Breaking News

રાત્રે ગરમી થતા પરિવાર દરવાજો ખુલ્લો મૂકીને સુઈ ગયા, સવારે જાગીને જોયું તો ઉડી ગયા દરેકના હોશ, પોલીસ થઈ દોડતી..!

ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. ગુજરાત પોલીસ આટલા કડક નિયમો અને કાયદા હોવા છતાં પણ કેટલાક લોકોએ ચોરીનું કાર્ય શરૂ રાખ્યું છે. ચોરીની એક વધુ ઘટના આણંદ જિલ્લામાં સામે આવી છે. આણંદ જિલ્લાના જીટોડીયાના ચાવડાપુર વિસ્તારમાં હિતેશભાઈ પુનમભાઈ રહે છે..

હિતેશભાઈ એ વડોદરામાં રેલવે વિભાગમાં નોકરી કરી રહ્યા છે. હિતેશભાઈ અને તેમના પત્ની હંસાબેન ચાવડાપુરા વિસ્તારમાં એક મકાનના ઉપલા માળે રહે છે. ગઈકાલે રાત્રે હિતેશભાઈ અને તેમના પત્ની વહેલા જમીને રાત્રે દસ વાગે સુઈ ગયા હતા. પરંતુ મોડી રાત્રે વીજળી કપાતા હિતેશભાઈને ગરમી થઈ રહી હતી. જેના કારણે હિતેશભાઈ થોડીવાર માટે ઘરનો મુખ્ય દરવાજો ખૂલ્યો હતો..

પરંતુ સૂતાની સાથે જ તેમને ઊંઘ આવી ગઈ. જેથી તેઓ ઘરનો મુખ્ય દરવાજો બંધ કરવાનું ભૂલી ગયા. ફાયદો ઉઠાવીને કેટલાક તસ્કરો ઘરમાં ઘૂસી ગયા. તેઓએ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સાથે કુલ એક લાખ જેટલા મુદ્દામાલની ચોરી કરી અને ભાગી ગયા હતા.

જ્યારે હિતેશભાઈ અને તેમના પત્ની સવારે ઊઠ્યા ત્યારે તેઓ ઘરની આવી હાલત જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઉઠતાની સાથે જ તેવોના હોશ ઉડી ગયા હતા. તેમને ઘરમાં ચોરી થયાની જાણ થતા તેઓ તરત જ આણંદના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા હિતેશભાઈના પત્ની મીનાબહેનની ફરિયાદના આધારે ઘરની તપાસ શરૂ કરી છે..

તેમજ તે ચોરોને શોધવા માટે ની કાર્યવાહી હાથ ધરી છે. એક મધ્યમ વર્ગીય પરિવારના ઘરમાંથી એક લાખ રૂપિયા જેટલી મોટી રકમની ચોરી થવાથી હિતેશભાઈ અને તેમના પત્ની ખુબ જ હતાશ છે. રાત્રે હિતેશભાઈએ ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો રાખવાને કારણે આ ચોરી થઈ હતી.

હિતેશભાઈની આ નાની એવી ભૂલ તેમને ખૂબ જ મોંઘી પડી છે. આણંદના સ્થાનિક પોલીસ દ્વારા ચોરી કરનાર શખ્સને વહેલી તકે પકડવા માટે તમામ ચક્રો ગતિમાન કર્યા છે. પરતું આ ચોર તો હવે ચોરી કરીને ક્યાય દુર ફરાર થઇ ગયા હશે. ખરેખર આવા ચોર લુંટારાઓને પકડી પાડવા જોઈએ અને બરાબરનો મેથીપાક ચખાડવો જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પત્નીને એઈડ્સ થતા જ સાળી સાથે પ્રેમ થયો, સાળી અને જીજાજીએ મળીને મહિલાની ચાર્જરના વાયરથી કરી નાખી હત્યા.. રુંવાટા બેઠા કરતો બનાવ..!

હવે તો દરેક પ્રકારના ગુનાઓ એટલી બધી હદે બનવા લાગ્યા છે કે, જેની ન પૂછો …

Leave a Reply

Your email address will not be published.