Breaking News

રોહિત શર્માએ શાનદાર સિક્સ મારી તો સ્ટેડીયમમાં બેઠેલા યુવકનું જડબું તૂટી ગયું, જુવો વિડીયો..!

ભારતીય ક્રિકેટના નવા કેપ્ટન રોહિત શર્માની ધૂંઆધાર બેટિંગ વિશે સૌ કોઈ લોકો જાણે જ છે. હાલ ભારત અને શ્રીલંકા વચ્ચે ડે-નાઇટ ટેસ્ટ મેચ ચાલી રહી હતી. જેમાં ભારતે શાનદાર વિજય મેળવ્યો છે. અને સાથે-સાથે સીરિઝનો ખિતાબ પણ પોતાના નામે કર્યો છે. આ ટેસ્ટ મેચમાં શરૂઆતના દિવસમાં જ્યારે ભારતની બેટિંગ હતી…

એ સમય દરમિયાન રોહિત શર્મા અને મયંક અગ્રવાલ ઓપનિંગ બેટ્સમેન તરીકે રમવા માટે બેંગ્લોર ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઉતર્યા હતા.. એવામાં મેચની છઠ્ઠી ઓવરમાં ફર્નાન્ડો નામના બોલરે રોહિત શર્માને શોર્ટ પિચ બોલ આપ્યો હતો. જેમાં રોહિત શર્માએ બંને હાથોને મજબૂત રીતે પકડીને પુલ શોટ માર્યો હતો..

પુલશોટ રોહિત શર્માનો સૌથી પસંદગીનો શોટ છે. જ્યારે પણ રોહિત શર્મા આ શોટ મારે છે ત્યારે દડો હંમેશા બાઉન્ડ્રીની બહાર જ ચાલ્યો જતો હોય છે. તેમજ ઘણીવાર તો દડો ગ્રાઉન્ડની બહાર પણ જતો રહે છે. આ પુલ શોટ મારતાની સાથે દડો સ્ટેડિયમમાં બેઠેલા લોકો સુધી પહોંચ્યો હતો…

કોઈ લોકો આ દાદાને પકડવા માટે પડાપડી બોલાવી રહ્યા હતા આવી છે કે જ્યારે પણ સ્ટેડિયમના બેઠેલા દર્શકો સુધી કોઈ પણ પહોંચે છે એટલે તેઓ માં દડાને પકડવા માટે ભારે ઉત્સાહ રહેલુ હોય છે. આ દર્શકોમાં ગૌરવ વિકાસ નામનો એક દર્શક આ બોલ ને પકડવા માટે ખૂબ આતુર હતો…

તે આ બોલ ને પકડવા જઈ રહ્યો હતો. એ સમય દરમિયાન બોલ હાથમાંથી છૂટી જતાં તેના નાક પર અથડાયો હતો. જેથી કરીને તેના નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું. તાત્કાલિક ધોરણે સ્ટેડિયમના મેડિકલ સ્ટાફે ગૌરવ વિકાસ નામના યુવકને પ્રાથમિક સારવાર માટે મેડિકલ રૂમમાં ખસેડ્યો હતો…

જ્યાં તેની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. પરંતુ તેની હાલતમાં કોઈ પણ પ્રકારનો સુધારો નોંધાયો ન હતો. એટલા માટે તાત્કાલિક ધોરણે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને ટાંકા લઈને જણાવ્યું હતું કે તેને નાકનાં હાડકામાં ઇજા પહોંચી છે.

રોહિત શર્માની ધુઆધાર બેટિંગનો માથું અનુભવ ગૌરવ વિકાસ નામના યુવકને થયો હતો હાલ આ યુવકની સ્થિતિ સારી છે. આ ટેસ્ટ મેચમાં બુમરાહે ખૂબ સારી રીતે વિકેટો ઝડપી હતી. તેમજ શ્રેયસ ઐયર અને રિષભ પંતે પણ ખૂબ સારી બેટીંગ નોંધાવતા ભારત ખૂબ મજબૂત પકડ બનાવી લીધી હતી…

જ્યારે બીજી ઇનિંગમાં પણ શ્રેયસ ઐયર અને રિષભ પંતે ખૂબ સારી બેટીંગ નોંધાવી હતી. જેના પગલે ભારત આજે ટેસ્ટ મેચ જીતી ગયું છે. અને સીરિઝનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ખરેખર આ વાત દરેક ભારતીયો માટે ખુબ જ ગર્વ સમાન છે. હવે દરેક ખેલાડીઓ આઈપીએલ ની પ્રેક્ટીસમાં લાગી જશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *