રસ્તા પર બાઈક લઈને ઉભેલા સોની ઉપર પુર ઝડપે ચડાવી દીધી ગાડી, વિડીયો જોઈને હાથ થરથર ધ્રુજવા લાગશે..!

અમુક લોકો પોતાના મગજ ઉપર એટલો બધો ગુસ્સો લઈને બેઠા હોય છે કે, સહેજ પણ રકચક થઈ જાય કે, તરત જ તેમનો મગજ ગરમ થઇ જાય છે. અને તેઓ ગુસ્સામાં ન કરવાનું કરી નાખે છે. ત્યારબાદ તેઓ ધરાઈ ધરાઈને પછતાઇ છે અને વિચારવા લાગે છે કે, આખરે તેઓએ એ કામ ન કર્યું હોત તો ખૂબ જ સારું હોત..

પરંતુ ગુસ્સામાં કરેલું કામ અને ગુસ્સામાં બોલેલા શબ્દો ક્યારેય પણ પાછા આવતા નથી. એટલા માટે જોઈ વિચારીને દરેક કાર્ય કરવા જોઈએ આ ઉપરાંત પોતાના માતા પિતા અને સમાજની ઈજ્જત જળવાઈ રહે તે પ્રકારે સૌ કોઈ લોકો સાથે માનભર્યું વર્તન પણ કરવું જોઈએ. અત્યારે પવન નામના એક યુવકે એક વ્યક્તિનો જીવ લેવાની કોશિશ કરી છે..

જેનો પુરાવો સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ ગયો છે. આ ઘટના રાજસ્થાનના જોધપુરની છે. અહીં કુંદન કુમાર નામનો એક સોની ભીમપુર વિસ્તારમાં રહેતો હતો. તેની ઉંમર 47 વર્ષની છે. તે સોનીની દુકાન ચલાવતો અને પૈસા કમાઈ પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેના ખાસ મિત્ર દિલીપએ એક પ્લોટ ખરીદ્યો હતો..

અને આ પ્લોટની માથાકૂટેલા કેટલાક સમયથી પવન નામના યુવક સાથે ચાલતી હતી. દિલીપ અને પવન વચ્ચે આ પ્લોટને લઈને ખૂબ જ વાત વિવાદ ચાલી રહ્યો હતો અને સાંજના સમયે સરપંચ સહિત ગામના કેટલાક લોકો ત્યાં ભેગા થયા અને પવનને તેના ઘરે સમજાવવા માટે પણ ગયા હતા અને ત્યાં લાંબા સમય સુધી તેને સમજાવવામાં આવ્યો..

ત્યારબાદ કોઈ વાતને લઈને બંને પક્ષો વચ્ચે ઝઘડો પણ થયો હતો. પવનને એવો અંદાજો આવ્યો કે આ ઘટના પાછળ કુંદન કુમારનો હાથ છે એટલા માટે બીજે દિવસે તે પોતાની સ્કોર્પિયો કાર લઈને ઘરેથી નીકળી ગયો હતો અને સવારના સમયે જ્યારે કુંદનકુમાર પોતાની બાઈકમાંથી સામાન બહાર કાઢી રહ્યો હતો ત્યારે રસ્તાની વચ્ચોવચ જ તેના ઉપર સ્કોર્પિયો ગાડી ચડાવી દીધી હતી..

અને આ ઘટનાનો વિડીયો સીસીટીવી કેમેરાની અંદર થઈ ગયો છે. આ વિડીયો જોતા જ વીડિયો જોનારા દરેક લોકોના હાથ થરથર ધ્રૂજવા લાગ્યા છે અને વિચારવા મજબુર બન્યા કે, આખરે માણસની જિંદગીની કોઈપણ કિંમત નથી કે શું..? કારણ કે આ વ્યક્તિ એવી રીતે ગાડી ચલાવી રહ્યો છે કે, જેની ચપેટમાં આવનાર અન્ય માસુમ વ્યક્તિઓને પણ ખૂબ જ ઈજા થવાનો ભય હતો..

મગજ ઠેકાણે ન રહેતા તેણે ન કરવાની કરતુતો કરી નાખી હતી. જોકે સદનસીબે કુંદન કુમારનો જીવતો બચી ગયો છે. પરંતુ જો તેમના જીવને કશું થયું હોત તો તેમના પરિવારજનો ખૂબ જ ભાંગી પડ્યા હોત કુંદન કુમાર તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનને હાજર થયા અને તેની ઉપર ગાડી ચલાવી દેનાર પવન નામના યુવક સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, તેણે પવનને એક પણ શબ્દ કહ્યું નથી..

આ ઉપરાંત પવન સાથે તેને કોઈપણ વાતને લઈને લેવાદેવા નથી. છતાં પણ પવન કુંદનકુમારને મોતને ઘાટ ઉતારવા માટે રસ્તા ઉપર ઉતરી આવ્યો હતો અને તેનો જીવ લેવાની કોશિશ પણ કરી છે. પરંતુ સદનસીબે તે બચી ગયો છે. પોલીસે પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે. ત્યારે પરિવારના સભ્યો માટે આ એક દુઃખની ઘડી સાબિત થઈ જતી હોય છે. કારણ કે આવી ઘટનાઓમાં માણસના જીવને ખૂબ જ વધારે પડતું જોખમ રહે છે. અને પરિવારને હંમેશા ડરમાં જ જીવવું પડે છે કે, તેના ઉપર ક્યારેય પણ જીવ લેવાનો પ્રયાસ ન થાય તો સારું પરંતુ શહેરના કોઈપણ નાગરિકોને ડરવાની કોઈ જરૂર નથી. કારણ કે શહેરનું પોલીસ તંત્ર આવા ગુનાખોરોને પકડી પાડી તેમને કડકમાં કડક સજા આવવાનું કામકાજ કરી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment