રાતે પતિ-પત્નીને દવાખાનેથી દવા લઈને ઘરે પરત આવતા રસ્તામાં ટ્રેકટર ચાલકે કચડી નાખ્યા, જોઇને ભલભલાના હદય પીગળી ગયા..!!

અવારનવાર શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં ગંભીર ઘટનાઓ બની રહી છે. લોકો પોતાના કામકાજ માટે ઘરની બહાર નીકળી રહ્યા છે પરંતુ લોકોને ખબર નથી હોતી કે ક્યારે તેની સાથે શું બની જવાનું છે. અવારનવાર આવા કિસ્સાઓ ખૂબ જ બની રહ્યા છે પરંતુ હાલમાં એવો એક કિસ્સો સામે આવ્યો હતો.

જેમાં એક પતિ પોતાની પત્નીને લઈને બહાર નીકળતા તેની સાથે જીવલેણ ઘટના બની હતી. આ ઘટના હરિયાણાના અંબાલા જિલ્લામાં સારંગા ગામમાં રહેતા પરિવાર સાથે બની હતી. પરિવારના લોકો ખૂબ જ ખુશીથી રહેતા હતા. પરિવારમાં પતિ-પત્ની અને માતા પિતા તેમજ એક બાળક રહે છે. પરિવારમાં રહેતા યુવકનું નામ વિજયકુમાર હતું.

તેમની ઉંમર 22 વર્ષની હતી. તે પોતાની પત્ની આરતીબેન સાથે રહેતા હતા. વિજય કુમારની ઉંમર 22 વર્ષની હતી. વિજયકુમાર અને આરતીબેનને સંતાનમાં એક દીકરો છે. દીકરાની ઉંમર 9 મહિનાની છે. દીકરાનું નામ રોહન છે. પરિવારમાં દીકરો માતા પિતાનો લાડકો દીકરો છે. એક દિવસ વિજયકુમાર પોતાની પત્ની આરતીબેનને સારવાર માટે બીજા ગામ લઈ ગયા હતા.

આરતીબેનની તબિયત સારી ન હોવાને કારણે વિજયકુમાર પોતાની બાઈક પર આરતીબેનને બેસાડીને બાજુમાં આવેલા લોહ સીમલી ગામમાં દવા લેવા માટે લઈ ગયા હતા અને તેમના 9 મહિનાના દીકરા રોહનને તેમના માતા પિતા પાસે મૂકીને ગયા હતા. વિજય કુમાર અને તેમની પત્ની દવા લઈને પોતાની બાઇક પર ઘરે પરત આવી રહ્યા હતા.

તે સમયે રાતનો સમય થઈ ગયો હતો અને તેઓ પોતાના ગામ પરત આવી રહ્યા હતા. ગામમાં આવવા માટે વચ્ચે આવતા રોડ પરથી તેઓ પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક જ આગળ એક ટ્રેક્ટર ચાલી રહ્યું હતું. આ ટ્રેક્ટર ચાલક ખૂબ જ ઝડપી સ્પીડમાં પોતાનું ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો. જેના કારણે પાછળ વિજયકુમાર પણ પોતાની બાઈક ઝડપીમાં ચલાવી રહ્યા હતા.

રાતનો સમય હોવાને કારણે રોડ પણ ખૂબ જ ખુલ્લો હતો. કોઈપણ વાહનો રોડ પર ન હતા. તે સમયે અચાનક જ ટ્રેક્ટર કે પોતાના ટ્રેક્ટરની સ્પીડ ઓછી કરીને બ્રેક લગાવી દીધી હતી. જેના કારણે વિજયકુમાર પોતાની બાઈકની બ્રેક લગાવી શક્યા નહીં અને ટ્રેક્ટરની ટોલીના પાછળના ભાગમાં તેમણે પોતાની બાઇકને અથડાવી દીધી હતી બાઈક ટ્રેક્ટરની ટોલીના પાછળના ભાગમાં ઘૂસી જતા વિજયકુમાર પણ ટ્રોલી સાથે ખૂબ જ ભયંકર રીતે અથડાઈ ગયા હતા.

જેના કારણે તેઓ ઘટના સ્થળે જ પડી ગયા હતા. વિજય કુમારની પત્ની આરતીબેન થોડા દૂર થઈને પડ્યા હતા. આ અકસ્માત સર્જાતા તરત જ આસપાસના લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા અને વિજયકુમારને બચાવવા માટે લોકો દોડવા લાગ્યા હતા. વિજયકુમારને ટ્રેક્ટરની ટોલી ખૂબ જ અથડાઈ ગઈ હતી.

જેના કારણે વિજયકુમારને છાતી હાથ અને શરીરે ઊંડી ઈજાવો થઈ ગઈ હતી. છાતીના ભાગે તેમને ખૂબ જ વાગી ગયું હતું. જેના કારણે ઘટના સ્થળે થોડી જ વારમાં તેઓએ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. અને તેમની પત્ની આરતી દેવી આરતીબેનને માથાના ભાગમાં ગંભીર ઈજા થઈ હોવાને કારણે સ્થાનિક લોકોએ તરત જ એમ્બ્યુલન્સને ફોન કરીને ચંડીગઢની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

વિજયકુમારના ફોનમાંથી તેમના પરિવારના લોકોને આ ઘટનાની જાણ કરી હતી. જેના કારણે પરિવારના લોકો તરત જ હોસ્પિટલ પહોંચ્યા હતા પરંતુ પરિવારના લોકોને વિજય કુમારના મૃત્યુની જાણ થતા તેઓ આઘાતમાં રડી રહ્યા હતા. વિજય કુમારે પોતાના નવ માસના દીકરા પરથી પિતાની છત્રછાયા અને ગુમાવી દીધી હતી.

અને આરતીબેનની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. વિજયકુમારના કાકાએ પોલીસ સ્ટેશનમાં આ ટ્રેક્ટર ચલાવી રહેલા ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. ટ્રેક્ટર ચલાવી રહેલ ટ્રેક્ટર ચાલક નુરા યુપી ગામનો રહેવાસી હતો અને તેમનું નામ જોગીન્દ્ર વાસી હતું. ટ્રેક્ટર ચાલક શિવ એગ્રો સેલરમાં કામ કરે છે.

અને ટ્રેક્ટર ચાલક આ અકસ્માત સર્જાતા પોતાનું ટ્રેક્ટર છોડીને ભાગી ગયો હતો. જેના કારણે સદર પોલીસ ટ્રેક્ટર ચાલકની તપાસ કરી રહી હતી. આજકાલ આવા કિસ્સાઓ ખૂબ જ બની રહ્યા છે. નાના બાળકો પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવીને નિરાધાર બની રહ્યા છે. આવા અકસ્માતો જીવલેણ બની રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment