Breaking News

રાત્રે આગ લાગતા 3 વીઘાનો શેરડીનો પાક બળીને ખાખ થયો, સવારે ખેડૂતે ખેતર જઈને જોતા જ પકડી લીધું માથું..!

ખેતી એક એવો વ્યવસાય છે કે જેમાં કુદરતી દરેક પરિબળો તેમજ નસીબનો સાથ છેક સુધી જોઈએ છે. તો જ ખેતરમાં તમે યોગ્ય પાક લઈ શકો છો. પરંતુ હાલના સમયમાં કુદરતનો સાથે આટલો બધો ખેડૂતોને મળી રહ્યો નથી. કારણ કે અવારનવાર ગુજરાતમા માવઠા અને વાવાઝોડાઓ ત્રાટકતા હોઈ છે.

આવી કુદરતી પરિસ્થિતિઓની વચ્ચે પણ ખેડૂતો ખેતી કરી રહ્યા છે. પરંતુ હવે તો તેઓને કુત્રિમ આફતો પણ નડવા લાગી છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આગ લાગવાના બનાવો છાશવારે સામે આવતા હોય છે. પરંતુ ખેતરમાં આગ લાગવાના બનાવો ખૂબ જ ઓછા બને છે..

પરંતુ જે પણ ખેડૂતના ખેતરમાં આગ લાગે છે. એના મોઢે આવેલો કોળીયો છીનવાઇ જતો હોય છે. કારણ કે ખેતરમાં પાકને તેઓએ નાના છોકરાની જેમ ઉછેરીને મોટો કર્યો હોય છે. પરંતુ જ્યારે આ પાકને ખેતરમાંથી કાપીને બહાર કાઢવાનો સમય આવે એ સમય દરમિયાન જો આગ લાગી જાય તો એ બાબતને સહન કરવી ખૂબ જ મુશ્કેલ છે..

અને હાલ એવી જ એક ઘટના કોડીનાર તાલુકાના ડોળાસા ગામે રહેતા અને ખેતી કરીને જીવન ગુજારતા રણજીતભાઈ નારાયણ ભાઈ રાઠોડ નામના ખેડૂતના ખેતરમાં બની છે. તેઓ નું ખેતર ગામની સીમમાં વીરા ભગતના મંદિર પાસે આવેલું છે. 5:00 આસપાસના સમયે પવન ખૂબ જ હતો એટલા માટે ખેતરની ઉપરથી પસાર થતી વીજળીના વાયરો એક બીજા ને અડકી રહ્યા હતા..

વધારે પડતા પવનને કારણે જ્યારે વાયરો એકબીજાને અડકે એટલે તિખારા ઉત્પન્ન થતાં હતાં. જેમાંથી એક તણખલું વાયર નીચે રહેલા શેરડીના પાક પર પડતાં પાક સુકો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી ગઇ હતી. રણજીતભાઈ પોતાના ખેતરમાં ત્રણ વીઘા માં શેરડીનો પાક વાવ્યો હતો..

માત્ર ગણતરીના દિવસોમાં જ આપને કાપીને વેચી દેવાનો હતો. પરંતુ એ પહેલા તેઓને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આગના કારણે સંપૂર્ણ પાક બળી જતાં રણજીતભાઈ ને ત્રણ લાખ રૂપિયાનું નુકસાન કરવાનો વારો આવ્યો છે. આ વિસ્તારમાં વાવાઝોડાને કારણે પણ ખૂબ જ ભયંકર નુકસાન થયું હતું..

વાવાઝોડા બાદ ખેડૂતોએ પોતાની જમીન સરખી કરીને માંડ માંડ પાછા પાક વાવ્યા હતા. પરંતુ એમાં પણ આગ લાગવાના બનાવો સામે આવવા લાગ્યા છે. એટલા માટે ખેડૂતોના પેટ પર પાટુ લાગ્યાની સ્થિતિ સામે આવી છે. અગાઉ પણ બોડીદર, સોનપરા, ડોળાસા તેમજ કોડીનારના અન્ય પાંચ થી છ જગ્યાએ ઘઉંના પાકમાં આગ લાગવાની બનાવો સામે આવ્યા હતા.

ખેડૂતો એ કીધું છે કે, તેમના ખેતરમાં રહેલા ટ્રાન્સફોર્મર માં અચાનક જ ભડકો થયો હતો. અને જેના કારણે આગનો એક તણખો ઘઉમાં પડતાની સાથે જ સમગ્ર પાક બળીને નષ્ટ થઈ ગયો છે… એટલા માટે તેઓએ પીજીવીસીએલના અધિકારીઓને પણ આ બાબતની જાણ કરી છે. અને યોગ્ય પગલાં લેવા માટે કહ્યું છે.

જેથી કરીને અન્ય કોઈ ખેડૂતોને આ પ્રકારની નુકસાની વેઠવાનો વારો ન આવે.. સરખડી ગામના સરપંચ સહિતના સર્વ કોઈ ખેડૂતોએ સરકાર સામે યોગ્ય વળતરની પણ માંગ કરી છે. માત્ર બે દિવસ પહેલા પણ વડોદરા પંથકના ગામડાઓમાં એક ખેડૂતના ખેતરમાં દિવેલા નો ઢગલો પડયો હતો. જેને અજાણ્યા કોઈ યુવક કે આગ લગાડી દેતાં ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. એવી જ રીતે અન્ય જગ્યાએ પણ આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *