ઘણી ખરી વસ્તુઓ વ્યક્તિના સ્વભાવ પર આધારિત હોય છે. વ્યક્તિનો સ્વભાવ નરમ અને દરેક લોકો સાથે મળીને રહેવાનું હોય તો તે વ્યક્તિને ધંધા રોજગારની સાથે સાથે જીવનના ઘણા બધા પગથિયા ઉપર સારો સપોર્ટ મળી રહેતું હોય છે. પરંતુ જે વ્યક્તિઓનો સ્વભાવ એક-બીજા સાથે લડાઈ-ઝઘડો કરવાનો અને કડવાં વચન કહેવાનો હોય તેવા વ્યક્તિઓને કોઈ વ્યક્તિ સાથ સહકાર આપતો નથી..
અને આવા વ્યક્તિઓનો હંમેશા પતન જ થતું હોય છે. નાની બાબતોને લઇને કરવામાં આવતો ઝઘડો ક્યારેક વ્યક્તિના વ્યક્તિત્વને હણી નાખે છે. ઝઘડો માણસને એટલો બધો નડતો હોય છે કે જેના કારણે તેની જિંદગી પણ બરબાદ થઈ જતી હોય છે. હાલડો ગામમાં રાધેશ્યામ રેસીડેન્સી આવેલું છે..
તેમાં ભાવેશ મગનલાલ ભાઈ ટાંક નામનો યુવક રહે છે. ભાવેશભાઈ પોતે કોમ્પ્યુટર રીપેરીંગનું કામકાજ કરે છે. અને પોતાના પરિવારજનો સાથે રાજીખુશીથી રહે છે. તેમની પાડોશમાં અલ્પેશભાઈ ભુપતભાઈ દવે રહે છે. તેઓ વ્યવસાયે રિક્ષા ચલાવવાનું કામકાજ કરે છે. તેમનો સ્વભાવ ખૂબ જ ઝઘડો હોવાને કારણે ભાવેશભાઈ ક્યારેય અલ્ભાપેશઈને બોલાવતા હતા નહીં.
કારણકે અલ્પેશભાઈ એક વાર તેમના પર ગુસ્સે થઈ જતા એ દિવસ સમય પોતાની ઓટો રીક્ષા ભાવેશભાઈના ઘર સામે પાર્ક કરી દેતાં તેઓને પોતાની કાર કાઢવામાં ખુબ જ નડતરરૂપ થતી હતી. કારણ કે સવારમાં વહેલા તેઓને પોતાની કાર બહાર કાઢી તે સમયે રિક્ષા ખૂબ જ નડતી હતી. તેઓએ સાંજે અલ્પેશભાઈને જણાવ્યું હતું કે તમે રીક્ષા થોડી જ પાછળની બાજુ મૂકો..
જેથી કરીને સવારે કાઢવામાં તકલીફ ન પડે. પરંતુ આટલું પોતાની સાથે જ અલ્પેશભાઈ અને તેના હિતેશભાઈ બને એટલા બધા ગુસ્સે ભરાઈ ગયા હતા અને ભાવેશભાઈને ગાળો દેવા લાગ્યા હતા. અને કહ્યું કે આ રોડ તારા બાપનો છે. એમ કહી ને ત્યાં પડેલા પથ્થર ઊંચક્યા અને વારાફરતી ભાવેશભાઈ માથા પર ઘા મારી દેતા ભાવેશભાઈ પોતે લોહીલુહાણ થઇ ગયા હતા..
જોરથી બોલાચાલી થવા લાગી અને ગાળો પણ બોલાવા લાગી હતી. એમાં સોસાયટીના તમામ લોકો એકઠા થઇ ગયા હતા. અને માથાભારે રિક્ષાચાલક અલ્પેશભાઈ સામે સોસાયટીના તમામ રહીશોને ફરિયાદ નોંધાવી હતી. તો કેટલાક લોકોનું કહેવું છે કે, આ માથાભારે યુવક એટલી બધી દાદાગીરી કરે છે કે જેના કારણે કેટલાય લોકો સોસાયટીમાં પોતાના ઘરમાં જ રહે છે..
અને કોઈ તેમની સામે અવાજ ઉઠાવતા નથી. પરંતુ આ વખતે સોસાયટીના રહીશોએ હિંમત દાખવીને આ યુવકની સામે પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસે અલ્પેશભાઈ અને તેના હિતેશભાઈ બંનેને ધરપકડ કરી લીધી છે. પોલીસને તપાસ કરવાની સાથે જ આ બંને યુવકો પાસેથી છરી પણ મળી આવી હતી. એટલે કે પોલીસને જાણ થઈ કે નક્કી આ બંને યુવકો કોઈ કાળા કામ સાથે પણ જોડાયેલા હશે.
આ બંનેને પકડીને પોલીસ પોલીસ સ્ટેશન લઇ ગયા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. આ યુવક પાસેથી છરી જેવા તિક્ષ્ણ હથિયારનાં પોલીસ મૂંઝાઈ ગઈ હતી. ત્યારે આસપાસના લોકોનો ભારે ખળભળાટ મચી ગયો છે. તેમજ ભાવેશભાઈને માથા પર ખૂબ વધારે ઈજા પહોંચી હતી. અને તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા..
એટલા માટે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આજે અલ્પેશભાઈને નાની અમથી બાબતને લઈને ગુસ્સો ખૂબ જ ભારે પડ્યો છે. અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. જો તેઓએ હવે કહેવા મુજબ રીક્ષા સહેજ પાછળની બાજુએ મૂકી હોત તો ત્યાં ને ત્યાં જ બખેડો પતી ગયો હોત. પરંતુ તેમના ગુસ્સાને કારણે આજે તેઓને આ દિવસ જોવાનો વારો આવ્યો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]