રાત્રે ગામના પાદરે રહેલી પાણીની ટાંકીમાંથી આવતો હતો વિચિત્ર અવાજ, સરપંચે જીગર કરીને જોયું તો ઉડી ગયા હોશ..!

ગામડામાં રહેતા લોકો ખૂબ જ સાહસિક અને નીડર હોય છે. કારણ કે, ખેતી સાથે જોડાયેલા લોકોને અડધી રાત્રે પણ ખેતરે કામ કરવા માટે જવું પડતું હોય છે. આ ઉપરાંત જંગલ અને જાડી ઝાંખરા નજીક હોવાને કારણે જંગલી જનાવરનો પણ ક્યારેક સામનો કરવો પડે છે. અને જીવજંતુને તો સાવ નજર અંદાજ પણ કરવા પડતા હોય છે.

એટલા માટે તેમને કોઈ નજવી ચીજ વસ્તુઓનો ડર લાગતો નથી. પરંતુ અત્યારે એક ગામડામાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. આ ઘટના ઝીનાળા ગામની છે. આ ગામમાં દામોદર ભાઈ નામના વ્યક્તિ સરપંચ ઓફિસમાં રહીને જીવન ગુજારે છે. તેઓ આ ગામના સરપંચ છે. અને એકલવાયું જીવન જીવતા હોવાથી તેઓ સરપંચ ઓફિસની અંદર જ રાતના સમયે સૂઈ જાય છે..

તેમના ઓફિસની બાજુમાં જ ગામના પાદરે આવેલી પાણીની એક ટાંકી માંથી અડધી રાત્રે એક વિચિત્ર અવાજ આવવા લાગ્યો હતો. આ ટાંકીમાંથી સમગ્ર ગામના લોકોને પીવાનું પાણી પૂરું થતું હતું. આ ટાંકીમાંથી વિચિત્ર અવાજ આવવા લાગતા સરપંચના હોશ ઉડી ગયા હતા. તેઓ અડધી રાત્રે જ્યારે જગ્યા ત્યારે જોયું તો તેમના મોતિયા મરી ગયા હતા..

તેઓએ હિંમત કરીને પાણીની ટાંકીની નજીક જઈને જોવાની કોશિશ કરી હતી કે, આ વિચિત્ર અવાજ ક્યાંથી આવી રહ્યો છે. તેઓ પાણીની ટાંકી ઉપર ચાલ્યા ગયા અને ત્યાં ટાંકીનું ઢાંકણું ખોલતાની સાથે જ તેમના હોશ છૂટી ગયા કારણકે તેઓએ અંદર એક વ્યક્તિને મૃત હાલતમાં જોઈ લીધો હતો..

તો એક વ્યક્તિ જીવ બચાવવા માટે વલખા મારી રહ્યો હતો, સરપંચે તાત્કાલિક ધોરણે ગામના અન્ય વ્યક્તિઓને ફોન કરીને પાણીની ટાંકી પાસે બોલાવી લીધા અને આ વ્યક્તિની મદદ લઈ પાણીની ટાંકીની અંદર રહેલા એક વ્યક્તિનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. અને ત્યારબાદ અંદર રહેલી લાશને પણ બહાર કાઢવામાં આવી હતી..

ઘટનાની જાણકારી સવાર સુધીમાં તો પોલીસ સુધી પણ પહોંચાડી દેવામાં આવી કે, પાણીની ટાંકીની અંદરથી એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અને એક વ્યક્તિની લાશ મળી આવી છે. જ્યારે રેસ્ક્યુ કરનાર વ્યક્તિની તબિયત બરાબર થઈ ત્યારે તેને પૂછપરછ કરવામાં આવી તો ખબર પડી કે..

બાજુના ગામમાં રહેતા રંગનાથ શેઠ નામના વ્યક્તિ પાસેથી તેમણે થોડા સમય પહેલા પૈસા વધારે લીધા હતા. પરંતુ આ સમય ચૂકી જતા રંગના શેઠ ખૂબ જ ગુસ્સે ભરાયો હતો. અને તેણે કેટલાક લોકોને તેમની પાસે મોકલ્યા અને તેઓએ તેમને ઢોરમાર માર્યો હતો અને ત્યારબાદ પાણીની આ ટાંકીની અંદર ફેંકી દઈ ઢાંકણ પણ બંધ કરી દીધું હતું.

જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે. મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ ઈશ્વરસિંહ છે. જેની ઉંમર 25 વર્ષ હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ ઘટનાની અંદર બચી જનાર વ્યક્તિનું નામ પ્રતીક છે. જેની ઉંમર 27 વર્ષની છે. આ બંને વ્યક્તિએ રંગના શેઠ પાસેથી પૈસા વ્યાજે લીધા હતા…

પરંતુ આ ઉધારની રકમ ચૂકવી ન શકતા શેઠે અંતિમ નિર્ણય લઈ આ બંને વ્યક્તિને પાણીની ટાંકીની અંદર જીવતા ફેંકી દેવામાં આવ્યા હતા. શરૂઆતમાં તો સરપંચને ખૂબ જ અજુગતું લાગ્યું હતું. કારણ કે અડધી રાત્રે આ વિચિત્ર અવાજ આવવા લાગતા તેમની ઊંઘ ઊડી ગઈ હતી..

તો ગામમાં ચારેકોર ડરનો માહોલ ફેલાઈ ગયો હતો કે, પાણીની ટાંકીની અંદર એવું તો શું થયું છે કે આવો વિચિત્ર અવાજ આવવા લાગ્યો છે. મૃત્યુ પામનાર વ્યક્તિ ઈશ્વરસિંહના પરિવારજનોને જ્યારે ખબર પડી કે તેમના પરિવારનો જુવાન જોધ દીકરો મૃત્યુ પામ્યો છે. ત્યારે તેમના માથે આફતોના આભ ફાટી નીકળ્યા હતા..

ઈશ્વરસિંહની માતા તો ત્યારે ત્યાં જ ઢળી પડી હતી. કારણ કે તે તેના એકના એક દીકરાના મૃત્યુના આ સમાચારને સહન કરી શકે નહીં ઈશ્વરસિંહની બહેન અને ઈશ્વરસિંહના પિતા પણ આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે. જયારે જયારે આવી ઘટના બને છે ત્યારે શોક છવાઈ જાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment