Breaking News

રેશનકાર્ડ ધારકો માટે ફાયદાના સમાચાર, રેશનિંગની દુકાનેથી પાણીના ભાવે મળશે આ ચીજવસ્તુઓ.. ખાસ વાંચો..!

સમગ્ર ભારત દેશમાં ક્યાંથી lockdown શરૂ થયું હતું. ત્યારથી કેન્દ્ર સરકારે દરેક ભારતીયોને કે જેઓ રેશનકાર્ડ ધરાવે છે. તેઓને એકદમ સસ્તા ભાવે અનાજ તેમજ કઠોળનું વિતરણ શરૂ કર્યું હતું. આ યોજનાનો લાભ ભારતના દરેક રેશનકાર્ડ ધારકોને આપવામાં આવ્યો હતો. તેમજ દિવાળી પછી અનેક અનાજના ભાવમાં વધારો થતાં સરકારે રેશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવાનું ઓછું કરી દીધું હતું…

જ્યારે હવે વળી પાછું વિતરણ શરૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં રેશનકાર્ડ ની કોઈપણ દુકાનેથી તમામ રેશનકાર્ડ ધારકો મહિનામાં એક વખત 1 કિલો તુવેર દાળ માત્ર 50 રૂપિયામાં ખરીદી શકશે.. એટલે કે સાવ પાણી માફક ભાવે ગુજરાત સરકાર રેશનકાર્ડ ધારકોને અનાજ તેમજ કઠોળની વહેચણી કરશે.

નવેમ્બર મહિનામાં રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે 17 લાખ કરતાં પણ વધારે રેશનકાર્ડ ધારકોને કોઈ સારી ગુણવત્તાવાળો આહાર મળી રહે તે ઉદેશ્યથી 30 રૂપિયા ની સબસીડીની સાથે એક કિલો તુવેર દાળ નું વિતરણ શરૂ કર્યું હતું. પરંતુ બજારમાં તુવેરદાળના ભાવ આસમાનની ઉંચાઈઓ ને અડકી રહ્યા હતા…

એટલા માટે સરકારે તુવેરદાળના વિતરણમાં કાપ મૂક્યો હતો. તેમજ અમુક સમય માટે તેને સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. પરંતુ ત્યાર પછી સરકારે નક્કી કર્યું છે કે, સરકાર બજારમાંથી ગમે તેટલા ભાવમાં તુવેરદાળ ખરીદીને રેશનકાર્ડ ધારકોને માત્રને માત્ર ૫૦ રુપિયાના ભાવે વેચાણ કરવાનો કડક નિર્ણય બનાવી લીધો છે.

ગુજરાતમાં જે નાગરિકો પાસે રેશનકાર્ડ છે. તે લોકોને ફેબ્રુઆરી મહિના ના બીજા અઠવાડિયાથી તુવેર દાળ નું વિતરણ શરૂ કરી આપવામાં આવશે. જેમાં રેશનકાર્ડ ધારકોને 1 કિલો તુવેર ડાળ પર 40 રૂપિયાનો ફાયદો થશે. રેશનકાર્ડ ધારકો માટે આ મહત્વના સમાચાર આવતાની સાથે જ લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે..

કારણ કે સરકારે તેઓની માટે પહેલીવાર આટલા ઓછા ભાવે વિતરણ શરૂ કર્યું છે. આ સમચાર મળતા જ રેશનકાર્ડ ધારકો તુવેર દાળ, ચણા તેમજ ઘઉંની ખરીદી મન મૂકીને કરવા લાગ્યા છે. જોકે રેશનની દુકાન પર અનાજનો સંગ્રહ વ્યવસ્થિત ન રેહતા તે બગડી જવાના કેસ પણ સામે આવ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *