Breaking News

રિષભ પંતના અકસ્માતના CCTV વિડીયો આવ્યા સામે, કાર રેલીંગ તોડી રોંગ સાઈડમાં પલટી મારતા જ આગ ફાટી અને પછી તો રિષભ પંત… જુવો..!

રોજ હાઈવે ઉપર ઘણા અકસ્માતના બનાવો સામે આવે છે જેમાં ઘણા લોકોના મોત પણ થાય છે. આજે સવારમાં ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી રિષભ પંતની કારનો પણ હાઈવે ઉપર અકસ્માત થયો છે. આ અકસ્માતના CCTV જોઈને ભલભલા લોકોના મોતિયા મરી ગયા છે. કાર બેકાબુ થઈને એવી રીતે રેલીંગ તોડતી નજરે પડે છે કે જેનું જોવું પણ ખુબ મુશ્કેલ છે.

હાલ રિષભ પંત સારવાર હેઠળ છે અને તેની તબિયત સ્થિર છે પરતું આ અકસ્માતે સૌ કોઈ લોકોને ચિંતામાં મૂકી દીધા છે, ભારતીય ક્રિકેટના ચાહકોથી માંડીને વિશ્વના દિગ્ગજ ખેલાડીઓ સહીત સૌ કોઈ લોકો પ્રાર્થના કરવા લાગ્યા છે કે રિષભ પંત જલ્દી જ સાજો થઈ જાય..

રિષભ પંત પોતાની માતાને સરપ્રાઈસ આપવા માટે ઘરે જવા નીકળ્યો હતો પરતું રસ્તામાં અકસ્માત નડી જતા હાઈવે ઉપર સન્નાટો છવાઈ ગયો છે. CCTV વિડીયોમાં નજરે દેખાઈ છે કે રિષભ પંતની કાર બેકાબુ બનીને હાઈવે વચ્ચેની રેલીંગને તોડી નાખે છે અને ત્યારબાદ સામેની બાજુએ પલટી ખાઈ જાય છે.

કાર પલટી ખાતાની માત્ર 4 સેકન્ડમાં જ અંદર આગ ભભૂકી ઉઠે છે અને રિષભ પંતે સીટ બેલ્ટ પહેર્યો ન હોવાથી તે જલ્દી જ કારનો કાચ તોડીને બહાર કુદી ગયો હતો જેના કારણે તેની ઈજાઓ તો પહોચી છે પરતું તેમનો જીવ પણ બચી ગયો છે. જો રિષભ પંતે સીટ બેલ્ટ પહેર્યો હોત તો કદાચ કારમાંથી બહાર નીકળવામાં મોડું થઈ ગયું હોત અને પછી તો શું ઘટના બનેત એ તો ભગવાન જાણે…

પણ હાલ સારા સમાચાર એ છે કે રિષભ પંતની દરેક સારવાર શરુ કરી દેવામાં આવી છે અને તબિયત સુધારા ઉપર છે. ડોક્ટરનું કહેવું છે કે ઘૂંટણનું ઓપરેશન અને પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે. આ સાંભળતા જ ચાહકોના મનમાં અંદરો અંદર પ્રશ્ન થવા લાગ્યા છે કે શું તેઓ હવે રિષભ પંતને મેદાનમાં ફરી પાછો છગ્ગા ચોગ્ગા મારતો જોઈ શકશે કે કેમ..?

અત્યારે તેને રિકવરી કરવા માટે દિલ્હીની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. ઉતરાખંડના ડીજી અશોકકુમારએ જણાવ્યું છે કે, રિષભ પંત ડ્રાઇવિંગ કરતી વખતે ઊંઘી ગયો હતો. અચાનક જ ઊંઘનું જોકુ આવી જતા કાર ઉપરનો કાબુ તેણે ગુમાવી દીધો હતો. જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે રિષભ પંત કારની અંદર એકલો હતો.

અકસ્માતમાં કાર સળગી ગઈ ત્યારે તે કારમાંથી બારી તોડીને બહાર નીકળી ગયો હતો. જેના કારણે પંતને માથા પીઠ તેમજ પગના ભાગે ઈજા થઈ છે. હાલ તેની હાલત સ્થિર છે. ડોક્ટરનું કહેવું છે કે તેના ઘૂંટણ નું ઓપરેશન કરવું પડશે. આ ઉપરાંત તેણે સીટ બેલ્ટ પહેર્યો નહોતો જેને કારણે તે સુરક્ષિત બહાર નીકળી શક્યો છે.

પરંતુ જો તેને સીટ બેલ્ટ પહેર્યો હોત તો કારમાં આગ લાગવાને કારણે તે દાઝી ગયો હોત, ડોક્ટરનું કેવું છે કે તેની પ્લાસ્ટિક સર્જરી પણ કરવામાં આવશે. જ્યારે વહેલી સવારે આ સમાચાર સામે આવ્યા ત્યારે દુનિયાભરના ક્રિકેટરોના નિવેદનો સામે આવી રહ્યા છે. સૌ કોઈ લોકો ટ્વિટ કરીને રિષભ પંતને જલ્દી જ સાજો થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન તેમજ દિલ્હી કેપિટલ સ્ટીમના કોચ રિકી પોઈન્ટીગ પણ રિષભ પંતના અકસ્માતને લઈને ટ્વિટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે કે, રિષભ પંત વિશે તેઓ પ્રાર્થના કરી રહ્યા છે અને આશા છે કે તે જલ્દી પોતાના પગ ઉપર ઉભો થઈ જાય. આ ઉપરાંત મોહમ્મદ અઝરુદ્દીન, લક્ષ્મણ, વીરેન્દ્ર સેહવાગ, મુનાફ પટેલ સહિતના તમામ ક્રિકેટરોએ રિષભ પંતના સ્વાસ્થ્યને લઈને પ્રાર્થના કરી છે.

આ અકસ્માત એટલો બધો ભયંકર હતો કે તેને નજરે જોનારા લોકોના તો રુવાટા એકાએક બેઠા થઈ ગયા છે. કાર અકસ્માત સળગીને ભડભડ ભૂકો થઈ ગઈ છે. રિષભ પંતના કારના અકસ્માતના ઘણા બધા ફોટો અને વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અને પગ ઉપર ગંભીર ઈજા થઈ છે. તેમજ શરીર ઉપર અનેક જગ્યાએ ગંભીર ઘા પણ વાગ્યા છે.

ત્યાંના લોકોએ આ અકસ્માતમાં તરત જ 108 ની મદદથી રિષભ પંતને રૂડકીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો છે. ક્રિકેટ જગતના દરેક લોકો આ બનાવને લઈને દુખી છે. રિષભ પંત જલ્દી જ સ્વસ્થ થઈ જાય અને ફરી પાછા મેદાનમાં ઉતરી છગ્ગા, ચોગ્ગા અને વિકેટ કીપરીંગ કરીને દેશનું નામ આગવું કરવામાં મદદરૂપ બને તેવી પ્રાર્થના..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *