રેલ્વેના પાટા ઉપરથી લાશના ટુકડા મળી આવતા ગામમાં મચી ગયો ફફળાટ, તપાસ માટે આવેલી પોલીસ પણ ચોંકી ગઈ..! જાણો..!

દીન પ્રતિ દિન ચોંકાવનારી ઘટનાઓમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. એમાં પણ જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હોય અને એવો બનાવ સામે આવે તો ઘટનાનો ભોગ બનનાર પરિવારો માટે તો આ દુઃખની ઘડી સહન કરવી ખૂબ જ મુશ્કેલ પણ બની જતી હોય છે. અત્યારે બિહારના મુઝ્ઝફપુર-સમસ્તીપુર રેલવે વિભાગ પાસેથી આવી જ એક હચમચાવી દેતી ઘટના બની ચૂકી છે..

અહીં દેદરા ગામ પાસે રેલવેના પાટા પસાર થાય છે. જ્યાં સવારના સમયે કેટલાક લોકો પાટા ઉપરનો રસ્તો ક્રોસ કરીને પોતાના ખેતરે તેમજ અન્ય જુદા કામે પણ જતા હોય છે. ત્યારે સવારના સમયે લોકોની અવર-જવર ત્યાંથી શરૂ થઈ ગઈ ત્યારે લોકોએ જોયું કે રેલવેના પાટા ઉપર છુટા છવાયા હાથ અને પગ પડેલા છે..

આ દ્રશ્ય જોઈને તેઓ ત્યાં નજીક ગયા અને જોયું તો કોઈ વ્યક્તિની લાશ અહીં કપાયેલી પડી હોય તેવું લાગતું હતું. આ દ્રશ્ય જોઈને તાત્કાલિક ધોરણે તેઓએ નજીકના પોલીસ સ્ટેશનમાં ફોન કરીને જાણકારી આપી હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને શું થયું છે..? તેની જાણકારી મેળવવા લાગ્યો હતો..

જેમાં ખબર પડી કે, કોઈ વ્યક્તિને મોતને ઘાટ ઉતારીને ટ્રેનની નીચે ફેંકી દેવામાં આવ્યો હશે. અથવા તો કોઈ વ્યક્તિ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે. આ વ્યક્તિ કોણ છે..? તેમજ કયા વિસ્તારનો છે.? તેની કોઈ પણ માહિતી મળી નહીં તેના ચહેરા ઉપરથી આસપાસ ઉભેલા લોકોએ તેને ઓળખી લીધો કે, આ જયપ્રકાશ જા નામનો વ્યક્તિ છે..

જેની ઉંમર 30 વર્ષની છે અને તે પંડિત ટોલા વિસ્તાર પાસે રહે છે. જ્યારે જયપ્રકાશના મૃત્યુના સમાચાર તેના પરિવાર સુધી પહોંચાડવામાં આવ્યા ત્યારે ભારે રોકકકળ મચી ગઈ હતી. માતા-પિતા માટે તો દુઃખની આ ઘડી સહન કરવી મુશ્કેલી જ નહીં પરંતુ નામુમકીન સમાન બની ગઈ હતી. કારણ કે તેમનો બાળકો દીકરો હવે આ દુનિયામાં રહ્યો હતો નહીં.

પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો હતો. તાત્કાલિક ધોરણે તેઓ પણ અહીં આવી પહોંચ્યા ત્યાર બાદ તેના અંતિમ સંસ્કારની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ યુવક ટ્રેનની નીચે એવી રીતે કપાઈ ગયો હતો કે, તેને ઓળખવામાં પણ મુશ્કેલ હતો. જે લોકો યાદ રહેશે પોતાની નજર સામે જોઈ લીધું છે..

તેમના માટે ઊંઘ પણ ઉડી ગઈ છે અને વારંવાર તેમના મનમા આ જ દ્રશ્ય સામે આવવા લાગ્યા છે. જયપ્રકાશના માતા પિતાએ પોલીસને નિવેદન આપતા જણાવ્યું છે કે, તેને કોઈ વ્યક્તિએ મોતને ઘાટ ઉતારીને ટ્રેનની નીચે ફેંકી દીધો હશે. કારણ કે તેમનો દીકરો ક્યારેય પણ આપઘાત કરી શકે નહીં અને તેને જીવનમાં કોઈ પણ પ્રકારનો દુઃખ પણ ન હતું. આ ઘટનાને લઈને અત્યારે તપાસ ચલાવવામાં આવી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment