Breaking News

રાત્રે ખેતરેથી ઘરે આવતી વખતે ખેડૂતે જોઈ લીધું એવું કે માથે તાવ ચડી ગયો, સીમ વિસ્તારમાં ફફળાટ સર્જાયો..!

જ્યારે આપણી આંખો કોઈ વિચિત્ર દ્રશ્ય જુએ ત્યારે થોડા સમય સુધી એ દ્રશ્ય આપણા મગજમાંથી નીકળી શકતું નથી, તેવી જ રીતે જ્યારે પણ આપણે કોઈ વિચિત્ર ઘટના વિશે સાંભળીએ છીએ ત્યારે આપણું મગજ પણ વારંવાર એ શબ્દોને યાદ કરવા લાગતું હોય છે. અત્યારે એક ખેડૂત સાથે એવી ઘટના બની હતી કે, તે બે દિવસ સુધી એ ઘટનાને ભૂલી શક્યા નહીં..

અને તેમને માથે તાવ પણ ચડી ગયો હતો, આ સાથે સાથે ખેતરના સિમ વિસ્તારની અંદર ફફળાટનો માહોલ પણ સર્જાઈ ગયો હતો, આ ઘટનાને લઇ ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો. આ ચોકાવનારી ઘટના વિજાપુર ગામમાંથી સામે આવી છે, આ ગામની અંદર ત્રિકમભાઈ નામના યુવકો તેમના પરિવાર સાથે રહીને ગામની સીમ વિસ્તારમાં આવેલી તેમની 15 વીઘા જમીનમાં ખેતીનું કામકાજ કરે છે…

ખેતરે મોડી રાત્રે તેઓ પાકને પાણી પાવા માટે ગયા હતા, એ વખતે તેમની સાથે એક ખૂબ જ અજુગતી ઘટના બની ચૂકી હતી, આ ઘટના આટલી બધી વિચિત્ર સાબિત થઈ કે બે દિવસ સુધી તો ત્રિકમભાઈના શરીરમાં ધ્રુજારી ઉત્પન્ન થઈ ગઈ હતી. અને તેમને માથે તાવ ચડી ગયો હતો..

તેમની હાલત ખૂબ જ દયનીય સાબિત થઈ જવા પામી હતી, ત્રિકમભાઈ સાંજના સમયે ભોજન લીધા બાદ તેમના ખેતરે પાકને પાણી પાવા માટે એકલા નીકળી પડ્યા હતા, તેઓ અવારનવાર સાંજના સમયે તેમના ખેતરે જતા હતા. પરંતુ તેઓ જ્યારે તેમના ખેતરેથી પાકને પાણી આપીને પોતાના ઘરે પરત ફરતા હતા..

એ વખતે તેઓ એવું દ્રશ્ય જોઈ લીધું હતું કે, આ દ્રશ્યને તેઓ સહન કરી શક્યા નહીં તેવો જ્યારે તેમના ઘરે પરત આવતા હતા, ત્યારે તેમના પડોશના ખેતરની અંદરથી સફેદ કપડાં પહેરીને કોઈ મહિલા ખેતરની અંદર આંટાફેરા લગાવતી હોય તેવું લાગતું હતું, સમગ્ર ખેતરની અંદર અંધારું હતું..

પરંતુ સફેદ કપડાં પહેરીને આટા ફેરા મારતી આ મહિલાનું શરીર એકદમ ચમકતું હતું અને તેની સાડી પણ ચમકતી હતી, આ ઉપરાંત ચારે કોરથી ડરામણા અવાજ પણ આવવા લાગ્યા હતા. આ અવાજ અને આ દ્રશ્ય જોતાની સાથે જ ત્રિકમભાઈ ખૂબ જ ડરી ગઈ અને તેઓ ના શરીરમાં ધ્રુજારી ઉત્પન્ન થઈને તેઓ ત્યાંને ત્યાં જ નીચે ઢળી પડ્યા હતા..

જ્યારે તેમની આંખ ઊઘડી ત્યારે તેઓએ ત્યાંથી દોઢ મૂકી અને તાત્કાલિક ધોરણે તેમના ઘરે પરત આવી ગયા હતા, તેઓ રાત્રે અંદાજે બે વાગ્યે તેમના ઘરે પરત આવ્યા અને ત્યારબાદ પરિવારના દરેક સભ્યોને આ ઘટના વિષે તેઓએ જણાવ્યું હતું. શરૂઆતમાં તો દરેક લોકોએ હસી મજાક કરીને ત્રીકમભાઈની વાતને ટાળી દીધી હતી..

પરંતુ બે દિવસ સુધી તેમની તબિયત બરાબર ન થઈ ત્યારબાદ તેઓએ આ ઘટના વિશે જાણવાની કોશિશ કરી હતી કે, શું આ વાત સત્ય છે કે નહીં જો આ વાત સત્ય હોય તો અન્ય કોઈ વ્યક્તિને શા માટે આવું દ્રશ્ય દેખાતું નથી. માત્ર ત્રીકમ ભાઈને શા માટે આ દ્રશ્ય દેખાયું હતું. આ ઘટનાને લઈને દરેક લોકો ઊંડા વિચારમાં મુકાઈ ગયા હતા..

રાત્રિના સમયે કેટલાક લોકોએ ત્રિકમભાઈના ખેતર પાસે પહેરો પણ જમાવ્યો પરંતુ કોઈ પણ વ્યક્તિને આ દ્રશ્ય દેખાયું નહીં થોડા દિવસ બાદ ત્રિકમભાઈ ફરી એકવાર જઈ રહ્યા હતા, એ વખતે તેઓની સાથે તેમના બંને દીકરા પણ હતા અને ત્યારે તેઓએ ફરી એકવાર આ દ્રશ્યને જોયું હતું આ વખતે તો ત્રિકમભાઈના બંને દીકરાઓ એ પણ પોતાની નજરથી જ આ દ્રશ્ય જોઈ લેતા તેમના મનમાં પણ ખૂબ જ ઊંડો ડર બેસી ગયો હતો..

આ ઘટનાને લઈને તેઓએ અને ડરી જવાને બદલે હિંમત અને સાહસિકતાથી કામ લીધું હતું અને આ મહિલાની પાછળ તે દોડવા લાગ્યો હતો, ત્રિકમભાઈનો નાનો દીકરો સમજી ચૂક્યો હતો કે, આ બધી બાબતો ડરાવવાના ધંધા છે. હકીકતમાં આ ઘટનાની પાછળ કંઈક અન્ય કારણો જ જોડાયેલા હશે જ્યારે તેણે આ મહિલાની પાછળ પાછળ દોડવાનું શરૂ કર્યું ત્યારે આ મહિલાનો ભાંડો ફૂટી ગયો હતો..

અને ખબર પડી કે તેમના પડોશના ખેતરમાં કામ કરતી મહિલા સફેદ કલરની સાડી પહેરીને ત્રિકમભાઈને ડરાવી રહી હતી કારણ કે, ત્રિકમભાઈ ની જમીનને તેઓ સસ્તા ભાવે ખરીદવા માંગતા હતા અને એટલા માટે તેઓ ત્રિકમભાઈના ખેતરની અંદર ભૂતપ્રેત અને આત્માનો વાસ છે…

તેવું જણાવીને ભાવ ઓછા કરાવવા માંગતા હતા. જમીન ઓછા ભાવે ખરીદવાની તાલાવેલીમાં તેઓએ એવું કરી નાખ્યું હતું કે, ત્રિકમભાઈની જિંદગીની તો પથારી ફરી જવા પામી હતી, તેઓ એટલા બધા ઊંડા ડરમાં ચાલ્યા ગયા હતા કે, તેમની તબિયત પણ બગડી ગઈ હતી. જાણકારી મળતાની સાથે સીમ વિસ્તારમાં માહોલ સર્જાઈ ગયો હતો, આ પ્રકારના બનાવ પાછળના સમયમાં પણ સામે આવી ચૂક્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *