ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. ગુજરાત પોલીસ આટલા કડક નિયમો અને કાયદા હોવા છતાં પણ કેટલાક લોકોએ ચોરીનું કાર્ય શરૂ રાખ્યું છે. ચોરીની એક વધુ ઘટના જેથાન પાસેથી સામે આવી છે. અહીની શ્રીરામ કોલોનીમાં રીતેશભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે..
રીતેશભાઈ રેલવે વિભાગમાં નોકરી કરી રહ્યા છે. રીતેશભાઈ અને તેમના પત્ની રસીલાબેન જેથાન વિસ્તારમાં એક મકાનના ઉપલા માળે રહે છે. ગઈકાલે રાત્રે રીતેશભાઈ અને તેમના પત્ની વહેલા જમીને રાત્રે દસ વાગે સુઈ ગયા હતા. પરંતુ મોડી રાત્રે વીજળી કપાતા રીતેશભાઈને ગરમી થઈ રહી હતી..
જેના કારણે રીતેશભાઈ થોડીવાર માટે ઘરનો મુખ્ય દરવાજો ખૂલ્યો હતો. પરંતુ સૂતાની સાથે જ તેમને ઊંઘ આવી ગઈ. જેથી તેઓ ઘરનો મુખ્ય દરવાજો બંધ કરવાનું ભૂલી ગયા. ફાયદો ઉઠાવીને કેટલાક તસ્કરો ઘરમાં ઘૂસી ગયા. તેઓએ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સાથે કુલ એક લાખ જેટલા મુદ્દામાલની ચોરી કરી અને ભાગી ગયા હતા.
જ્યારે રીતેશભાઈ અને તેમના પત્ની સવારે ઊઠ્યા ત્યારે તેઓ ઘરની આવી હાલત જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઉઠતાની સાથે જ તેવોના હોશ ઉડી ગયા હતા. તેમને ઘરમાં ચોરી થયાની જાણ થતા તેઓ તરત જ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા રીતેશભાઈના પત્ની રસીલાબહેનની ફરિયાદના આધારે ઘરની તપાસ શરૂ કરી છે..
તેમજ તે ચોરોને શોધવા માટે ની કાર્યવાહી હાથ ધરી છે. એક મધ્યમ વર્ગીય પરિવારના ઘરમાંથી એક લાખ રૂપિયા જેટલી મોટી રકમની ચોરી થવાથી રીતેશભાઈ અને તેમના પત્ની ખુબ જ હતાશ છે. રાત્રે રીતેશભાઈએ ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો રાખવાને કારણે આ ચોરી થઈ હતી.
રીતેશભાઈની આ નાની એવી ભૂલ તેમને ખૂબ જ મોંઘી પડી છે. સ્થાનિક પોલીસ દ્વારા ચોરી કરનાર શખ્સને વહેલી તકે પકડવા માટે તમામ ચક્રો ગતિમાન કર્યા છે. પરતું આ ચોર તો હવે ચોરી કરીને ક્યાય દુર ફરાર થઇ ગયા હશે. ખરેખર આવા ચોર લુંટારાઓને પકડી પાડવા જોઈએ અને બરાબરનો મેથીપાક ચખાડવો જોઈએ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]