Breaking News

રસોડામાં રમતી દીકરી ચાર પગે ચાલીને બાથરૂમ પાસે પહોચી ગઈ અને પાણી ભરેલા ટબમાં ખાબકતા જીવ જવાનો જ હતો ત્યાં ભગવાને કર્યો એવો ચમત્કાર કે જીવ બચી ગયો..!

નાના બાળકો જ્યાં સુધી સમજણા ન થાય ત્યાં સુધી તેના માતા-પિતા બંનેમાંથી કોઈ એક વ્યક્તિ હંમેશા તેને સાથે રહેવું પડે છે અને તેમની દરેક કામગીરી ઉપર દેખરેખ પણ રાખવી પડે છે. કારણ કે તેઓ રમતા રમતા અજાણતામાં અમુક વખત ન કરવાના કારનામાં કરી બેસે છે. જેને લઇ તેમના જીવને પણ જોખમ રહે છે..

પાછળના સમયમાં એવી ઘણી બધી ઘટનાઓ સામે આવી ચૂકી છે કે, જેમાં મા-બાપની સહેજ અમથી ભૂલના કારણે તેમના દીકરા કે દીકરીઓને ખૂબ જ નાની ઉંમરમાં જીવ જતો રહ્યો હોય પાછળથી તેમને ખૂબ જ પછતાવો થાય છે. પરંતુ એ સમયે માત્ર પછતાવા સિવાય તેમની પાસે કોઈ પણ વિકલ્પ બાકી રહેતો નથી..

અત્યારે નેટવા રામગઢ ગામની અંદર અતિશય હચમચાવી દેતી ઘટના બની છે. અહીં સુરેન્દ્ર ભાઈ નામનો એક યુવક તેની પત્ની રમીલા તેમ જ તેની એક વર્ષની દીકરી મોનિકાની સાથે જીવન ગુજરાન ચલાવે છે. સુરેન્દ્ર તેના ઘરની નજીક રહેલા એક કારખાનામાં કામકાજ કરે છે. જ્યારે તેની પત્ની રમીલા ઘરકામ કરીને સુરેન્દ્રને સાથ સહકાર પૂરો પાડે છે..

એક દિવસ રમીલા રસોડામાં ખાવાનું બનાવી રહી હતી. ત્યારે તેણે તેની એક વર્ષની દીકરી મોનિકાને રસોડામાં રમવા માટે બેસારી હતી. આ દીકરી રમતા રમતા ચાર પગે ચાલીને નજીક રહેલા બાથરૂમ પાસે પહોંચી ગઈ અને ત્યાં પાણી ભરેલા ટબને નજીક જઈ તેની અંદર બેસવાની કોશિશ કરતી હતી.

ત્યારે પાણીમાં ડૂબી જવાને કારણે તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. બીજી બાજુ રમીલા રસોડામાં ખાવાનું બનાવતા બનાવતા તેના પાડોશી સાથે વાતચીત કરવા માટે ચાલી ગઈ હતી. તેને વિચાર્યું હશે કે, માત્ર નજીવી કામની વાતચીત પૂર્ણ કરીને તે રસોડામાં પરત આવી જશે પરંતુ તે પરત આવે એ પહેલાં તો તેની એક વર્ષની દીકરી બાથરૂમ સુધી પહોંચી ગઈ અને ત્યાં તેનો જીવ અધ્ધર તાલે થઈ ગયો હતો..

આ દીકરીનો જીવ જવાનો જ હતો, એ વખતે અચાનક જ ભગવાન એવો ચમત્કાર કર્યો કે, આ દીકરીનો જીવ બચી ગયો છે. જ્યારે રમીલા તેના પડોશી સાથે વાતચીત કરતી હતી. ત્યારે અચાનક જ રસોઇ બળી જવાની તેને વાસા આવવા લાગી હતી. અને આ વાસ આવતાની સાથે જ તે તાબડતોજ રસોડામાં દોડતા દોડતા પહોંચી ગયા..

અને તેણે જોયું તો તેની દીકરી પાણીના ટબની અંદર શ્વાસ રૂંધાયેલી હાલતમાં જીવ બચાવવા માટે મથામણ કરતી હતી. એ દ્રશ્ય જોઈને તરત જ તેણે તેની દીકરીને પાણીમાંથી બહાર કાઢી અને હોસ્પિટલે લઇ પહોંચી હતી. ત્યાં ડોક્ટરે તેની સારવાર શરૂ કરી અને આ દીકરીનો જીવ બચી ગયો હતો..

આ ઘટના બની એટલે તરત જ તેણે તેના પતિ સુરેન્દ્રને ફોન કરીને જાણકારી આપી કે, તેની નાની અમથી ચૂક થઈ ગઈ જેના કારણે આજે તેમની દીકરીનો જીવ જવાનો હતો. પરંતુ ભગવાનના એક ચમત્કારથી આજે તેમની દીકરીનો જીવ બચી ગયો છે. જો એ સમયે રસોઈ બળી જવાની વાસ રમીલા સુધી પહોંચી ન હોત તો હજુ પણ રમીલા તેના પડોશી સાથે જ વાતચીત કરવામાં મુશ્ગુલ હોત..

અને તેની દીકરીનો જીવ પણ જતો રહ્યો હતો. આ સંકેતને તે ભગવાનનો ચમત્કાર સમજી રહી છે. અને હકીકતમાં આ ભગવાનના ચમત્કાર થી કોઈ ઓછું પણ નથી, કારણ કે કોઈ વ્યક્તિનો જીવ અંત સમયે બચી જાય તો તેને ભગવાનનો ચમત્કાર જ સમજવામાં આવે છે. આ અગાઉ પણ આવી જ ઘણી બધી ઘટનાઓ બની ચુકી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *