Breaking News

રોજની માથાકૂટોથી કંટાળી ગયેલી 4 બાળકોની માતાએ ફિનાઈલના ટીકડા પીઈને આપઘાત કરી લેતા રોક્કળ મચી ગઈ, પરિવાર દોડતો થઈ ગયો..!

આજકાલ આપઘાતના બનાવવામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. લોકો પોતાના અંગત કારણો અને જીવનમા પડતી મુશ્કેલીના કારણે આગળનું જીવન જીવવા માગતા નથી. જેથી તેઓ આપઘાતનો રસ્તો પસંદ કરે છે. પરંતુ આપઘાત એ કોઈ પણ સમસ્યાનો ઉકેલ હોતો નથી. માણસને પોતાનું મન મક્કમ રાખીને તે મુશ્કેલી સામનો કરવો પડતો હોય છે.

પરંતુ ઘણીવાર પરિસ્થિતિ એવી સર્જાય છે કે માણસ તે મુશ્કેલીથી  કંટાળીને  આપઘાત કરી લેતો હોય છે. તેમના માં વધુ મુશ્કેલી સામે લડવાની સહનશક્તિ ખતમ થઇ જતી હોય છે. જેથી તેઓ આપઘાત જેવું ગંભીર પગલું ઉઠાવે છે. આવો જ એક આપઘાતનો બનાવો સામે આવ્યો છે. જેમાં એક પત્ની પતિ સાથે  રોજબરોજની માથાકૂટથી કંટાળીને આપઘાત કરી લીધો છે.

વિરામનગર સોસાયટીમાં ભુપતભાઈ અને તેની પત્ની વિનીતાબેન રહે છે. તેમના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા. હાલમાં તેના ચાર બાળકો છે. જેમાં ત્રણ દીકરા અને એક દીકરી છે. સૌથી મોટા દીકરાનું નામ કિરીટ તેમજ અન્ય બંનેના નામ જલ અને યશ છે. તેમની સૌથી નાની દીકરીનુ નામ વૈશાલી છે. ભુપતભાઈને દારૂ પીવો અને જુગાર રમવા જેવી  ખરાબ આદત હતી.

આ ઉપરાંત તેમને બીજી પણ ઘણી ખરાબ આદતો હતી. જેને કારણે તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. તેમના પુત્રોને ભણાવવા માટે પણ પૈસા ન હતા. શાળાએ જવાની ઉમરમાં ભૂપત તેમને કામે જવા માટે મજબૂર કરતો હતો. જેથી તેમનો પરિવાર ખૂબ જ કપરી પરિસ્થિતિમાં હતો. ભુપત નજીકના કારખાનામાં કામ કરવા માટે જતો હતો.

કારખાના તરફથી તેને ખૂબ જ ઓછું વેતન આપવામાં આવતું હતું. આ ઉપરાંત તે દારૂ અને જુગારમાં પૈસા બરબાદ કરી દેતો હતો. જેથી તેઓ માંડમાંડ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. વનીતાબેન તેમને ઘણીવાર તેમની આ ખરાબ આદતો છોડી દેવા માટે સમજાતા હતા. પરંતુ તે સમજવા માટે તૈયાર ન હતો. તેમજ તે તેની પત્ની સાથે પણ મારપીટ કરતો હતો.

ઘણીવાર તે નશાની હાલતમાં તેમના પુત્રો અને નાની બાળકી સાથે પણ મારપીટ કરતો હતો. વિનીતાબેન આ તમામ પરિસ્થિતિ લગ્ન બાદ આઠ વર્ષ સુધી સહન કરી પરંતુ હવે તેમનામાં વધુ સહન કરવાની શક્તિ ન હતી. જેથી તેઓએ પોતાનું જીવન ટૂંકાવ્યા નું નક્કી કર્યું હતું. જ્યારે ભુપત કામે ગયો હતો.

ત્યારે ચારે બાળકોને એક રૂમમાં બંધ કરીને વિનીતાબેનએ બાજુની રૂમમાં ફીનાઇલના ટીકડા ખાઈ લીધા હતા. આ બાબતની જાણ આસપાસના પાડોશીને થતા તેણે તરત જ એમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી. તેમજ ભૂપતને પણ આ બાબત ની જાણ કરી હતી. પરંતુ જ્યાં સુધીમાં તેઓ હોસ્પિટલ પહોંચે તે પહેલા તેમનું અવસાન થઈ ગયું હતું.

ચાર બાળકોની માતાનું અવસાન થતા રોકકળ મચી ગઈ હતી. તેમજ તેમનો આખો પરિવાર દોડતો થઈ ગયો હતો. હોસ્પિટલમાંથી વિનીતાબેનના  મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને ત્યારબાદ તેને તેના પરિવારજનોને સોંપવામાં આવશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *