Breaking News

“રેહવા દે… તું આ તારને પકડતો નહી” કહીને લોકો બુમો પાડતા રહ્યા અને ટ્રેન ઉપર ઉભેલો યુવક તારને અડકી જતા જ શરીરનો થઈ ગયો ભડકો, જુવો લાઈવ વિડીયો..!

માથા ફરેલ લોકો ઘણી બધી વાર એવું પગલું ભરી લે છે કે, જેને જોઈને સામાન્ય જનતા તો મોઢામાં આંગળા નાખી જતી હોય છે કે, આવા માથા ફરેલા લોકો શું પોતાની જિંદગી વિશે વિચારતા પણ નથી, કારણકે તેઓ ક્યારેક કોઈ પણ વ્યક્તિનો જીવ લઈ લેતા હોય છે. તો પોતાના જીવને પણ જોખમમાં મૂકી દેતા હોય છે..

અત્યારે સવાર સવારમાં એક એવી ઘટના બની ગઈ છે કે, જેને જોઈને જાહેર જનતાના મનમાં પણ હલબલી મચી ગઈ છે. આગળના દૂર રેલવે સ્ટેશન વિસ્તારની છે. અહીં સવારના 09:00 વાગે આસપાસ છત્તીસગઢ એક્સપ્રેસ નામની ટ્રેન ઉભી હતી. પ્લેટફોર્મ ઉપર ઉકેલી આ ટ્રેનના ડબ્બા ઉપર રવિ નામનો એક યુવક ચડી ગયો હતો.

રવિ છેલ્લા ઘણા સમયથી પંજાબમાં મજૂરી કામ કરે છે. અને તે પોતાના વતન અમૃતસર બિલાસપુર એક્સપ્રેસમાં જવા માટે નીકળ્યો હતો. પરંતુ અચાનક જ દૂર રેલવે સ્ટેશન ઉપર ઉકેલી છત્તીસગઢ એક્સપ્રેસની ટ્રેનના ડબ્બા ઉપર આ યુવક ચડી ગયો હતો. જ્યારે આ યુવા ટ્રેન ઉપર ચડતો હતો. ત્યારે આસપાસના લોકો બૂમોબૂમ કરી દીધી હતી..

તો ત્યાં ફરજ પર હાજર રહેલા આરપીએફ અને જીઆરપીના જવાનો પણ આ યુવકને નીચે ઉતારવા માટે મથામણ કરવા લાગ્યા હતા. પરંતુ આ યુવકનું મગજ ફરી ગયું હોય તેવી રીતે તે આ ટ્રેનના ડબા ઉપર ચડી ગયો અને ધીમે ધીમે તે હાઈ ટેન્શન તારને અડકવાની કોશિશ કરતો હતો, ત્યાં ઉભેલા લોકો જોર જોરથી બુમો પાડીને કહેવા લાગ્યા કે, તું રહેવા દેજે..

એ તારને અડકતો નહીં, કારણકે એ તાર માંથી ખૂબ જ જોરદાર ઇલેક્ટ્રિસિટી પસાર થાય છે. અને અડકતાની સાથે જ તારા શરીરનો ફટાકડો ફૂટી જશે, અને તું મરી પણ જઈશ એટલા માટે આ તારને અડકતો નહીં, પરંતુ આ યુવક કોઈ પણ વ્યક્તિની વાત સાંભળ્યા વગર ધીમે ધીમે પોતાનો હાથ તાર તરફ લઈ ગયો..

અને તેને પકડતાની સાથે જોરદાર ધડાકો થઈ ગયો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે રેલવે સ્ટેશન વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. તો કેટલાક લોકો પોતાનો મોબાઈલ ફોન કાઢીને આ તમામ દ્રશ્યો પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરવા લાગ્યા હતા. અત્યારે સોશિયલ મીડિયામાં મોબાઇલ ફોનમાં કેદ કરેલો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે..

કે જેમાં સ્પષ્ટ પણે દેખાઈ આવે છે કે, આ યુવક ટ્રેનના ડબ્બા ઉપર ચડીને હાઈ ટેન્શન તારને પોતાના હાથે અડકે છે. અને અડકતાની સાથે જ તેના શરીરનો ફટાકડો બોલીને ખૂબ જ મોટો આગનો ભડકો બહાર નીકળી આવે છે. ત્યારબાદ તે ટ્રેનના ડબ્બા ઉપરથી નીચે પટકાયો હતો. તેની નજીક જવાની પણ કોઈપણ વ્યક્તિએ તસદી લીધી નહીં..

પરંતુ ત્યાં હાજર થયેલા જાગૃત નાગરિકે તાત્કાલિક તેને દુર્ગની એક સરકારી હોસ્પિટલમાં ખસેડી દીધો હતો. પરંતુ તેની તબિયત ખૂબ જ કથળી ગઈ હતી અને વધુ સારવાર માટે તેને રાયપુર ખાતે પણ રિફર કરવામાં આવ્યો હતો. હકીકતમાં આ વ્યક્તિનો જીવ બચી શકે તેમ નથી. આ યુવક પંજાબમાં નોકરી કામ કરતો હતો..

અત્યારે તેના પરિવારજનોને આ ઘટનાની જાણકારી આપવામાં આવી છે. તેને શા માટે આવું પગલું ભર્યું હોય તેની હજુ સુધી કોઈ પણ જાણકારી મળી નથી. આગળ પણ માથાભરેલો એક વ્યક્તિ ઈલેક્ટ્રિસિટી ના પોલ ઉપર ચડી ગયો હતો. અને ત્યાં હંગામા મચાવી દીધો હતો ત્યાં કરણ પસાર થતા તારની હડકતાની સાથે તેને પણ કરંટ લાગી ગયો હતો અને તે તેને ત્યાં ચોંટી ગયો હતો પરિણામે તેનું મૃત્યુ પણ થયું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *