Breaking News

રસગુલ્લાના ડબ્બામાં ચાલતો હતો કાળો કારોબાર, તપાસ કરનારને ફીણ લાવી દે તેવું ભેજું દોડવનાર લોકોનો થયો પર્દાફાશ.. જાણો..!

આજથી એક અઠવાડિયા પહેલા ગુજરાતના ધંધુકા બરવાળા અને બોટાદમાંથી જુદા જુદા ગામોમાં મળીને કુલ 57 થી 60 લોકો ઝેરી દારૂ પીવાને કારણે મૃત્યુ પામ્યા હતા. હકીકતમાં દારૂ જેવું ખરાબ વ્યસન કોઈક વખત માણસનો જીવ લઈ લે છે. એક સાથે આટલા બધા લોકોના મૃત્યુ થતાં સમગ્ર ગુજરાત હચમચી ગયું હતું…

છેલ્લા એક વર્ષથી ગુજરાતમાં દારૂ જેવા નશીલા ચીજ વસ્તુઓની ઘોષણખોરી કરનારને પકડી પાડવામનો સીલસીલો ઝડપી રીતે યથાવત છે. જુદી-જુદી બાતમીઓને આધારે આવા કેટલાય લોકોને પોલીસ પકડી ચૂકી છે. એને કેટલાય નશાકીય કાળા કારોબારને બંધ કરાવી દીધા છે. આ ઉપરાંત ખૂબ મોટી માત્રામાં વિદેશી દારૂ સહિત અન્ય નસીલા ચીજ વસ્તુઓને પણ પકડી પાડી તેમનો નાશ કરવામાં આવતો હોય છે..

છતાં પણ હજુ ઘણા બધા વ્યક્તિની હિંમત ઓછી થતી નથી. અને પોતાના કાળા કારોબાર શરૂ રાખ્યા છે. જેની જાણ અમદાવાદ પોલીસને થતા ફરી એક વખત હચમચાવતો મામલો સામે આવી ગયો છે. અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે, ગીતામંદિર પાસે વાસુદેવ ધનજીની ચાલ આવેલી છે..

જ્યાં સાહિલ વાઘેલા નામનો એક યુવક દારૂ મંગાવીને કાંકરિયા રોડ ઉપર આવેલા એક એપાર્ટમેન્ટમાં રાખે છે. આ માહિતી મળતા જ પુરી છે તેના ચક્રો ગતિમાન કર્યા હતા. અને જરૂરી તાજવીજ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ તપાસને આધારે આ એપાર્ટમેન્ટ ઉપર છાપો મારવામાં આવ્યો હતો. આ નશાના કાળા કાળો બારને પરદાફાશ કરવા માટે જરૂરી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું..

અને તપાસ કરતા જણાવ્યું તો આ ફ્લેટની અંદર દારૂનો જથ્થો ખુલ્લેઆમ પડ્યો હતો નહીં. પરંતુ મકાનની અંદર રસગુલાના ડબ્બાઓ મળી આવ્યા હતા. શરૂઆતમાં તો લાગ્યું કે, આ વ્યક્તિ મીઠાઈનો શોખીન હશે. અને રસગુલ્લા ખૂબ જ ભાવતા હશે. એટલા માટે એક સાથે આટલા બધા રસગુલ્લાઓ પડ્યા છે..

પરંતુ અંદર બોક્સ ખોલીને જોયું તો તેની અંદરથી 15 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. એટલે કે તેની કુલ કિંમત 45000 કરતાં પણ વધારે છે. રસગુલ્લાના ડબ્બાની અંદર દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. જેથી કરીને કોઈ વ્યક્તિને જાણ ન થાય કે આ વ્યક્તિ ગોરખ ધંધાઓ કરી રહ્યો છે..

આવા ભેજાબાજને પકડવા માટે તપાસ કરનાર વ્યક્તિઓને પણ ફીણ આવી જાય તેવો આ મામલો સામે આવતા પોલીસે તાત્કાલિક આ ઘટનામાં જોડાયેલા કિશોર સામે ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત આ વ્યક્તિ ઉપર કોનો હાથ છે. અને કયો માથાભારે તત્વો આ તમામ ઘટનામાં જોડાયેલો છે. તેની તપાસ કરવામાં આવી રહી છે.

હવે તો ગુજરાતમાં બુટલેગરો પણ આટલા બધા ભેજાબાજ બની ગયા છે કે, તેમની કાળી નીતિ સામે આવ્યા બાદ સૌ કોઈ લોકો કહેવા લાગ્યા કે, જો આ બુટલેગરો પોતાના મનનો ઉપયોગ કોઈ સારા ધંધામાં કરે તો તેઓ ખૂબ વધારે કમાઈ શકે. પરંતુ પોતાનું ભેજો આવા કાળા ધંધામાં લગાવડી એવો ન કરવાના કામો કરી બેસે છે. અને ખોટા કામો એકને એક દિવસે જરૂર બહાર આવે… આવે… ને આવે જ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *