આજકાલ રૂપાળી યુવતીઓ તેમજ મહિલાઓ પોતાના રૂપ અને સુંદરતાનો દુરુપયોગ કરીને કેટલાય લોકોને પોતાની પ્રેમજાળમાં ફસાવી લે છે. અને ત્યારબાદ તેમની પાસેથી ભરપૂર પ્રમાણમાં નિચોવી નિચોવીને રૂપિયા ખંખેરી લે છે. અને ત્યારબાદ તેમની સામે પોલીસ કેસ કરીને ફરાર થઈ જતા હોય છે..
આવા ઘણા બધા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. જેમાં માત્ર બે મહિના પહેલા સૌરાષ્ટ્રના એક ૬૦ વર્ષના વડીલ સાથે હનીટ્રેપનો કિસ્સો થયો હતો. વડીલ પોતાની આબરૂ બચાવવા માટે હનીટ્રેપમાં માંગેલા તમામ પૈસા ચૂકવવા માટે તૈયાર થઈ ગયા હતા. અને હવે સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા એક રત્ન કલાકાર હનીટ્રેપમાં ફસાઈ ચુક્યા છે.
મોટા વરાછામાં રત્ન કલાકાર એક વર્ષ પહેલા ખૂબ જ સુંદર અને સ્વરૂપમાં મહિલાના સંપર્કમાં આવ્યો હતો. મહિલા સાથે મિત્રતા થયા બાદ એક દિવસ મહિલાએ રત્નકલાકારને ફોન કરીને જણાવ્યું હતું કે, તેના દીકરાને હોસ્પિટલમાં દાખલ કર્યો છે. એટલા માટે 10,000 રૂપિયાની જરૂર છે. તમે તાત્કાલિક ધોરણે 10000 રૂપિયા મોકલાવી દો.
રત્ન કલાકારે મહિલાની વાત પર વિશ્વાસ રાખીને તેને દસ હજાર રૂપિયા મોકલાવી દીધા હતા. ત્યારબાદ જુદી જુદી જગ્યાએ તેઓનો મેળાવડો થતો હતો. એક દિવસ આ મહિલાએ સુરત અમરોલી વિસ્તારના એક મકાનમાં રત્નકલાકારને બોલાવ્યો હતો. ત્યાં બંને એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા. તેવામાં તો આ મકાનની અંદર બે અજાણ્યા શખ્સો ઘુસી આવ્યા હતા..
અને તેઓએ જણાવ્યું કે તેઓ પોતે અમરોલી પોલીસમાંથી આવી રહ્યા છે. અને ગેરકાયદેસર રીતે પ્રેમ સંબંધમાં ખરાબ કામ કરવાને કારણે તમને ફસાવી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેવામાં આ મહિલાએ પોતાનો ફોન કાઢીને તેના ઓળખીતા યુવક કે જેનું નામ બોઘાભાઈ હતું. તેઓને ફોન કર્યો હતો. બોઘાભાઈ એ દોઢ લાખ રૂપિયા આપીને આ તમામ મામલો અહીં જ પતાવી દેવાની વાત કરી હતી..
એટલા માટે પોલીસ બનીને આવેલા બંને યુવકો માની ગયા હતા. રત્નકલાકારે દોઢ લાખ રૂપિયા બોઘાભાઈને આપી દીધા હતા. પરંતુ બોઘા ભાઈએ આ પૈસા મહિલાને ન આપતા મહિલાએ આ તમામ બાબતોનો રત્નકલાકારને કહી દીધી હતી અને રત્ન કલાકારને જણાવી દીધું હતું કે તેમનું સાચું નામ વિલાસબેન છે.
અને તેમને તમારી સાથે હનીટ્રેપ કરવાનું કહ્યું હતું. અને જે રકમ મળે ત્યારે તને અડધી રકમ તેઓ રાખશે અને અડધી રકમ મને આપશે એવું જણાવ્યું હતું. પરંતુ મને એક પણ રૂપિયા આપવામાં આવ્યો નથી. હકીકતમાં આ તમામ બાબતોમાં જીગ્નેશ કોળી, હરેશ કોળી અને વિલાસબેન પુરાણીની સાથે-સાથે બોઘાભાઈનો પણ સમાવેશ થાય છે..
પોલીસે આ તમામ બાબતોને પરથી અમરોલી પોલીસમાં ગુનો નોંધ્યો છે. આ તમામ આરોપીઓ મુળ ભાવનગર જીલ્લાના છે. અને તેઓ 48 વર્ષના રત્નકલાકારને પ્રેમ કરીને જુદા જુદા બહાને ઘણા રૂપિયા ખંખેરી લીધા હતા. સાથે સાથે મહિલાએ રત્નકલાકાર સાથેના ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી હતી અને પૈસાની માગણી કરી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]