Breaking News

રાતે જમ્યા બાદ સુઈ ગયેલા 75 વર્ષના વડીલનું ગળું વાઢીને ઉતારી દેવાયા મોતને ઘાટ, પરિવારે કહ્યું કે અમારા પાડોશી જ સાવ…

બિહાર રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી દિન પ્રતિદિન ગુનાખોરી વધી રહી છે. થોડા દિવસો પહેલા બિહાર રાજ્યમાં સહરસા જિલ્લામાં એક 75 વર્ષીય વ્યક્તિ પર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. આ બાબતની જાણ આસપાસના વિસ્તારોમાં થતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

બિહાર રાજ્યના સહરસા જિલ્લામાં લક્ષ્મીપ્રસાદ યાદવ અને તેનો પરિવાર રહેતો હતો. તેના પરિવારમાં તેનો સૌથી મોટો પુત્ર સુરેશ યાદવ તેમજ પુત્રવધુ રીનાદેવી રહેતા હતા. લક્ષ્મીપ્રસાદ યાદવ ગામની બહાર પંચર ની દુકાન ચલાવતા હતા. તેમજ પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા હતા. પરંતુ ગઈકાલે રાત્રે જ્યારે લક્ષ્મી પ્રસાદ સુતા હતા.

તે સમયે અચાનક જ ધારદાર હથિયાર વડે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ તેમનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું. સવારે આ બાબતની જાણ તેના પુત્ર સુરેશ યાદવ ને થતા તે મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. તેણે તરત જ પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. મૃતકના પુત્રની પૂછપરછ દરમ્યાન સામે આવ્યું કે તેમના પાડોશી સાથે ઘણા લાંબા સમયથી રસ્તા બાબતે નો વિવાદ ચાલતો હતો. આ ઉપરાંત તેણે વિગતવાર જણાવતા કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી રસ્તાના વિવાદને કારણે તેમના પડોશમાં રહેતા ગોપાલ પંડિત, શંકર પંડિત, મુકેશ પંડિત, મદન પંડિત, પંકજ પંડિત, રાજેશ પંડિત, શ્યામ પંડિત તેમજ રવિ પંડિત સહિત ગોલુ પંડિત તેમના પિતા લક્ષ્મીપ્રસાદ સાથે વારંવાર ઝઘડો કરતા હતા.

થોડા દિવસો પહેલા લક્ષ્મી પ્રસાદ આ વિવાદનો સમાધાન લાવ્યા હતા. પરંતુ આ બાબતથી તેમના પાડોશીઓ સહમત ન હોવાને કારણે તેમણે આ ઘટનાને અંજામ આપ્યો હશે એવું લક્ષ્મી પ્રસાદ ના પુત્ર સુરેશ યાદવ માની રહ્યા છે. પોલીસે પણ સુરેશ ના આ કથનને ધ્યાનમાં લઇને તેમના  તમામ પાડોશીઓને પોલીસ સ્ટેશન બોલાવ્યા છે.

તેમજ તેમની કડક પૂછપરછ શરૂ કરી છે. સહરસા પોલીસ દ્વારા આ હુમલાનો ઉકેલ લાવવા નો પુરેપુરો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમજ લક્ષ્મીપ્રસાદ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચીને આ મોતનું સચોટ કારણ જાણવા માટે મહેનત કરી રહી છે. આ રીતે અચાનક જ એક 75 વર્ષે વ્યક્તિનું મોત થઈ જવાને કારણે આસપાસના વિસ્તારોમાં સનસનીખ માહોલ બની ગયો છે

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *