Breaking News

રોજ રોજની માથાકૂટથી કંટાળી જઈને 2 દીકરાઓની માતાએ ભર્યું એવું પગલું કે સાસરીયા વાળા લોકો દોડતા થઈ ગયા, હોશ ઉડાડતો કિસ્સો..!

જે વ્યક્તિ પારિવારિક જીવન સાથે જોડાયેલો છે, તે વ્યક્તિના જીવનમાં હંમેશા ઉતાર અને ચડાવો આવતા ને જતા રહેતા હોય છે. સારો સમય આવીએ વધારે પડતું ખુશ ન થવું જોઈએ અને ખરાબ સમય આવીએ વધારે પડતું દુઃખી પણ થવું જોઈએ નહીં, હંમેશા મુસીબતો નો હલ શોધવો જોઈએ..

પરંતુ અત્યારના સમયમાં રોજબરોજની માથાકૂટોથી કંટાળી જઈને વ્યક્તિ અંતે એવું પગલું ભરી લેતા હોય છે, જેનાથી તેમની પાછળની પેઢી તેમજ તેમના પરિવારના સભ્યોને પણ ખૂબ જ વધારે દુઃખ પહોંચવું હોય છે, જ્યારે પણ કોઈ વ્યક્તિ મોટી મૂંઝવણની અંદર મુકાઈ ગયો હોય અને તેને કશું સુજે નહીં ત્યારે તેને સારા વ્યક્તિઓના સાથ સહકારની જરૂર હોય છે..

હાલ એક મહિલાને કોઈ સારા સર્જન વ્યક્તિનો સાથ સહકાર ન મળવાને કારણે મનોમન મૂંઝાઈ જઈને તેણે એવું પગલું ભરી લીધું હતું કે, ઘણા બધા લોકો દોડતા થઈ ગયા હતા. જ્યારે પણ કોઈ મહિલા પોતાના પિતાના ઘરેથી સાસરે જાય છે. ત્યારે તેને ઘણી બધી નવી નવી બાબતો શીખવી પડતી હોય છે..

તેમજ સાસરિયાવાળા લોકોનો સ્વભાવ પણ જાણવો પડે છે, ચંદ્રિકા કોલોનીની અંદર રહેતા મધુબેન નામની મહિલાના લગ્ન આજથી 12 વર્ષ પહેલા થયા હતા. 12 વર્ષના સુખી લગ્નજીવન દરમ્યાન મધુબેન અને તેમના પતિ નરેશભાઈને ઘરે બે દીકરાઓના પારણા પણ બંધાયા હતા, આ બંને દીકરાને પાલનપોષણ કરીને મધુબેન મોટા કરતી હતી..

પરંતુ પારિવારિક સુખ ન મળવાને કારણે મધુબેન હમેશા ચિંતિત રહેતા હતા મધુબેનને તેના સાસુ સસરા તેમજ તેના પતિ દિન પ્રતિદિન ખૂબ જ વધારે ત્રાસ પહોંચાડવા લાગ્યા હતા. મધુબેન ખૂબ જ કંટાળી ગયા હતા, તેણે ઘણી બધી વાર આ વાતની જાણકારી તેના પિયરે પણ કરી હતી..

પરંતુ થોડા સમયમાં બધું સારું થઈ જશે તેમ વિચારીને મધુબેન આ સમયને સહન કરતા હતા, રોજબરોજની માથાકૂટતી કંટાળી જઈને એક દિવસ મધુબેન એવું પગલું ભરી લીધું હતું કે, તેના સાસરિયાના લોકો દોડતા થઈ ગયા હતા. તેમજ મધુબેનના માતા પિતા તો ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા..

તું ઘરકામ વ્યવસ્થિત કરતી નથી, તેમજ તને ઘર ચલાવતા આવડતું નથી, તું અમારા બાળકોને પણ સાચવી શકીશ નહીં વગેરે જેવા કડવા વેણ વચનો મધુબેન અમારા તેના સાસુ સસરા અને તેના પતિ પાસેથી સાંભળતા હતા. આ બધી બાબતોનું માઠું લાગી જતા એક દિવસ સવારના સમયે જ્યારે સમગ્ર પરિવાર સૂઈ રહ્યો હતો..

ત્યારે મધુબેને ઝેરી દવાના ટીકડા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો, એક બાજુ મધુબેનના સાસુ સસરા તેમજ તેના પતિ ઘસઘસાટ ઊંઘમાં સુતા હતા, તેમજ મધુબેનના બંને નાનકડા દીકરાઓ પણ સુઈ રહ્યા હતા. ત્યારે મધુબેને ઝેરી દવાના ટીકડા પીઈને આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું હતું..

જ્યારે પરિવાર જાગ્યો અને જોયું તો મધુબેનના મોઢામાંથી સફેદ કલરના ફીણ નીકળી ગયા હતા અને તેમનો શ્વાસ પણ અટકી ગયો હતો, આ દ્રશ્ય જોઈને સાંભળતો મધુબેનને હોસ્પિટલે પણ લઈ જવામાં આવ્યા જ્યાં ડોક્ટરે તપાસ શરૂ કરતાની સાથે જણાવી દીધું કે, મધુબેન નું મૃત્યુ થઈ ગયું છે..

આ ઘટનાના સમાચાર ધીમે ધીમે સોસાયટીના દરેક લોકો સુધી પહોંચી ગયા હતા, તેમજ મધુબેનના પિયરને પણ આ વાતની જાણકારી મળતા તમામ લોકોનું ટોળું ચંદ્રિકા કોલોનીમાં આવી ગયું હતું. જ્યારે જ્યારે આવી માઠી ઘટના બને છે, ત્યારે ત્યારે ચારેકોર રોક્કળનો માહોલ સર્જાઈ જતો હોય છે..

મધુબેનના લઈને મધુબેનના સાસરિયાવાળા લોકો તો ઉભા રોડે દોડતા થઈ ગયા હતા, તો બીજી બાજુ તેના પિયરજનો પણ ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા. આ વાતની જાણકારી પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચાડવામાં આવી હતી, પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો અને મધુબેનના રૂમની તલાસી લેવામાં આવી હતી..

ત્યારે પલંગ નીચેના ખાનામાંથી એક અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી, બે પાના ભરીને લખેલી આ અંતિમ ચિઠ્ઠી વાંચીને ઘણી ઘણી બાબતો સાફ થઈ ચૂકી હતી, મધુબેન તેના સાસુ સસરા અને તેના પતિથી ખૂબ જ કંટાળી ગયા હતા અને આ કંટાળી જવાને કારણે તેઓએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે, આ ઘટનાને લઈને પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રોજની માથાકૂટોથી કંટાળી ગયેલી 4 બાળકોની માતાએ ફિનાઈલના ટીકડા પીઈને આપઘાત કરી લેતા રોક્કળ મચી ગઈ, પરિવાર દોડતો થઈ ગયો..!

આજકાલ આપઘાતના બનાવવામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. લોકો પોતાના અંગત કારણો અને જીવનમા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *