હતા અને તેઓએ જણાવ્યું કે આ કિંગ કોબ્રા સાપ છે. અને તે ખૂબ જ ઝેરી હોય છે. સાપનો એક ડંખ પણ દીકરીને લાગી જશે તો આ દીકરીનો જીવ જતો રહેશે. એટલું જ નહીં આ સાપની નજીક જવામાં પણ ડર લાગતો હતો. કારણ કે જો સાપ ની નજીક કોઈ વ્યક્તિ જાય તો સાપ તરત જ દીકરીના મોઢા પાસે પોતાની ફેણ લઇ જતો હતો.
ક્યારે આ સાપ દીકરીને ડંખ મારીને તેનું નક્કી હતું નહીં. એટલા માટે આ દીકરીને બચાવવા માટે સૌ કોઈ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. હેમખેમ કરીને સાપ પકડવા વાળા લોકોએ જીવને જોખમમાં મૂકીને આ બાળકીને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેઓ સાપને પકડવા જાય એ પહેલાં જ સાથે આ બાળકીને ડંખ મારી લીધો હતો..
અને તાત્કાલિક ધોરણે પદમાં ગડકરીના ઘરમાંથી બહાર ભાગી ગયો હતો. ઘરની બહાર નીકળતાની સાથે જ સાપને પકડી લેવામાં આવ્યો હતો. પરંતુ દીકરીને ડંખ મારતાની સાથે દીકરી ખૂબ જ પીડાઇ રહી હતી. તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે એ પહેલાં જ તેનું શરીર ઠંડુ પડવા લાગ્યું હતું. તેને સેવાગ્રામ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ત્યાં તેની સારવાર ચાલુ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]