ઝારખંડમાં એક હોશ ઉડાવે તેવી ઘટના સામે આવી છે. ધનબાદના સૌથી વ્યસ્ત વિસ્તાર ઉર્મિલા ટાવર પાસે 11 KV નો ઇલેક્ટ્રિક વાયર સામાન્ય લોકો પર તૂટીને પડતાં ધનબાદ શહેરમાં હલચલ મચી ગઈ હતી. દુર્ઘટનામાં વીજ કરંટના કારણે છ લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા.
તેમાંથી એકની હાલત ખુબ જ ગંભીર છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ગુરુવારે સાંજે 5.30 વાગ્યાની આસપાસ બની હતી. વાયર તૂટીને લોકો પર પડતા આ હોનારત સર્જાઈ હતી ત્યાર બાદ વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો.
જો આમ ન કર્યું હોત તો મોટી સંખ્યામાં જાનહાનિ મચી ગઈ હોત. દુર્ઘટના સમયે સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે ઉર્મિલા ટાવરની બહાર ઘણા લોકો પાણીપુરીની લારી પાસે ઉભા રહીને મન મૂકીને પાણીપૂરીનો સ્વાદ લઈ રહ્યા હતા. એ લારીની ઉપર જ વીજ લાઈન પસાર થતી હશે જે 11 KVની ભારે લાઈન હતી.
આ અકસ્માત સૌથી ગીચ વસ્તી ધરાવતા જિલ્લા ધનબાદમાં થયો હતો. અચાનક વીજ વાયર તૂટી પડતા અંધાધૂંધી સર્જાઇ હતી. આ ઘટનામાં ભોગ બનનાર લોકોના નામ ભરત લાલ ગુપ્તા, પ્રેમ કુમાર ગુપ્તા, મુસ્કાન કુમારી, નિશા કુમારી, પંકજ કુમાર અને અન્ય એક વ્યક્તિ વીજ કરંટના કારણે દાઝી ગયા હતા.
આ ઘટનામાં અન્ય એક વ્યક્તિને નાની -મોટી ઇજાઓ થઇ હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ ઘાયલોને તાત્કાલિક ધોરણેહોસ્પિટલમાં માં દાખલ કરવામાં આવ્યા હતા. ધનબાદ શહેરમાં વીજ પુરવઠો JBVNL નામની કંપની પૂરી પાડે છે. ત્યાંના લોકો એ JBVNL સામે પોલીસ સ્ટેશનમાં ફારીયાદ નોંધાવી છે.
અચાનક જ વાયર તૂટવાથી લોકોને ભોગ બનવું પડ્યું છે તેથી વાયરની કામગીરીમાં JBVNL ની બેદરકારી સામે આવી છે. JBVNL વીજળી વિભાગે વાયર ગાર્ડની વ્યવસ્થા કરી નથી અને એમ નામ જ સીધો ખુલ્લો વાયર પસાર કરી દીધો હતો. જો વાયર પર સુરક્ષિત ગાર્ડ હોત તો આજે એ લોકો દાઝ્યા ન હોત.
संभल कर रहें… जहाँ खड़े हों, देख लें, ऊपर बिजली का कोई तार तो नहीं… आपके साथ भी ऐसा हादसा हो सकता है… धनबाद की घटना… देखिये, गोलगप्पा खा रहे लोग कैसे आ गये बिजली तार की चपेट में… राहत की बात… सभी सकुशल हैं. pic.twitter.com/uRCJ8JYAq2
— vijay pathak (@pathakvk) October 7, 2021
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]