Breaking News

રોમિયો એ રીક્ષામાં બેઠેલી મહિલા પાસે નંબર માંગી છેડતી કરતા લોકોએ કાનફટ્ટામાં 20 લાફા ચોડી ટીપી નાખ્યો, અને પછી તો…!

મહિલાઓ તેમજ નાની ઉંમરની બાળકી ઉપર વારંવાર .દુ.ષ્ક.ર્મ. તેમજ અત્યાચાર અને છેડતીના બનાવો સામે આવે છે. આવા બનાવવામાં છેલ્લા એક મહિનાથી ખૂબ જ ઓછા નોંધાયા હતા. પરંતુ અત્યારે વધુ એક જાહેરમાં છેડતીનો બનાવ બની જતા સૌ કોઈ લોકો રોશે ભરાયા છે.

આ બનાવ રાજકોટ જિલ્લાના હુડકો ચોકડી નજીકથી બન્યો છે. હકીકતમાં એક મહિલા રિક્ષામાં મુસાફરી કરી રહી હતી. આ મહિલાની સાથે અન્ય એક યુવક પણ તેની બાજુમાં બેઠો હતો. આ યુવકે મહિલાની છેડતી કરી હતી અને કહ્યું કે તારો મોબાઈલ નંબર આપ કહીને મહિલાની છેડતી કરી હતી..

મહિલા તરત જ રોશે ભરાઈ ગઈ એને જોરથી બૂમાબુમ કરી દેતા રીક્ષા ચાલકે રીક્ષાને પણ ઉભી રખાવી દીધી હતી. ત્યારબાદ આજુબાજુ માંથી સૌ કોઈ લોકો એકઠા થઈ ગયા. રીક્ષામાં બેઠેલા આ રોમિયોને સૌ કોઈ લોકો બહાર લાવવા માટે કોશિશ કરી રહ્યા હતા, પરંતુ રોમિયો રિક્ષામાં લપાઈને બેસી ગયો હતો..

એમાંથી એક યુવકે તેને કાઠલો પકડીને રિક્ષામાંથી બહાર કાઢ્યો હતો અને વારંવાર ઉપરાછાપરી 20 જેટલા લાફા જીકી દીધા હતા. અને આ રોમિયોની અકલ ઠેકાણે લાવવામાં લોકો મદદરૂપ બન્યા હતા. આ રોમિયાએ મહિલાની છેડતી તો કરી નાખી પરંતુ હવે પોતાની આબરૂ જવાના ડરે તે વારંવાર બોલી રહ્યો હતો કે મને મારી નાખો અથવા તો મને છોડી દો..

પરંતુ લોકોએ જણાવ્યું કે આ રોમિયોની પોલ ખોલવા માટે આપણે તેને ઘરે સુધી જવું જોઈએ, સૌ કોઈ લોકો તેનું ઘર ક્યાં છે, ચાલ તને તારા ઘરે લઈ જવાનો છે, તેવું પૂછવા લાગ્યા એવામાં રોમિયો જણાવવા લાગ્યો કે, હું અહીં રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં ભાડે રહું છું. તમે મને છોડી દો અથવા તો મારી નાખો કારણ કે, જો ઘરે ખબર પડશે તો મારી આબરૂના ધજાગરા થશે એવો ડર લાગી રહ્યો હતો..

લોકો મનોમન વિચારવા લાગ્યા કે, જો આને તેની આબરૂનો જ ડર હોય તો તે આવા કામ શું કામ કરતો હશે. લોકોએ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હાલ આ બાબતે કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

પરંતુ આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ તપાસ થશે કે નહીં તે આવનારા સમયમાં ખબર પડશે, પરંતુ રોજ રોજ સવાર પડેને એકાદો રોમિયો જાહેરમાં ન કરવાની હરકતો કરી બેસે છે, જેના કારણે ક્યારેક માર ખાવાનો પણ વારો આવે છે, તો ક્યારેક ઈજ્જતના ધજાગરા પણ થતા હોય છે..

અથવા કોઈક વાર તો કાયદેસરની કાર્યવાહી પણ ચલાવવામાં આવતી હોય છે. કારણ કે મહિલાઓ સાથે કરવામાં આવતું ગેરવર્તન ક્યારેય પણ ચલાવી લેવામાં આવતું નથી. શહેરમાં રોમિયોગીરી દિનપ્રતિદિન વધવા લાગી છે, કોઈ વ્યક્તિ જાહેરમાં બાઈક ઉપર સ્ટંટ કરવા લાગે છે. જેથી કરીને અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાઈ જતા હોય છે.

તો કેટલાક રોમિયો રોડ રસ્તા ઉપર એવા અંદાજોમાં ઉતરી આવે છે કે જેના કારણે સૌ કોઈ લોકો શરમમાં મુકાઈ જતા હોય છે. મોદી રાત્રે શહેરમાં જાહેર રસ્તા ઉપર પણ કરવામાં આવતી રોમિયોગીરીને અટકાવવા માટે પેટ્રોલિંગની ટીમ ખુબ જ સતર્ક છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *